➡ વિક્રમ સંવત 2078 પોષ વદ – ચૌદસ
➡ આજની ચંદ્ર રાશિ – મકર
મેષ (અ,લ,ઈ)
માનસિક તણાવને કારણે મુંઝવણ અનુભવી શકો છો. વિજાતીય વ્યક્તિની મદદથી આર્થિક લાભ પ્રાપ્ત થવાની સંભાવના. સગાંઓ સાથે યાત્રા પ્રવાસનું આયોજન થઈ શકે. આજે કોઈ કામમાં આપને પ્રશંસા પ્રાપ્ત થઈ શકે છે. જીવનસાથીનું સ્વાસ્થ્ય ચિંતા અપાવી શકે છે.
વૃષભ (બ,વ,ઉ)
આજે શારીરિક સ્ફૂર્તિ સારી રહેવાને કારણે રમત ગમતમાં ભાગ લઈ શકો છો. વેપારના વિસ્તાર માટે આજે મહત્વનો નિર્ણય લઈ શકો છો. મિત્રો થકી કોઈ મહત્વની વ્યક્તિ સાથે પરિચય થઈ શકે છે. જીવનસાથીને ભેટ આપવી. દિવસ સારો રહેશે.
મિથુન (ક,છ,ધ)
આજે મોટાભાગની ઘટનાઓ તમારી મરજી પ્રમાણે થવાથી ચહેરો ચમકશે. માતા – પિતાના સ્વાસ્થ્ય અંગે દોડધામ કરવી પડી શકે છે. આજે કોઈને ઉધાર નાણાં આપવા નહીં. જીવનસાથીની આપના જીવનમાં શું કિંમત છે એ સમજાશે.
કર્ક (ડ,હ)
આજે સફળતાપ્રાપ્ત કરી શકો છો. ખાન – પાનમાં ખાસ કાળજી રાખવી. આ રાશિના જે જાતકો ટેક્સ ચોરી કરતાં હશે એમને તકલીફ ભોગવવી પડી શકે છે. આજે પરિવારજનો પોતાની કોઈ સમસ્યા આપને જણાવવા માંગતા હશે પણ આપ સમય નહીં આપી શકો.
સિંહ (મ,ટ)
આજે રોમાંસ પર નિયંત્રણ રાખવું જરૂરી છે. લાગણીઓ કાબૂમાં રાખવી. પરિવારજનો સાથે પર્યાપ્ત સમય વિતાવો. શંકાશીલ સ્વભાવને કારણે સંબંધમાં ખટાશ આવી શકે છે. નવા વિચાર ફાયદાકારક સાબિત થાય. જીવનસાથી સાથે વિવાદ ટાળવો.
કન્યા (પ,ઠ,ણ)
આજે શારિરીક તંદુરસ્તી સારી રહેશે. અચાનક કોઈ સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. આપની ક્ષમતાને આજે ઓળખી શકશો. જીવનસાથી સાથે લગ્ન સમયની તાજગીનો અનુભવ કરી શકશો. માનસિક મૂંઝવણમાંથી બહાર આવી શકશો.
તુલા (ર,ત)
ધાર્મિક ભાવના આજે બળવતર રહેવાને કારણે કોઈ તીર્થક્ષેત્રની યાત્રાના યોગ. આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આજે પર્સ કે કિંમતી વસ્તુ ખોવાય નહીં તેનું ધ્યાન રાખવું. નોકર અને સહકર્મીથી હેરાનગતિની શક્યતા છે.
વૃશ્ચિક (ન,ય)
આપનો હસમુખો સ્વભાવ લોકોને આનંદીત કરશે. ખર્ચ પર નિયંત્રણ રાખશો. કોઈ સાધુ સંતને મળી માનસિક શાંતિ પ્રાપ્ત કરી શકો છો. રાત્રે ઓફિસથી ઘરે જતી વખતે વાહન સાવધાનીપૂર્વક હંકારવું જરૂરી છે. જીવનસાથી સાથે મનમેળ સારો રહેશે.
ધન (ભ,ફ,ઢ,ધ)
આપનો પ્રબળ આત્મવિશ્વાસને કારણે કાર્યો સરળતાપૂર્વક કરી શકશો. કોઈની મદદ વગર નાણાં અર્જીત કરી શકશો. આપની લોકપ્રિયતામાં વધારો થવાના યોગ. જીવનસાથી સાથે સમય વિતાવી શકશો. દિવસભર મજાકના મૂડમાં રહેશો.
મકર (ખ,જ)
આજે કંઈક રચનાત્મક કરવા માટે રોજીંદા કાર્યોમાંથી સમય કાઢવો જરૂરી છે. આજે સૂઝ બૂઝથી કામ કરશો તો અતિરિક્ત ધન કમાઈ શકો છો. સેમિનાર કે સંગોષ્ઠીમાં ભાગ લઈને નવા વિચારો મેળવી શકો છો. ભાઈભાડું સાથે મેળાપ સારો રહે. સારો દિવસ રહેશે.
કુંભ (ગ,શ,ષ,સ)
આજે નવો આર્થિક કરાર અંતિમ રૂપ લેશે. નાણાંકીય લાભના યોગ. આજે ભૂતકાળના સ્મરણો વાગોળશો. વાતચિતમાં કુશળતા આજે આપનો મજબૂત પક્ષ રહેશે. જીવનસાથી સાથે શાંતિપૂર્વક સમય વ્યતિત કરી શકશો. પ્રતિષ્ઠામાં વધારો થાય.
મીન (દ,ચ,ઝ,થ)
આજે સ્વાસ્થ્યની કાળજી લેશો. તળેલી અને કફકારક પદાર્થો ખાવાનું ટાળવું. આજે નાણાંકીય અછતનો અનુભવ થઈ શકે છે. લાગણી પર કાબૂ રાખશો. જીવનસાથી કોઈ વાયદો પૂરો ના કરી શકે તો નારાજગી વ્યક્ત કરવી નહીં. વાતચીતમાં મીઠાસ રાખવી જરૂરી.
(આજનો Funrang જોક)
પકડું – જીવનમાં કેટલાંક લોકો આદુ જેવા હોય છે.
ટાઈગર – એટલે સમજાયું નહીં… આદુ જેવા એટલે?
પકડું – એને ટીપીએ પછી જ કામમાં આવે…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગેની માહિતી આપો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
#funrang #funrangnews #jyotish #rashifal #Bhavishya