- ગુજરાત સમાચાર – સંદેશ અને ગુજરાત મિત્રમાં પ્રસિદ્ધ થયેલાં વ્યંગસભર કાર્ટૂન્સનું કમ્પાઈલેશન.
- સાંપ્રત પરિસ્થિતિ પર સચોટ કટાક્ષ કરતું કાર્ટૂન બનાવવું એ આગવી કળા છે.
- ઇન્ટરનેટ પર ઉપલબ્ધ થતાં કાર્ટૂન્સનું કમ્પાઈલેશન કરાય છે, જો કોઈ સારું કાર્ટૂન રહી જતું હોય તો ધ્યાન દોરવા વિનંતી.
Mehulkumar Vyas. (9978918796)
Funrang news | ગુજરાત સમાચાર, સંદેશ અને ગુજરાત મિત્ર ન્યૂઝપેપરમાં પ્રસિદ્ધ થયેલાં ન્યૂઝ કાર્ટૂન અત્રે પ્રસ્તુત છે. આ કાર્ટૂન્સ નિહાળવા માટે વિડીયો જુઓ. વિડીયોમાં તમામ કાર્ટૂન્સનું કમ્પાઈલેશન કરવામાં આવ્યું છે.
ગુજરાત સમાચાર – મંજુલનું ન્યૂઝ કાર્ટૂન
ચૂંટણી ટાણે મતદારો સામે પોતાની ભૂલો ઢાંકવા માટે ધડ – માથા વગરની વાતો કરતાં રાજકારણીઓ પર કટાક્ષ કરાયો છે. ન્યૂઝ કાર્ટૂનમાં દર્શાવાયું છે કે, એક નેતા ભાષણમાં કહી રહ્યો છે કે, મેં છેલ્લા પાંચ વર્ષમાં શું કર્યું એ વાત જ ભુલી જાઓ… 500 વર્ષ પહેલાં શું થયું હતું એ યાદ કરવાનો અત્યારે સમય છે!
સંદેશ – યોમનું ન્યૂઝ કાર્ટૂન
કેન્દ્રિય બજેટ રજૂ કરતાં પૂર્વે મહત્વની એવી હલવા સેરેમની ઉજવવામાં આવતી હોય છે. જેમાં નાણાંમંત્રી હલવો રાંધીને ટીમને ખવડાવે છે. જોકે, આ વર્ષે હલવા સેરેમની રદ કરવામાં આવી છે ત્યારે યોજમના ન્યૂઝ કાર્ટૂનમાં બજેટ રાંધી રહેલા નાણાં મંત્રી નિર્મલા સીતારામન દર્શાવવામાં આવ્યા છે. બજેટમાં ચાંદ – તારા દર્શાવાશે તેવો સંકેત આપતાં કાજુ ભભરાવાયા છે.
ગુજરાત મિત્ર – અશોક અદેપાલનું કાર્ટૂન
ચીનની વુહાન ઇસ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકોએ NeoCov નામના ઘાતક વાઈરસ અંગે ચેતવણી આપી છે એના પર વ્યંગ કરાયો છે કે ડ્રેગન જાત જાતના વાઈરલ છોડી રહ્યું છે. અને સાથે લખવામાં આવ્યું છે કે, વધુ એક કોરોના વાઈરસનો પતો લાગ્યો, ત્રણમાંથી એક દર્દીનું મોત થઈ શકે – ચીનના વૈજ્ઞાનિકોની ચેતવણી
સાંપ્રત ઘટનાઓ પર સજ્જડ વ્યંગ કરવાની આગવી કળા ધરાવતાં કાર્ટૂનિસ્ટની કળાને બિરદાવવાના પ્રયાસના ભાગ રૂપે ફનરંગ દ્વારા ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર, ગુજરાત મિત્ર સહિતના ગુજરાતી સમાચાર પત્રોમાં પ્રસિદ્ધ થતાં કાર્ટૂનનું સંકલીનીકરણ કરવામાં આવે છે. મુખ્ય સમાચારો વાંચતી વખતે કદાચ આ કાર્ટૂન પર વાચકોની દ્રષ્ટિ પડી ના હોય તો, તેઓ સુધી કાર્ટૂન્સને પહોંચાડવા માટે આ વિડીયો બનાવવામાં આવે છે. ફનરંગ દ્વારા માત્ર કાર્ટૂનમાં દર્શાવાયેલી વાત જ રજૂ કરવામાં આવે છે. અલગ અલગ ન્યૂઝપેપર્સના કાર્ટૂનિસ્ટ વચ્ચે તફાવત કરવામાં આવતો નથી. કારણકે, આ એક આગવી કલા છે અને તમામ કલાકારો રોજ પોતાનું શ્રેષ્ઠ આપતાં હોય છે, એવું ફનરંગનું માનવું છે. કયું કાર્ટૂન સારું છે? એ જોનારની પોતાની વિવેક દ્રષ્ટિ પર આધાર રાખે છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, હાલના સમયમાં ઘણાં સમાચાર પત્રો દ્વારા ન્યૂઝ કાર્ટૂનને પુરતું મહત્વ આપવામાં આવતું નથી. જ્યારે ગુજરાત સમાચારમાં કાર્ટૂનને વિશેષ મહત્વ અપાય છે ઘણીવાર તો એક જ દિવસે બે કાર્ટૂન પણ પ્રસિદ્ધ કરવામાં આવતાં હોય છે.
વ્યંગસભર કાર્ટૂન વિશેનો આપનો અભિપ્રાય વિડીયોમાં અથવા તો વેબસાઈટ પર કોમેન્ટ કરીને અવશ્ય જણાવશો.
(આજનો Funrang જોક)
ટાઈગર – કાલે મારો ભદા સાથે ઝગડો થઈ ગયો…
પકડું – પછી?
ટાઈગર – પછી શું… સ્હેજ વિચારીને જવા દીધો…
પકડું – શું વિચારીને છોડ્યો?
ટાઈગર – એજ કે, એ મારા કરતાં વધારે તાકાતવાળો છે…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે માહિતી આપો.)
9978918796 અથવા મેઈલ કરો mehul.v.vyas@gmail.com પર.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/BFcVIbNaMAO8IlIZ6tInSj