(સચોટ જ્યોતિષીય માર્ગદર્શન અને ઉપાયો માટે સંપર્ક કરો.)
(જ્યોતિષાચાર્ય ડૉ. સંકેત પંડ્યા – 9825044244)
(નોંધઃ ચંદ્ર અનુસાર રાશિફળ)
? મેષ (અ,લ,ઈ) ?
બીજાની સફળતાને પ્રોત્સાહિત કરીને આનંદ પ્રાપ્ત કરી શકો છો. આજે બને ત્યાં સુધી કોઈને પણ નાણાં ઉધાર આપવા નહીં. માતા – પિતાના આર્શિવાદથી નવા કાર્યો સાકાર કરશો. જીવનસાથી આજે ખુશ રાખશે.
? વૃષભ (બ,વ,ઉ) ?
આજે ગુગલીયા જ્ઞાનને આધારે કે પોતાની જાતે પોતાનો ઉપચાર કરવાનું ટાળવું. શેર – સટ્ટામાં નુકસાન થઈ શકે છે. પરિવારજનો સાથે મતભેદ થવાની શક્યતા છે. જીવનસાથી આજે નારાજ થઈ શકે છે.
? મિથુન (ક,છ,ધ) ?
આજે કોઈપણ નિર્ણય ઉતાવળે કે આવેશમાં આવીને કરવો નહીં. વેપાર – ધંધામાં લાભ થવાની શક્યતા. આજે આસપાસના લોકોને પ્રભાવિત કરી શકો છો. જીવનસાથીના પ્રેમથી તમામ તકલીફોનું નિવારણ થઈ જશે.
? કર્ક (ડ,હ) ?
આજે આપ ભરપૂર આશાવાદી રહેશો. ખર્ચા પર કાબૂ રાખવાનો પ્રયાસ કરવો જરૂરી. હરવા ફરવા જવાના વિચારો મન પર છવાયેલા રહી શકે છે. જીવનસાથીની તબિયતને કારણે દોડધામ કરવી પડી શકે છે.
? સિંહ (મ,ટ) ?
આજે જૂની વાતોને લઈને ભાવુક થઈ શકો છો. આજે પરિવારજનોની કોઈ સલાહને કારણે માનસિક તાણમાં રાહત પ્રાપ્ત થશે. વેપાર – ધંધામાં લાભ. જીવનસાથી તરફથી પૂર્ણ સહકાર પ્રાપ્ત થશે.
? કન્યા (પ,ઠ,ણ) ?
આજે આપ જીવનને મઝાથી જીવી લેવાના મૂડમાં હશો. મનમાં ઝડપથી નાણાં કમાઈ લેવાના વિચારો છવાયેલા રહેશે. દાન – દક્ષિણા કરશો. જીવનસાથી સાથે વાદ – વિવાદ કરવાનું ટાળવું જરૂરી છે.
? તુલા (ર,ત) ?
આજે કોઈ જૂની બિમારીમાંથી છુટકારો પ્રાપ્ત થશે. એન્ટિંક ચીજવસ્તુમાં કરેલું રોકાણ આજે લાભ પ્રાપ્ત કરાવે. આપનો મજાકીયો સ્વભાવ લોકપ્રિયતા અપાવશે. વૈવાહિક જીવનનો આજે ભરપૂર આનંદ પ્રાપ્ત કરી શકશો.
? વૃશ્ચિક (ન,ય) ?
આજે સ્વાસ્થ્ય નરમ ગરમ રહેવાને કારણે અસહજતા અનુભવી શકો છો. આજે નાણાંની બચત કરવાના વિચારો આવી શકે છે. સગાં – સંબંધીઓ સાથે ઉત્તમ સમય વિતે. જીવનસાથી સાથે મન ખોલી શકો છો.
? ધન (ભ,ફ,ઢ,ધ) ?
આજે ધીરજ રાખવી જરૂરી, કારણકે સમજદારી અને પ્રયત્નોથી સફળતા પ્રાપ્ત થશે. જરૂરત કરતાં વધુ ખર્ચ કરવાનું ટાળવું. સામાજીક પ્રસંગોમાં હાજરી આપી શકો છો. જીવનસાથી આજે અત્યંત આનંદ આપશે.
? મકર (ખ,જ) ?
આજે મિત્રોના કારણે આપ દુઃખી થઈ શકો છો, જોકે તમારે શાંત રહેવું જરૂરી છે. બીજાની વાતોમાં દખલ કરવાનું ટાળવું જરૂરી. આજે ભાગ્યનો સાથ પ્રાપ્ત થશે. જીવનસાથી ખુશ કરવાનો પ્રયત્ન કરી શકે છે.
? કુંભ (ગ,શ,ષ,સ) ?
આજે સ્વાસ્થ્ય સારું રહેશે. બપોર બાદ આર્થિક સ્તર પર સુધારો આવી શકે છે. કોઈપણ યોજનાના તમામ પાસાઓ તપાસવા જરૂરી. આજે આપ વાયદો પૂરો નહીં કરી શકો. જીવનસાથી સાથે કચકચ થઈ શકે છે.
? મીન (દ,ચ,ઝ,થ) ?
આજે કોઈ સમસ્યામાંથી છુટકારો પ્રાપ્ત કરી શકો છો. ભાગીદારીવાળા વ્યવસાયમાં નુકસાન થવાની શક્યતા છે. માનસિક ઉથલ પાથલનો સામનો કરવો પડી શકે છે. જીવનસાથીની તબિયત નરમ ગરમ રહી શકે છે.