ગુજરાત સમાચાર – સંદેશ અને ગુજરાત મિત્રમાં પ્રસિદ્ધ થયેલાં વ્યંગસભર કાર્ટૂન્સનું કમ્પાઈલેશન.

સાંપ્રત પરિસ્થિતિ પર સચોટ કટાક્ષ કરતું કાર્ટૂન બનાવવું એ આગવી કળા છે.

ઇન્ટરનેટ પર ઉપલબ્ધ થતાં કાર્ટૂન્સનું કમ્પાઈલેશન કરાય છે, જો કોઈ સારું કાર્ટૂન રહી જતું હોય તો ધ્યાન દોરવા વિનંતી.

Mehulkumar Vyas. (9978918796)

Funrang news | ગુજરાત સમાચાર, સંદેશ અને ગુજરાત મિત્ર ન્યૂઝપેપરમાં પ્રસિદ્ધ થયેલાં ન્યૂઝ કાર્ટૂન અત્રે પ્રસ્તુત છે. આ કાર્ટૂન્સ નિહાળવા માટે વિડીયો જુઓ. વિડીયોમાં તમામ કાર્ટૂન્સનું કમ્પાઈલેશન કરવામાં આવ્યું છે.

ગુજરાત સમાચાર – મંજુલનું ન્યૂઝ કાર્ટૂન

સરકારી ઉચ્ચ અધિકારીઓને ભાજપમાં જોડાવા ઇચ્છી રહ્યા છે એ વાતે વ્યંગ કરતાં કાર્ટૂનમાં દર્શાવવામાં આવ્યું છે કે, એક સફેદ વાળ વાળો ભાજપી અગ્રણી અધિકારીઓને કહી રહ્યો છે કે, સજ્જનો, અમારા પક્ષમાં જોડાતા પહેલાં તમે થોડીક રાહ જુઓ. અને પક્ષમાં જોડાતા પહેલાં તમારી નોકરી કરવાની સાથે પક્ષની સેવા કરો!

સંદેશ – યોમનું ન્યૂઝ કાર્ટૂન

ઉત્તર પ્રદેશ ચુંટણીમાં મંત્રીઓ પક્ષ પલટો કરી રહ્યાં છે એ વાતે કટાક્ષ કરતાં દર્શાવવામાં આવ્યું છે કે, એક મંત્રી ચુસ્ત બંદોબસ્ત સાથે જઈ રહ્યાં છે અને પક્ષના બે જણ વાત કરી રહ્યાં છે કે, પક્ષ પલટો રોકવા માટે પાર્ટીએ દરેક મંત્રી ઉપર ફુલ બંદોબસ્ત રાખ્યો છે.

ગુજરાત મિત્ર – અશોક અદેપાલનું કાર્ટૂન

લોકગાયક સુવાળાએ આપ છોડી ભાજપનો હાથ પકડ્યો એ વાતે વ્યંગ કરતાં દર્શાવવામાં આવ્યું છે કે, પક્ષનો અગ્રણી કહી રહ્યો છે કે, તમારી નવી જવાબદારી છે. “અમારા ગીત ગાવા!!” કાર્ટૂનમાં કદાચ એમ કહેવાનો અર્થ પણ હોય કે, સુવાળાને કોઈ પક્ષ કોઈ બીજી જવાબદારી સોંપી શકે એમ નથી. અને કદાચ એ આના સિવાય બીજી કોઈ જવાબદારીમાં ચાલે એવાં પણ નથી.

સાંપ્રત ઘટનાઓ પર સજ્જડ વ્યંગ કરવાની આગવી કળા ધરાવતાં કાર્ટૂનિસ્ટની કળાને બિરદાવવાના પ્રયાસના ભાગ રૂપે ફનરંગ દ્વારા ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર, ગુજરાત મિત્ર સહિતના ગુજરાતી સમાચાર પત્રોમાં પ્રસિદ્ધ થતાં કાર્ટૂનનું સંકલીનીકરણ કરવામાં આવે છે. મુખ્ય સમાચારો વાંચતી વખતે કદાચ આ કાર્ટૂન પર વાચકોની દ્રષ્ટિ પડી ના હોય તો, તેઓ સુધી કાર્ટૂન્સને પહોંચાડવા માટે આ વિડીયો બનાવવામાં આવે છે. ફનરંગ દ્વારા માત્ર કાર્ટૂનમાં દર્શાવાયેલી વાત જ રજૂ કરવામાં આવે છે. અલગ અલગ ન્યૂઝપેપર્સના કાર્ટૂનિસ્ટ વચ્ચે તફાવત કરવામાં આવતો નથી. કારણકે, આ એક આગવી કલા છે અને તમામ કલાકારો રોજ પોતાનું શ્રેષ્ઠ આપતાં હોય છે, એવું ફનરંગનું માનવું છે. કયું કાર્ટૂન સારું છે? એ જોનારની પોતાની વિવેક દ્રષ્ટિ પર આધાર રાખે છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, હાલના સમયમાં ઘણાં સમાચાર પત્રો દ્વારા ન્યૂઝ કાર્ટૂનને પુરતું મહત્વ આપવામાં આવતું નથી. જ્યારે ગુજરાત સમાચારમાં કાર્ટૂનને વિશેષ મહત્વ અપાય છે ઘણીવાર તો એક જ દિવસે બે કાર્ટૂન પણ પ્રસિદ્ધ કરવામાં આવતાં હોય છે.

વ્યંગસભર કાર્ટૂન વિશેનો આપનો અભિપ્રાય વિડીયોમાં અથવા તો વેબસાઈટ પર કોમેન્ટ કરીને અવશ્ય જણાવશો.

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે માહિતી આપો.)

9978918796 અથવા મેઈલ કરો mehul.v.vyas@gmail.com પર.

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat. whatsapp. com/BFcVIbNaMAO8IlIZ6tInSj

Compilation of news cartoons published today in Gujarati newspapers – 18 January 2022

Gujarati Newspapers Gujarat Samachar, Sandesh, Gujarat mitra ect… have very meaningful cartoons printed on a daily basis. FunRang honors the cartoonist’s distinctive art of accurately and sarcastically depicting the current situation with just one picture. That is why this video has been made by Funrang with the intention of making the cartoon printed in the newspaper more popular. The quality of the cartoon is not discussed in this video. But, if the cartoon may not have caught the eye of the newspaper reader, then this is just an attempt to bring it to the notice through video.

Edited & made by – Mehulkumar Vyas for funrang Multimedia

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *