(સચોટ જ્યોતિષીય માર્ગદર્શન અને ઉપાયો માટે સંપર્ક કરો.)

(જ્યોતિષાચાર્ય ડૉ. સંકેત પંડ્યા – 9825044244)

આજે આપ ઉર્જાની ઉણપ અનુભવી શકો છો, નાની નાની વાતે ગુસ્સે થવાનું બની શકે છે. નાણાંનો ખોટો વ્યય થાય તેવી શક્યતા. પ્રતિસ્પર્ધામાં ઉતરશો તો અધિક પ્રયાસ કરવા પડી શકે છે. જીવનસાથી સાથે વિવાદ કરવો નહીં.

આજે આપ પોતાના રંગ – રૂપમાં સુધારો કરવાના પ્રયાસ કરી શકો છો. સગાસંબંધીઓ સાથે મળીને વેપાર કરતાં હોવ તો વિચારીને નિર્ણય લેવા. નવા મિત્રો બની શકે છે. પરિવારજનો આજે આપની વ્યસ્તતાથી નારાજ થઈ શકે છે.

આજે આર્થિક સ્તરે સુધારો શક્ય છે. પરિવારજનોની મરજી સમજીને એ પ્રમાણે વર્તશો. ભાઈ – બહેનો સાથે સારો સમય વિતી શકે છે. જીવનસાથી સાથે પ્રેમપૂર્વક વર્તાવ રહેશે. વડીલોનો અને સહકર્મીઓનો સહયોગ પ્રાપ્ત થાય.

આજે હરવા ફરવા જવાના યોગ સર્જાય. પિતાની સલાહને કારણે આજે કાર્યક્ષેત્રમાં લાભ પ્રાપ્ત થઈ શકે છે. પાડોશીઓ સાથે ઝગડો ટાળવો. મન શાંત રાખીને કાર્ય કરવું. જીવનસાથી સાથે સાંજનો સમય ખુબ આનંદદાયક રહેશે.

આજે આપનો સકારાત્મક અભિગમ અને આત્મવિશ્વાસથી આસપાસના લોકોને પ્રભાવિત કરી શકો. બેન્કને લગતી લેવડ દેવડમાં ખાસ કાળજી રાખવી જરૂરી. આજે ઘરમાં કોઈ જૂની વસ્તુ મળી શકે છે. જીવનસાથી સાથે મનમેળ રહેશે.

આજે તન – મનની શાંતિ પ્રાપ્ત કરવા ધ્યાન – યોગનો સહારો લઈ શકો છો. માતા પક્ષ તરફથી લાભ પ્રાપ્ત થાય તેવી શક્યતા. મિત્રો સાથે સાંજના સમયે હરવા ફરવા જવાનું થઈ શકે છે. જીવનસાથી સાથે સોહાર્દસભર સમય વિતશે.

આજે લાંબા સમયથી ચાલતી આર્થિક તંગીમાંથી છુટકારો પ્રાપ્ત થઈ શકે છે. ઘરમાં થોડોક તણાવ રહી શકે છે. કાર્યક્ષેત્રે કોઈ સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. જીવનસાથી આજે આપના મનને ખૂબ સારી રીતે સમજીને વર્તન કરશે.

આજે આપના મન પર નકારાત્મક અભિગમ રહેશે. મન પર ચિંતાના વાદળો છવાયેલા રહી શકે છે. આપનો અડીયલ સ્વભાવ ઘરના લોકોનું મન દુઃખાડી શકે છે. જીવનસાથી સાથે હસી મજાક કરશો. દિવસ એકંદરે મધ્યમ રહેશે.

આજે આપ મુસીબતમાં ફસાયેલા કોઈ વ્યક્તિની મદદ કરી શકો છો. આજે અજાણ્યા સ્રોતથી નાણાંકીય લાભ પ્રાપ્ત થાય. જીવનસાથી આજે આપના પર વિશેષ ધ્યાન રાખશે. સાંજના સમયે મિત્રો સાથે હરવા ફરવા જઈ શકો છો.

આજે મિત્રો તરફથી કોઈ વિશેષ પ્રશંસા પ્રાપ્ત થાય. વધારાના નાણાંનું રિયલ એસ્ટેટમાં રોકાણ લાભદાયક રહેશે. કામકાજનું આજે અધિક ભારણ રહી શકે છે. જીવનસાથી આજે ઓછી વાત કરીને શાંતિ જાળવી રાખશે.

આજે અણછાજતાં વિચારો મનમાં ઘેરાયેલા રહી શકે છે. લાંબા સમયને ધ્યાનમાં રાખી રોકાણ કરી શકશો. બાળકો સાથે સમય વિતાવશો. જીવનસાથી આજે આપનાં પ્રત્યે ઓછું ધ્યાન રાખે તેવી શક્યતા છે. દિવસ એકંદરે મધ્યમ રહેશે.

આજે સ્વાસ્થ્ય સારું રહેશે. આપના આત્મવિશ્વાસમાં વધારો થશે. આજે કોઈને ઉધાર આપવું નહીં. કોઈ સગા તરફથી અચાનક કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. સેમિનાર કે ચર્ચામાં ભાગ લઈ શકો છો. જીવનસાથી તકરાર કરી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *