(સચોટ જ્યોતિષીય માર્ગદર્શન અને ઉપાયો માટે સંપર્ક કરો.)
(જ્યોતિષાચાર્ય ડૉ. સંકેત પંડ્યા – 9825044244)
(નોંધઃ ચંદ્ર અનુસાર રાશિફળ)
? મેષ (અ,લ,ઈ) ?
આજે આપ તન – મનથી સ્વસ્થતા અનુભવી શકો છો. આસપાસના લોકો આપને પ્રોત્સાહિત કરી શકે છે. પિતા કે કોઈ વડિલની સલાહથી લાભ પ્રાપ્ત થાય. જીવનસાથી સાથે તાલમેલ બનાવવામાં તકલીફ પડી શકે છે.
? વૃષભ (બ,વ,ઉ) ?
આજે સકારાત્મક વિચારો આપના મન પર છવાયેલા રહેશે. સર્જનાત્મક વિચારોને કારણે લાભ પ્રાપ્ત થઈ શકે છે. સગાઓને કારણે હેરાનગતિ ભોગવવી પડી શકે છે. જીવનસાથી આજે આપના મનની વાત જાણી જશે.
? મિથુન (ક,છ,ધ) ?
આજે આશાવાદી બનીને વિશ્વાસ પ્રાપ્ત કરી શકશો. લાંબાગાળાના રોકાણ માટે આજનો દિવસ સારો છે. બાળકોને કારણે હેરાન થવું પડે તેવી શક્યતા છે. જીવનસાથી સાથે આનંદમય વાતાવરણ રહેશે.
? કર્ક (ડ,હ) ?
આજે ગળા કે કમરમાં દુઃખાવો રહી શકે છે. આજે આરામ કરવો જરૂરી જણાય છે. આર્થિક સ્તરે આનંદમય દિવસ રહેશે. કામકાજમાં આપની પ્રશંસા થાય. જીવનસાથી આજે નાની નાની વાતે ટોકી શકે છે.
? સિંહ (મ,ટ) ?
આજે ઘણાં લોકો આપની પ્રશંસા કરી શકે છે. નાણાંની આવન જાવન રહી શકે છે. મિત્ર તરફથી દગો પ્રાપ્ત થાય તેવી શક્યતા છે. મોબાઈલ – ટીવીમાં સમય બગડી શકે છે. જીવનસાથી નારાજ થવાની શક્યતા છે.
? કન્યા (પ,ઠ,ણ) ?
આજે પોતાની જાતની સુરક્ષા વિચાર્યા વગર કાર્ય કરશો તો સફળતા પ્રાપ્ત થઈ શકે છે. ગુસ્સા પર નિયંત્રણ રાખવું જરૂરી. સંબંધીઓ સાથે ચકમક ઝરી શકે છે. જીવનસાથી આજે આપને ખુશ રાખવા પૂરો પ્રયાસ કરશે.
? તુલા (ર,ત) ?
આજે કારણવગર બીજાની ભૂલો જોવાનું ટાળવું જરૂરી. આર્થિક સ્તરે લાભપ્રદ દિવસ રહી શકે છે. માતા – પિતાના સ્વાસ્થ્ય અંગે દોડધામ કરવી પડી શકે છે. જીવનસાથી સાથે વાદ વિવાદ થવાની શક્યતા છે.
? વૃશ્ચિક (ન,ય) ?
આજે દિવસભર ભારે દોડધામ કરવી પડી શકે છે. તન – મનથી સ્વસ્થતા અનુભવશો. આજે ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે. જીવનસાથીને કારણે કોઈ કામમાં અડચણ કે ગરબડ થાય તેવી શક્યતા જણાય છે.
? ધન (ભ,ફ,ઢ,ધ) ?
આજે આરામ કરવો જરૂરી છે. આર્થિક મુસીબતોનો સામનો કરવો પડી શકે છે. આજે કોઈપણ નિર્ણય કરતાં પહેલા અધિક વિચાર કરવો જરૂરી. જીવનસાથીની વાત નહીં સાંભળવાને કારણે ચકમક થઈ શકે છે.
? મકર (ખ,જ) ?
આજે આશાવાદી બનીને જીવનના ઉજ્જવળ પક્ષને જોવાનું જરૂરી. આજે જૂની ઉઘરાણી પ્રાપ્ત થાય તેવી શક્યતા છે. પરિવારજનો સાથે મહત્વનો સમય વિતશે. જીવનસાથીનાં મતનું ધ્યાન રાખીને આનંદ મળે.
? કુંભ (ગ,શ,ષ,સ) ?
આજે આપ કારણવગર ખર્ચા કરીને પોતાની વાહવાહી પ્રાપ્ત કરવાના મૂડમાં હશો. આજે નાની નાની વાતો પર ગુસ્સો આવી શકે છે. વેપાર ધંધામાં સારું કાર્ય કરી શકો છો. જીવનસાથી મ્હેણાં મારી શકે તેવી શક્યતા.
? મીન (દ,ચ,ઝ,થ) ?
આજે આપની નિયત ખરાબ રહેવાને કારણે માનસિક તણાવ અનુભવી શકો છો. ઉધાર માંગનારને નજર અંદાજ કરવો. માતા – પિતા તરફથી ઠપકો પ્રાપ્ત થઈ શકે છે. જીવનસાથી સાથે મુશ્કેલીનો સામનો કરશો.