• ગુજરાત સમાચાર – સંદેશ અને ગુજરાત મિત્રમાં પ્રસિદ્ધ થયેલાં વ્યંગસભર કાર્ટૂન્સનું કમ્પાઈલેશન.
  • સાંપ્રત પરિસ્થિતિ પર સચોટ કટાક્ષ કરતું કાર્ટૂન બનાવવું એ આગવી કળા છે.
  • ઇન્ટરનેટ પર ઉપલબ્ધ થતાં કાર્ટૂન્સનું કમ્પાઈલેશન કરાય છે, જો કોઈ સારું કાર્ટૂન રહી જતું હોય તો ધ્યાન દોરવા વિનંતી.

Mehulkumar Vyas. (9978918796)

Funrang news | ગુજરાત સમાચાર, સંદેશ અને ગુજરાત મિત્ર ન્યૂઝપેપરમાં પ્રસિદ્ધ થયેલાં ન્યૂઝ કાર્ટૂન અત્રે પ્રસ્તુત છે. આ કાર્ટૂન્સ નિહાળવા માટે વિડીયો જુઓ. વિડીયોમાં તમામ કાર્ટૂન્સનું કમ્પાઈલેશન કરવામાં આવ્યું છે.

ગુજરાત સમાચાર – મંજુલનું ન્યૂઝ કાર્ટૂન

પ્રજાસત્તાક પરેડ અંગે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પર વ્યંગ કરતાં કાર્ટૂનમાં એક શખ્સને પકડીને આવેલો કોન્સ્ટેબલ કહી રહ્યો છે કે, સાહેબ, પ્રજાસત્તાક દિવસની પરેડમાં આ માણસ અડચણો ઉભી કરવાની ફિરાકમાં હતો… મેં તેને બંધારણ વાંચતો પકડ્યો છે!

ગુજરાત સમાચાર – મંજુલનું ન્યૂઝ કાર્ટૂન

આરપીએન સિંહ કૉંગ્રેસ છોડી ભાજપામાં જોડાયા એ વાતે વ્યંગ કરતાં કાર્ટૂનમાં વિપક્ષની કાંટાળી ખુરશીના ચક્કર કાપીને થાકેલા આરપીએન સિંહ ભાજપની ખુરશી તરફ દોડી રહ્યાં છે.

સંદેશ –  યોમનું ન્યૂઝ કાર્ટૂન

રાજકારણીઓ દ્વારા કોરોના ગાઈડલાઈનનું પાલન કરવામાં આવતું નથી એ વાતે વ્યંગ કરાયો છે. અને એવી કલ્પના કરવામાં આવી છે કે, ધ્વજારોહણ માટે મંત્રી પીપીઈ કીટ પહરીને આવે તો શું થાય. એમના જ માણસોમાં ચર્ચા શરૂ થાય કે, ખરેખર, આ આપણા મંત્રીજી જ છે ને..!?

ગુજરાત મિત્ર – અશોક અદેપાલનું કાર્ટૂન’

રાજ્યમાં સૌપ્રથમવાર રાત્રિ કર્ફ્યુ ભંગ માટે પોલીસે નવદંપત્તિને પહેલીરાત પોલીસ મથકમાં ગાળવા મજબૂર કર્યા હતાં. આ વાતે વ્યંગ કરતાં કાર્ટૂનમાં સમાચાર દર્શાવાયો છે કે વલસાડમાં રાત્રિ કર્ફ્યુ દરમિયાન ઘરે જઈ રહેલાં દુલ્હા – દુલ્હન સહિત પરિવારજનોની અટકાયત. તો બે પોલીસવાળા વાત કરી રહ્યાં છે, યાર, એકાદ ઓળખાણ આપી હોય તોય જવા દીધા હોત

સાંપ્રત ઘટનાઓ પર સજ્જડ વ્યંગ કરવાની આગવી કળા ધરાવતાં કાર્ટૂનિસ્ટની કળાને બિરદાવવાના પ્રયાસના ભાગ રૂપે ફનરંગ દ્વારા ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર, ગુજરાત મિત્ર સહિતના ગુજરાતી સમાચાર પત્રોમાં પ્રસિદ્ધ થતાં કાર્ટૂનનું સંકલીનીકરણ કરવામાં આવે છે. મુખ્ય સમાચારો વાંચતી વખતે કદાચ આ કાર્ટૂન પર વાચકોની દ્રષ્ટિ પડી ના હોય તો, તેઓ સુધી કાર્ટૂન્સને પહોંચાડવા માટે આ વિડીયો બનાવવામાં આવે છે. ફનરંગ દ્વારા માત્ર કાર્ટૂનમાં દર્શાવાયેલી વાત જ રજૂ કરવામાં આવે છે. અલગ અલગ ન્યૂઝપેપર્સના કાર્ટૂનિસ્ટ વચ્ચે તફાવત કરવામાં આવતો નથી. કારણકે, આ એક આગવી કલા છે અને તમામ કલાકારો રોજ પોતાનું શ્રેષ્ઠ આપતાં હોય છે, એવું ફનરંગનું માનવું છે. કયું કાર્ટૂન સારું છે? એ જોનારની પોતાની વિવેક દ્રષ્ટિ પર આધાર રાખે છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, હાલના સમયમાં ઘણાં સમાચાર પત્રો દ્વારા ન્યૂઝ કાર્ટૂનને પુરતું મહત્વ આપવામાં આવતું નથી. જ્યારે ગુજરાત સમાચારમાં કાર્ટૂનને વિશેષ મહત્વ અપાય છે ઘણીવાર તો એક જ દિવસે બે કાર્ટૂન પણ પ્રસિદ્ધ કરવામાં આવતાં હોય છે.

વ્યંગસભર કાર્ટૂન વિશેનો આપનો અભિપ્રાય વિડીયોમાં અથવા તો વેબસાઈટ પર કોમેન્ટ કરીને અવશ્ય જણાવશો.

(આજનો Funrang જોક)

પકડું – મારા પપ્પા કામ કરવા ગયા છે, આ વાક્યનું ભવિષ્યકાળ શું થાય?

ટાઈગર – એ કાલે પણ કામ કરવા જશે… કોઈના બાપની તાકાત હોય તો રોકી બતાવે…. એ છે જ અકડું…

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે માહિતી આપો.)

9978918796 અથવા મેઈલ કરો mehul.v.vyas@gmail.com પર.

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat. whatsapp. com/BFcVIbNaMAO8IlIZ6tInSj

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *