(સચોટ જ્યોતિષીય માર્ગદર્શન અને ઉપાયો માટે સંપર્ક કરો.)

(જ્યોતિષાચાર્ય ડૉ. સંકેત પંડ્યા – 9825044244)

(નોંધઃ ચંદ્ર અનુસાર રાશિફળ)

? મેષ (અ,,ઈ) ?

આજે લાંબા સમયથી ચાલી રહેલી બિમારીથી છુટકારો પ્રાપ્ત થશે. વેપાર – ધંધામાં ખૂબ વિચારીને નિર્ણય લેવા જરૂરી. જાણીતા લોકોને મળવાનું થઈ શકે છે. જીવનસાથી આજે આપને ખુશ રાખવા પ્રયાસ કરશે.

? વૃષભ (બ,,ઉ) ?

પ્રભાવશાળી વ્યક્તિઓના સહકારથી આપ ઉત્સાહ અનુભવી શકો છો. કોઈ અંગત વ્યક્તિની સલાહથી આપને આર્થિક લાભ થાય. રચનાત્મક કાર્યો સાથે જોડાયેલા લોકોને આનંદ મળે. જીવનસાથી સાથે કચકચ થઈ શકે.

? મિથુન (ક,,ધ) ?

આજે આપ દરેક કાર્ય આત્મવિશ્વાસ સાથે કરી શકશો. આસપાસના લોકો આપનાથી પ્રભાવિત થશે. આર્થિક પક્ષ મજબૂત રહેશે. આજે ઉધારી ચૂકવવી પડી શકે છે. જીવનસાથી તરફથી આનંદ પ્રાપ્ત થાય તેવી શક્યતા.

? કર્ક (ડ,હ) ?

આજે ખાન – પાનમાં વિશેષ કાળજી રાખવી જરૂરી. આજે કોઈને ઉધાર આપવું નહીં. ઘરેલુ કાર્યોને કારણે કામ-કાજમાં વિઘ્ન આવી શકે છે. જીવનસાથીની તબિયત અંગે ચિંતા રહી શકે છે. દિવસ મધ્યમ રહેશે.

? સિંહ (મ,ટ) ?

આજે સ્વાસ્થ્ય સારું રહેશે. અચાનક નવા સ્રોત્રથી ધન પ્રાપ્ત થવાથી દિવસ ખુશનુમા વિતે. આજે કામમાં પૂરતું ધ્યાન આપવું જરૂરી. ઘરમાં કોઈ ધાર્મિક કાર્ય થઈ શકે છે. આજે જીવનસાથી આપને અનન્ય પ્રેમ આપશે.

? કન્યા (પ,,ણ) ?

આજે અંગત મિત્રની નારાજગી સહન કરવી પડી શકે છે. આર્થિક સ્તર પર સુધારાને કારણે લાંબાસમયથી નહીં ચુકવાયેલું બિલ ચુકવી શકો. પરિવારજનો માટે સમય કાઢવો પડે. જીવનસાથી સાથે આનંદમય સમય વિતે.

? તુલા (ર,ત) ?

આજે કોઈ એવી ઘટના બને જે માનસિક અશાંતિ આપી શકે છે. રોકાણ કરવા માટે યોગ્ય દિવસ. મનોરંજનની ગતિવિધીઓમાં સંલગ્ન રહી શકો છો. આજે પ્રતિસ્પર્ધીઓ પર વિજય પ્રાપ્ત કરી શકો.

? વૃશ્ચિક (ન,ય) ?

આજે નાના બાળકોને કારણે આપને આનંદ પ્રાપ્ત થાય છે. એક દિવસને ધ્યાનમાં રાખીને જીવવાની આદત બદલવી જરૂરી છે. જીવનસાથી આજે મ્હેણા મારી શકે છે. મિત્રોની મદદ પ્રાપ્ત થવાની શક્યતા.

? ધન (ભ,,,ધ) ?

આજે આશાવાદી બનશો તો સફળતાના નવા દ્વાર ખુલી શકે છે. જૂના રોકાણને કારણે આવકમાં વૃદ્ધિ થઈ શકે છે. કોઈ યોજનામાં આજે પ્રગતિ જોવા મળી શકે છે. જીવનસાથીની નાની ભૂલને અવગણી દેવી જરૂરી.

? મકર (ખ,જ) ?

આજે યાત્રા – પ્રવાસમાં આનંદ પ્રાપ્ત કરી શકો છો. આજે ઉર્જાસભર રહેશો. અણધાર્યો લાભ પ્રાપ્ત થઈ શકે છે. પરિવારજનો સાથે સમય વિતાવી શકશો નહીં. જીવનસાથી આજે કોઈ વિશેષ યોજના બનાવી શકે છે.

? કુંભ (ગ,,,સ) ?

આજે સામાજીક સમારોહમાં ભાગ લો તેવી શક્યતા. આજે રોકાણ કરવાનું ટાળવું જરૂરી. આજે પરિવારજનો સાથે વાદ વિવાદ કરવાનું ટાળવું. લાભકારક દિવસ રહેશે. જીવનસાથી ઈશ્વરીય શાંતિ આપી શકે છે.

? મીન (દ,,,થ) ?

આજે આપનું કોઈ મોટું સ્વપ્ન સત્ય સાબિત થઈ શકે છે. અંગત લોકો સાથે મળીને બિઝનસ કરનારે આજે સાવધ રહેવું જરૂરી. સંતાન અંગે રોમાંચક સમાચાર મળી શકે છે. જીવનસાથીની દખલ હેરાન કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *