(સચોટ જ્યોતિષીય માર્ગદર્શન અને ઉપાયો માટે સંપર્ક કરો.)

(જ્યોતિષાચાર્ય ડૉ. સંકેત પંડ્યા – 9825044244)

? મેષ (અ,,ઈ) ?

આજે આપની અંદર ઇચ્છા શક્તિનો અભાવ જણાઈ શકે છે. માતા – પિતાની મદદથી આર્થિક સમસ્યામાંથી છુટકારો પ્રાપ્ત થાય. જીવનસાથી સાથે ઘણાં સમય બાદ યાદગાર સમય વિતાવી શકો તેવી પૂરી શક્યતા.

? વૃષભ (બ,,ઉ) ?

આજે ખાવા – પીવામાં વિશેષ ધ્યાન રાખવું. આજે નાણાંની બચત અંગેના વિચારો મન પર છવાયેલા રહેશે. આજે કોઈની પાસ સાથે ચર્ચા કરવામાં ધ્યાન રાખવું નહિંતર મતભેદો વધી શકે છે. સાંજ સારી રીતે વિતશે.

? મિથુન (ક,,ધ) ?

આજે આપની માનસિક દ્રઢતામાં વધારો થાય. રોકાણ કરવામાં ઉતાવળ કરશો તો નુકસાન થઈ શકે છે. આજે પરિવારજનો પાછળ અણધાર્યો ખર્ચ કરવો પડી શકે છે. બાળકો સાથે વધારે ઉગ્રતા પૂર્વક વ્યવહાર કરવો નહીં.

? કર્ક (ડ,હ) ?

આજે બીજાની આલોચના કરવાની આપની આદતને કારણે ઉદાસ થવું પડી શકે છે. આજે કોઈ ચીજવસ્તુની ચોરી થાય તેવી શક્યતા જણાય છે. આજે બાગ – બગીચામાં હરવા ફરવા જવાનું આપને ગમશે.

? સિંહ (મ,ટ) ?

આજે આપ ઉર્જાસભર રહેશો. રિયલ એસ્ટેટમાં રોકાણ કરવાની યોજના બનાવી શકો છો. આજે રચનાત્મક કાર્યોમાં સમય વિતાવી શકો છો. પરિવારજનો અને જીવનસાથી તરફથી વિશેષ સ્નેહ પ્રાપ્ત થવાથી આનંદ પ્રાપ્ત થાય.

? કન્યા (પ,,ણ) ?

સામાજીક પ્રસંગોમાં હાજરી આપવા જવાનું થઈ શકે છે. આજે સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી. આર્થિક પક્ષ મજબૂત થાય તેવી શક્યતા. આજે કોઈ જૂની ઉઘરાણી મળી શકે છે. આજે પોતાના વ્યક્તિત્વને નિખારશો.

? તુલા (ર,ત) ?

આજે ઝગડાખોર સ્વભાવ પર નિયંત્રણ રાખવું જરૂરી, અન્યથા સંબંધોમાં ખટાશ આવી શકે છે. ભાઈ – બહેનોની મદદથી આર્થિક લાભ મળી શકે છે. સગાં – સંબંધીઓ સાથે શોપિંગ કરવા જવાનું થવાથી ખર્ચ કરવો પડે.

? વૃશ્ચિક (ન,ય) ?

આજે મનપસંદ કાર્યમાં મોજ મઝા સાથે દિવસ વ્યતિત થાય. આપના સમય અને નાણાંનો વ્યય કરતી વ્યક્તિઓ સાથે આજે અંતર બનાવવું જરૂરી. આજે પ્રશંસા પ્રાપ્ત થાય. ખર્ચા બાબતે જીવનસાથી સાથે તણાવની શક્યતા.

? ધન (ભ,,,ધ) ?

આજે આપનું કોઈ મોટું સ્વપ્ન હકીકતમાં ફેરવાશે. વેપાર – ધંધામાં લાભકારક દિવસ નિવડે. મિત્રો અને પરિવારજનો સાથે મજેદાર સમય વિતશે. આજે જીવનસાથીનું સુષ્ક સ્વરૂપ આપને અકળાવી શકે છે.

? મકર (ખ,જ) ?

સ્વાસ્થ્યને લગતી કોઈ હેરાનગતિ ભોગવવી પડી શકે છે. મિત્રો અને પરિવારજનોનો પૂરતો સહયોગ પ્રાપ્ત થાય. આજે કામને બદલે આરામને પ્રાધાન્ય આપો તેવી શક્યતા જણાય છે. સાંજના સમયે ફિલ્મ કે નાટક જોશો.

? કુંભ (ગ,,,સ) ?

આજે એકાંતમાં સમય વિતાવવો નહીં. બને તેટલું પરિવારજનો સાથે વાતચીત કરવી. કોઈ બિમાર વ્યક્તિ પાછળ ખર્ચ કરવો પડી શકે છે. સરાકાત્મક વિચારો સાથે દિવસ વિતાવવો જરૂરી. જીવનસાથી સાથે તણાવની શક્યતા.

? મીન (દ,,,થ) ?

આજે નાણાંની બચત એ હદે કરશો કે મિત્રો આપને કંજુસ ગણી શકે છે. કોઈ સંબંધી તરફથી મળેલા સમાચારથી પૂરા પરિવારમાં આનંદ છવાય. આજે કોઈ વિચિત્ર વ્યક્તિ સાથે સમય વિતાવવો પડી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *