(જ્યોતિષાચાર્ય ડૉ. સંકેત પંડ્યા – 9825044244)
શારિરીક ક્ષમતા અધિક કાર્ય કરવાને બદલે પૂરતો આરામ કરવો જરૂરી. માતૃપક્ષ એટલે કે મામા કે નાની તરફથી આર્થિક લાભ થાય તેવા પ્રબળ યોગ. પરિવારજનો સાથે સામાજીક પ્રસંગમાં ભાગ લઈ શકો. વેપાર – ધંધામાં ભાગીદાર તરફથી સહયોગ પ્રાપ્ત થાય.
ઘરની જરૂરતને ધ્યાનમાં રાખી જીવનસાથી સાથે કોઈ ચીજવસ્તુ ખરીદવી પડી શકે છે. જેના કારણે બજેટ ખોરવાઈ શકે. પરિવારજનો સાથે મતભેદને કારણે માનસિક શાંતિ ભંગ થઈ શકે. વિજાતીય પાત્રો આપની તરફ આકર્ષાય તેવી શક્યતા. મધ્યમ દિવસ રહે.
આજે આપ દરેક કાર્ય ઉર્જા સાથે કરી શકશો. નાણાંકીય ભીંસ અનુભવી શકો. સગાસંબંધીઓના સહકારથી માનસિક ભારણ હળવું થાય. ગુસ્સા પર નિયંત્રણ રાખવું જરૂરી. જીવનસાથીના સ્વાસ્થ્ય અંગે દોડધામ કરવી પડી શકે છે. જૂના મિત્રને મળી શકશો.
નકારાત્મક વિચારો આજે આપના પર હાવી રહી શકે છે. દાન – પુણ્યના કાર્યમાં સહભાગી થઈને માનસિક શાંતિ પ્રાપ્ત કરી શકો. ઘરના લગતાં કોઈ કામમાં સમય આપવો પડે. કરીયર અંગેની સમસ્યામાં માતા – પિતાની સલાહ ઉપયોગી સાબિત થાય.
કમર અને ગળામાં દુઃખાવો હેરાન કરી શકે. આજે આરામ કરવો જરૂરી છે. આજે કોઈપણ વ્યક્તિને આર્થિક મદદ કરવી નહીં. કામમાં ધીમી પ્રગતિને કારણે થોડું માનસિક ભારણ અનુભવી શકો. આપની છુપી ખાસીયતના ઉપયોગથી આનંદ પ્રાપ્ત કરી શકશો.
દોડધામભર્યો દિવસ હોવા છતાં આપનું સ્વાસ્થ્ય સારું રહેશે. ઝડપથી પૈસા કમાવવાની ઇચ્છા આજે તિવ્ર બને. ત્રાહિત વ્યક્તિની દખલને કારણે પ્રિયજન સાથે વિખવાદ થઈ શકે. ભાગીદારીમાં કરાયેલા કામમાં ફાયદો પ્રાપ્ત થાય. દિવસ શુભ રહેશે.
દિવસ વ્યસ્તતાભર્યો રહેશે. ધનને લગતા મામલાનું આજે સમાધાન પ્રાપ્ત થાય. પરિવારજનો સાથે વાતચિતમાં એક એક શબ્દ તોલી તોલીને બોલવો. જીવનસાથીને કારણે આપની કોઈ યોજના કે કાર્યમાં વ્યવધાન ઉત્પન્ન થઈ શકે છે પરંતુ ધીરજથી કામ લેવું.
આકસ્મિક નફો કે સટ્ટાને કારણે આર્થિક હાલત સુદ્રઢ થાય. પ્રિયજનને એવો કોઈ વાયદો ના કરવો જે આપ પૂરો ના કરી શકતાં હોવ. વ્યવસાય સંબંધી અચાનક યાત્રા કરવી પડી શકે છે. જીવનસાથી આપની સાથે આજે મન ખોલીને વાત કરી શકે છે.
આપના નમ્ર સ્વભાવની પ્રશંસા થાય. જે જાતકે અજાણ્યા વ્યક્તિની સલાહથી રોકાણ કર્યું હશે તેમને આજે લાભ પ્રાપ્ત થવાની શક્યતા. જૂના પરીચિતોને હળવા મળવામાં અને જૂના સંબંધો તાજા કરવા માટે સારો દિવસ છે. આજે હરવા – ફરવા માટે જાવ તેવી શક્યતા.
આજે કામકાજમાંથી સમય કાઢીને પરિવારજનો સાથે સમય વ્યતિત કરવો આનંદદાયક રહશે. વ્યવસાયને લગતી મિટિંગમાં વધુ પડતું બોલવાનું ટાળવું આપના માટે હિતાવહ રહેશે. જીવનસાથીના કોઈ કામથી આપ નારાજ થઈ શકો છો. મધ્યમ દિવસ.
આપની નકારાત્મક ભાવનાઓ અને વૃત્તિઓ પર અંકુશ રાખશો. આજે મીઠ્ઠીવાણીથી કોઈને છેતરવાનો પ્રયાસ કરવો નહીં. ઘરમાં પૂજા – પાઠ કે હવનનું આયોજન થાય. જીવનસાથીનો આજે પૂરો સહયોગ પ્રાપ્ત ના થાય. વ્યવસાયિક બાબતોમાં ગૂંચવાયેલા રહી શકો છો.
ખાન – પાન પર નિયંત્રણ નહીં રાખો તો આજે ત્રાસ ભોગવવો પડી શકે છે. નાની – નાની વાતમાં રોકટોક કરવાને કારણે ઘરમાં કંકાશ થઈ શકે છે. આ રાશિના જાતકોએ આજે પોતાની જાતને સમજવામાં સમય વ્યતિત કરવો જરૂરી છે. કાર્યોમાં વિઘ્ન આવી શકે છે.
? (ઓફિસ ભાડે – વેચાણ) ?
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. સંપર્ક – 91736 11111
? (સંપર્ક) ?
સામાજીક – ધાર્મિક કાર્યક્રમની માહિતી આપવા માટે સંપર્ક કરો 9978918796 અથવા funrangnews@gmail.com પર મેઈલ કરો
? (WhatsApp Group Link) ?
Funrang newsના વોટ્સએપ ગૃપમાં જોડાવા માટે આ લિન્ક પર ક્લિક કરો. https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz જેમને વોટ્સએપ ગૃપમાં એડ કરવા હોય એમને ન્યૂઝ ફોરવર્ડ કરો.