(સચોટ જ્યોતિષીય માર્ગદર્શન અને ઉપાયો માટે સંપર્ક કરો.)
(જ્યોતિષાચાર્ય ડૉ. સંકેત પંડ્યા – 9825044244)
? મેષ (અ,લ,ઈ) ?
આજે લોકો આપના વાણી – વર્તનથી આકર્ષિત થઈ શકે છે. આવકમાં વૃદ્ધિ થાય તેવી શક્યતા. ધાર્મિક કાર્યોમાં સમય વિતે. આજે ઘરમાંથી કોઈ જૂની ચીજવસ્તુ મળવાથી આનંદમાં વધારો થાય.
? વૃષભ (બ,વ,ઉ) ?
આજે દિવસભર વ્યસ્તતા જણાય. નાણાંકીય બાબતો તેમજ કોર્ટ કચેરીની સમસ્યાઓમાંથી છૂટકારો પ્રાપ્ત થાય. પ્રિયજન આજે કોઈ વસ્તુની માગણી કરી શખે છે. રચનાત્મક કાર્યો કરવા માટે ઉત્તમ દિવસ.
? મિથુન (ક,છ,ધ) ?
આજે આપની ધીરજની પરીક્ષા થાય. પરિવારજનોની જરૂરીયાતોનું આજે ધ્યાન રાખી શકશો. વેપાર – ધંધામાં જેને દુશ્મન ગણતાં હતાં એ આજે મિત્ર સાબિત થાય. જીવનસાથી સાથે સંઘર્ષ ટાળવો જરૂરી.
? કર્ક (ડ,હ) ?
આજે રિફ્રેશ થવા માટે પૂરતો આરામ લેવો જરૂરી. કોઈ મિત્રની મદદથી આર્થિક લાભ થાય તેવી શક્યતા. આજે ગુસ્સા પર નિયંત્રણ રાખશો. જીવનસાથી આજે આપના મનમાં ચાલતી મથામણ સમજી જશે.
? સિંહ (મ,ટ) ?
આજે આપે પૂરતો આરામ કરવો જરૂરી રહે. બેન્કને લગતાં કાર્યોમાં સાવધાન રહેવું. પરિવારજનો આપના સકારાત્મક અભિગમથી પ્રભાવિત થાય. જીવનસાથી સાથે આત્મિયતાપૂર્ણ વાતો કરી શકશો.
? કન્યા (પ,ઠ,ણ) ?
આજે આપનો દિવસ આનંદ ભર્યો રહેશે. નાણાંની બચત અંગે આપ વિચાર કરશો. બાળકોને કારણે હેરાનગતિ ભોગવવી પડી શકે. પોતાની ભૂલોનો આજે આપ સ્વિકાર કરશો તો રાહત પ્રાપ્ત થશે.
? તુલા (ર,ત) ?
આજે આપ માનસિક રીતે ઉદ્વેગ અનુભવી શકો છો. તણાવથી બચવા માટે મિત્રોની સલાહ લેવી જરૂરી. આર્થિક દ્રષ્ટિએ મધ્યમ દિવસ. જીવનસાથી આજે આપને કોઈ સરપ્રાઈઝ આપી શકે છે.
? વૃશ્ચિક (ન,ય) ?
આજે ધાર્મિક ભાવનાઓ આપના મન મગજ પર છવાયેલી રહેશે. લાંબા ગાળાના રોકાણ માટે આજનો દિવસ ઉત્તમ રહે. કરીયર બાબતે આજે આપ થોડા ચિંતીત રહી શકો છો. આજે કોઈ જૂનો મિત્ર આનંદ આપે.
? ધન (ભ,ફ,ઢ,ધ) ?
આજે જીવનસાથી સાથે પારિવારિક સમસ્યાઓ અંગે ચર્ચા કરી શકશો. બાળકોને કારણે ઘરમાં ખુશનુમા વાતાવરણ રહેશે. અચાનક આજે ધનલાભ થાય. મિત્રો સાથે નકારાત્મક વિચારધારા ટાળવી.
? મકર (ખ,જ) ?
આજે આપે પરિવારજનો સાથે સમય વિતાવીને આરામ કરવો જરૂરી છે. આજે નાણાંની બચત કરવા સક્ષમ બની શકશો. આજે કોઈની સાથે મજાક મસ્તી કરવાનું ટાળવું. જીવનસાથી ગુસ્સામાં રહી શકે છે.
? કુંભ (ગ,શ,ષ,સ) ?
આજે આપના પર કામનું અધિક ભારણ રહી શકે છે. આજે કોઈ નાની બાબત મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે. ભાગીદારીની તકો સર્જાય. જીવનસાથી આપના માટે સુખદ યોજનાને આકાર આપી શકે છે.
? મીન (દ,ચ,ઝ,થ) ?
આજે લાંબા ગાળાથી ચાલી આવતી કોઈ બિમારીમાંથી છૂટકારો પ્રાપ્ત થઈ શકે. બીજાને પ્રભાવિત કરવાની આપની ક્ષમતા આજે બળવતર રહેશે. જીવનસાથી આપની નાની ભૂલને મોટું સ્વરૂપ આપી શકે છે.