➡ ગુજરાત સમાચાર – સંદેશ અને ગુજરાત મિત્રમાં પ્રસિદ્ધ થયેલાં વ્યંગસભર કાર્ટૂન્સનું કમ્પાઈલેશન.
➡ સાંપ્રત પરિસ્થિતિ પર સચોટ કટાક્ષ કરતું કાર્ટૂન બનાવવું એ આગવી કળા છે.
➡ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ થતાં કાર્ટૂન્સનું કમ્પાઈલેશન કરાય છે, જો કોઈ સારું કાર્ટૂન રહી જતું હોય તો ધ્યાન દોરવા વિનંતી.
Mehulkumar Vyas. (9978918796)
Funrang news | ગુજરાત સમાચાર, સંદેશ અને ગુજરાત મિત્ર ન્યૂઝપેપરમાં પ્રસિદ્ધ થયેલાં ન્યૂઝ કાર્ટૂન અત્રે પ્રસ્તુત છે. આ કાર્ટૂન્સ નિહાળવા માટે વિડીયો જુઓ. વિડીયોમાં તમામ કાર્ટૂન્સનું કમ્પાઈલેશન કરવામાં આવ્યું છે.
ગુજરાત સમાચાર – મંજુલનું ન્યૂઝ કાર્ટૂન
ઉત્તર પ્રદેશની ચૂંટણી ટાણે સર્જાયેલા રાજકીય ઘમાસાણ પર વ્યંગ કરતાં કાર્ટૂનમાં દર્શાવવામાં આવ્યું છે કે, પોલ સર્વે કરનાર શખ્સને રાજકારણી કહી રહ્યો છે કે, હું ઉત્તર પ્રદેશ સરકારમાં મંત્રી છું… એટલે હજુ સુધી મેં નક્કી કર્યું નથી કે કયા પક્ષને મત આપવો!
એટલે જો આ ભાઈનું મંત્રીપદ પરત લઈ લેવામાં આવે તો એ રીસાવાની શક્યતા છે. અથવા તો આ ભાઈને આશંકા છે કે મંત્રીપદ જઈ શકે છે.
ગુજરાત મિત્ર – અશોક અદેપાલનું કાર્ટૂન
મતદારોને રીઝવવા માટે લાખ્ખો – કરોડોના ખર્ચે રેલી – રોડ શૉ કાઢવામાં માહિત રાજકારણીઓ ચૂંટણી પંચના નિર્ણયથી હેરાન થઈ રહ્યા હોય એવો વ્યંગ કરાયો છે. અને દર્શાવવામાં આવ્યું છે કે, ન્યૂઝ છે “ચૂંટણી પંચે રેલી – રોડ શૉ પર 22 જાન્યુઆરી સુધી પ્રતિબંધ વધાર્યો” જેને પગલે એક રાજકીય અગ્રણી નાણાંનો થેલો આપીને કહી રહ્યાં છે કે, આ ઉઠાવો અને મારી વર્ચ્યુઅલ રેલી માટે વ્યુઅર્સની વ્યવસ્થા કરો!!
રાજકારણીઓ માટે ભીડ ભેગી કરનાર ગુંડા જેવા તત્વો હવે વ્યુઅર્સની વ્યવસ્થા કરી શકશે કે નહીં? એ તો ઉપરવાળો જાણે… પણ, ચૂંટણી આવતાં ગુંડા તત્વોની લીલાલહેર શરૂ થઈ ગઈ છે.
સાંપ્રત ઘટનાઓ પર સજ્જડ વ્યંગ કરવાની આગવી કળા ધરાવતાં કાર્ટૂનિસ્ટની કળાને બિરદાવવાના પ્રયાસના ભાગ રૂપે ફનરંગ દ્વારા ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર, ગુજરાત મિત્ર સહિતના ગુજરાતી સમાચાર પત્રોમાં પ્રસિદ્ધ થતાં કાર્ટૂનનું સંકલીનીકરણ કરવામાં આવે છે. મુખ્ય સમાચારો વાંચતી વખતે કદાચ આ કાર્ટૂન પર વાચકોની દ્રષ્ટિ પડી ના હોય તો, તેઓ સુધી કાર્ટૂન્સને પહોંચાડવા માટે આ વિડીયો બનાવવામાં આવે છે. ફનરંગ દ્વારા માત્ર કાર્ટૂનમાં દર્શાવાયેલી વાત જ રજૂ કરવામાં આવે છે. અલગ અલગ ન્યૂઝપેપર્સના કાર્ટૂનિસ્ટ વચ્ચે તફાવત કરવામાં આવતો નથી. કારણકે, આ એક આગવી કલા છે અને તમામ કલાકારો રોજ પોતાનું શ્રેષ્ઠ આપતાં હોય છે, એવું ફનરંગનું માનવું છે. કયું કાર્ટૂન સારું છે? એ જોનારની પોતાની વિવેક દ્રષ્ટિ પર આધાર રાખે છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, હાલના સમયમાં ઘણાં સમાચાર પત્રો દ્વારા ન્યૂઝ કાર્ટૂનને પુરતું મહત્વ આપવામાં આવતું નથી. જ્યારે ગુજરાત સમાચારમાં કાર્ટૂનને વિશેષ મહત્વ અપાય છે ઘણીવાર તો એક જ દિવસે બે કાર્ટૂન પણ પ્રસિદ્ધ કરવામાં આવતાં હોય છે.
વ્યંગસભર કાર્ટૂન વિશેનો આપનો અભિપ્રાય વિડીયોમાં અથવા તો વેબસાઈટ પર કોમેન્ટ કરીને અવશ્ય જણાવશો.
🙂 (FunRang Joke) 🙂
પકડુંએ સાંજના સમયે ટાઈગરને ઝાડ નીચે બેઠેલો જોયો.
પકડું – ટાઈગર, અહીં કેમ બેઠો છે?
ટાઈગર – તારા કારણે… તેં કાલે કીધું તુંને ઝાડની નીચે બેસવાથી શીતલ છાયા મળે.
પકડું – હા, એ તો છે જ…
ટાઈગર – તંબુરો તારો… સવારથી બેઠો છું… ના શીતલ આવી… ના કોઈ છાયા…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે માહિતી આપો.)
9978918796 અથવા મેઈલ કરો mehul.v.vyas@gmail.com પર.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/BFcVIbNaMAO8IlIZ6tInSj