(સચોટ જ્યોતિષીય માર્ગદર્શન અને ઉપાયો માટે સંપર્ક કરો.)
(જ્યોતિષાચાર્ય ડૉ. સંકેત પંડ્યા – 9825044244)
? મેષ (અ,લ,ઈ) ?
આજે વધારે પડતું હરવું ફરવું પડી શકે છે. આજે કિમતી ચીજવસ્તુઓની વિશેષ કાળજી રાખવી જરૂરી. સ્વચ્છન્દતાને કારણે હેરાન થવું પડી શકે છે. આજે જીવનસાથી તરફથી પૂરતી હૂંફ પ્રાપ્ત થાય તેવી શક્યતા.
? વૃષભ (બ,વ,ઉ) ?
આજે આપે કરેલા રોકાણ ભવિષ્યમાં સારું ફળ આપશે. આજે ખોટું બોલવાને કારણે કોઈ નજીકની વ્યક્તિ દુઃખી થાય. સોશિયલ મિડીયા પર સમય વધુ સમય વિતે. સામાજીક કાર્યોમાં સહભાગી થાવ તેવી સંભાવના છે.
? મિથુન (ક,છ,ધ) ?
આજે રમત – ગમતમાં ભાગ લઈ શકો તેવું સ્વાસ્થ્ય રહેશે. કોઈ નજીકની વ્યક્તિની સલાહ પર કામ કરવાથી હેરાન થવું પડી શકે છે. કાર્યક્ષેત્રમાં આજે આપને સહકર્મીઓનો સહકાર પ્રાપ્ત ઓછો મળે. દિવસ મધ્યમ રહે.
? કર્ક (ડ,હ) ?
આજે નાણાં ભીડનો અનુભવ કરવો પડી શકે છે. કોઈ મિત્ર કે સગાં પાસે ઉધાર માંગો તેવી શક્યતા છે. બોલવામાં ખૂબ જ કાળજી રાખવી જરૂરી. માતા – પિતાની સલાહ વગર કોઈ મહત્વનું કાર્ય ના કરવું.
? સિંહ (મ,ટ) ?
આજે વાહન ચલાવતી વખતે વિશેષ કાળજી રાખવી. આર્થિક દ્રષ્ટિએ દિવસ સારો રહેશે. ધાર્મિક સ્થળ કે સંતની મુલાકાત થાય. નવા વિચારો ફાયદાકારક નિવડશે. જીવનસાથી આજે પ્રેમમાં તરબોળ કરી દેશે. શુભ દિવસ.
? કન્યા (પ,ઠ,ણ) ?
આજે લાંબા સમયથી હેરાન કરતી બિમારીમાંથી છુટકારો પ્રાપ્ત થાય. નાંણાને લગતી કોઈ બાબતમાં રાહત પ્રાપ્ત થાય. પ્રિયજનોની ઇમાનદારી પર શક કરવાનું ટાળવું. મનોરંજનમાં કિંમતી સમય વેડફી શકો છો.
? તુલા (ર,ત) ?
આજે આપને અચાનક નાણાંની જરૂરીયાત ઉભી થઈ શકે છે. માતા – પિતાના સ્વાસ્થ્ય અંગે ચિંતા થાય તેવી શક્યતા. આજે આપને કોઈ વિજાતીય પાત્ર મુર્ખ બનાવી શકે છે. જીવનસાથી સાથે બહુ વિચારીને ચર્ચા કરવી.
? વૃશ્ચિક (ન,ય) ?
આજે પરિવારજનો સાથે ક્યાંક હરવા ફરવાની યોજના બનાવી શકો છો. આજે કોઈને ઉધાર આપવું નહીં. આપના કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થાય તેવી વ્યક્તિઓને મળવાનું થાય. જીવનસાથી દિલ ખોલીને વાત કરશે.
? ધન (ભ,ફ,ઢ,ધ) ?
આજે તન – મનથી આનંદ અનુભવી શકશો. આર્થિક સ્તરે મજબૂતી પ્રાપ્ત કરશો. આજે કોઈ દેણદાર નાણાં પરત આપી શકે છે. નવા ગ્રાહકો સાથે વાત કરવા માટે ઉત્તમ દિવસ. જીવનસાથીનું વિશિષ્ટ સ્વરૂપ જોશો.
? મકર (ખ,જ) ?
આજે ખોટી ચિંતાઓ મન પર હાવી થઈ શકે છે. પોતાની જાત પર ભરોસો કરશો તો રસ્તો જરૂર પ્રાપ્ત થશે. ધન હાનિની શક્યતા. પરિવારજનો સાથે ચકમક ઝરી શકે છે. જીવનસાથી આપને શાંત કરવામાં સમર્થ થાય.
? કુંભ (ગ,શ,ષ,સ) ?
આજે લાંબી યાત્રા પર જવાનું બને ત્યાં સુધી ટાળવું. આજે નાણાં હાથમાંથી સરકી જશે. ઘરમાં કોઈ ફેરબદલ કરતાં પહેલાં પરિવારજનોની સલાહ જરૂર લેવી. જીવનસાથી સાથે કોઈ રોમાંચક કાર્ય કરી શકો છો.
? મીન (દ,ચ,ઝ,થ) ?
આજે ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યો કરવામાં પરોવાઈ શકો છો. મિત્રો કે સંબંધી તરફથી કોઈ ગિફ્ટ મળી શકે છે. ભાગીદારીના કાર્યમાં હેરાનગતિ ભોગવી શકો છો. જીવનસાથી આજે આપના પર ધ્યાન નહીં રાખે.