રાશિફળ,આજનો દિવસ,મેષ,કન્યા,સિંહ,તુલા,વૃષભ,મીન

રાશિફળ,આજનો દિવસ,મેષ,કન્યા,સિંહ,તુલા,વૃષભ,મીન

 ➡ વિક્રમ સંવત 2078 પોષ સુદ – ચોથ

 ➡ આજની ચંદ્ર રાશિ – કુંભ

મેષ (અ,,ઈ)

આજના દિવસે લોકો સાથેની વાતચીતમાં વાણીમાં મીઠાશ રાખવી જરૂરી. ઘર અથવા તો કાર્ય સ્થળ પર મતભેદ ટાળવા માટે સારા શ્રોતા બનવું જરૂરી. આજે મિત્રો પ્રત્યે અધિક ભાવુકતા રહેશે. આજે પ્રિયજન સાથે હરવા ફરવાના યોગ સર્જાય. નાણાંકીય ખોટના પણ યોગ છે માટે સાવધાન રહેવું.

વૃષભ (બ,,ઉ)

આજે આપના કાર્યોમાં અણધાર્યા વિઘ્ન હેરાન કરી શકે છે. પરિવારજન, પરિચિત કે મિત્ર દ્વારા આપની પાસે નાણાં ઉધાર માંગવામાં આવી શકે છે. આજે ધન, આભૂષણ સહિતના કિંમતી સામાનની ખાસ દેખરેખ રાખશો. ભાઈ – બહેનોની સમસ્યાઓનું સમાધાન પ્રાપ્ત કરવામાં આપને જીવનસાથીની મદદ મળી રહેશે.

મિથુન (ક,,ધ)

આજે આપને કાર્યમાં સારી તક પ્રાપ્ત થઈ શકે છે. આપના નિર્ણય અને યોજનાઓ વિશે પરિવારજનો સાથે ચર્ચા કરશો, તો નવો માર્ગ મળી શકે. આર્થિક તંગીનો અનુભવ કરી શકો છો. નવા લોકોને મળવું આપના માટે લાભદાયક સાબિત થઈ શકે છે. આજે કોઈ મહત્વનો નિર્ણય લેવો નહીં. એકંદરે, આજનો દિવસ મધ્યમ રહેશે.

કર્ક (ડ,હ)

આજે આપ પોતાનો લાભ જોયા વગર દાન – પુણ્ય કે પરોપકારના કામોમાં પરોવાયેલા રહી શકો છો. સ્વાસ્થ્યની કાળજી લેશો અને વિવાદથી દૂર રહેવું જરૂરી. સારા વિચારો અને સારા કાર્યોથી એક સારા વ્યક્તિ તરીકેની છાપ બનાવી શકશો. તાજેતરમાં બનેલી કોઈ સ્વજનનાં દેહાંતની ઘટના આપને આજે દુઃખી કરી શકે છે.

સિંહ (મ,ટ)

આજે આપ ભાગ્યશાળી રહેશો. દોસ્ત અને દુશ્મન વચ્ચેની ભેદરેખા સમજવાનો પ્રયાસ કરશો. જેને આપની જરૂર હોય એવાં સંબંધીઓને સમય આપી શકશો. વ્યક્તિત્વ, ઉત્સાહ અને દ્રઢ સંકલ્પથી આપ લોકોના દીલ જીતી શકશો. જીવનસાથી તેમજ શુભ ચિંતકો સાથે વાત કરવાથી નવા વિચારો આવી શકે છે જે લાભદાયક રહેશે.

કન્યા (પ,,ણ)

આજે ઉપરી અધિકારી આપની કૂટનિતીક કૌશલ અને બૌદ્ધિક શક્તિને જાણશે. તેનું પ્રોત્સાહન કરશે. સમજદારી પૂર્વક નાણાંનું રોકાણ કરશો. મિત્રો અને પરિવારજનો સાથે આનંદ ઉલ્લાસમાં દિવસ વિતાવશો. નવા પ્રયોગ કરવા માટે આજનો દિવસ સારો છે. આજે આપ એવાં વ્યક્તિ વિશે વિચારવું શરૂ કરો, જેના જેવું આપ બનવા માંગો છો.

તુલા (ર,ત)

કોઈ નવી જગ્યાએ હરવા ફરવાનું અથવા તો એકાંતમાં રહેવાનું આજે આપને પસંદ પડશે. કાર્ય સારી રીતે સંપન્ન થવાથી પોતાની જાતને ભાગ્યશાળી માનશો. મહત્વાકાંક્ષા પર નિયંત્રણ રાખશો. ઈર્ષ્યા, ઘૃણા, દ્વેષ અને હિંસાની ભાવનાઓને કાબૂમાં રાખવી જરૂરી. કોઈ લાંબી યાત્રા અથવા વિદેશ યાત્રાનું આયોજન આજે થઈ શકે છે.

વૃશ્ચિક (ન,ય)

સ્વાસ્થ્ય અંગેની ચિંતાને કારણે આપ ડૉક્ટરને મળવા જઈ શકો છો. ખોટું કરવાની વૃત્તિ ટાળશો. ઘરમાં થોડો ખટરાગ રહી શકે છે. શાંત રહેવું જરૂરી છે. પિતા અથવા કોઈ વડીલ વ્યક્તિ સાથે મતભેદ થવાની શક્યતા છે. આપની ક્ષમતાઓથી જરૂરીયાતમંદને મદદ કરવાથી માનસિક શાંતિ પ્રાપ્ત થાય. સકારાત્મક રહેવું જરૂરી છે.

ધન (ભ,,,ધ)

આપના નિર્ણયો અંગે વધુ એકવાર વિચાર કરવો જરૂરી, જીવનસાથી અથવા તો મિત્રો પાસેથી સલાહ લેશો તો રસ્તો મળશે. આજનો દિવસ ધન સંબંધિત યોજનાઓમાં વ્યતીત થાય. કાયદાકીય મામલાઓમાં આપને લાભ પ્રાપ્ત થવાના યોગ. નજીકના લોકો સાથે એક નાની યાત્રાનું આયોજન થઈ શકે છે.

મકર (ખ,જ)

આપ પોતાને ભૂતકાળના નકારાત્મક વિચારોમાં ખોવાયેલા અનુભવ કરશો. કોઈ સંબંધી શક્ય કોઈ અંકલ આપના મનમાં હોઈ શકે. અથાગ મહેનત કરીને કાર્યમાં આવનારી મુશ્કેલીઓમાંથી માર્ગ મેળવી શકશો. ઉધાર નાણાં ચુકવવા તેમજ નવું પ્રશિક્ષણ મેળવવા માટે સારો દિવસ. દિનચર્યામાં પરિવર્તન કરવાથી લાભદાયક સિદ્ધ થાય.

કુંભ (ગ,,,સ)

આજે કોઈક કારણોસર આપનું મન ખિન્ન રહી શકે છે. દુઃખની પરિસ્થિતિમાંથી બહાર નિકળવા માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે. ઉતાવળમાં નિર્ણયો લેવાનું ટાળશો. રચનાત્મક શોખનો આનંદ લઈ શકો છે. વાહન ચલાવતી વખતે ખાસ સાવધાન રહેવું. સ્વાસ્થ્યની કાળજી લેવી. આજનો દિવસ આપના માટે મિશ્ર ફળદાયી રહેશે.

મીન (દ,,,થ)

આજે પરિવારમાં વિવાદ ઉત્પન્ન થાય તો તમારે શાંતિ નિર્માતા તરીકેની ભૂમિકા ભજવવી પડશે. અંતર આત્માનો અવાજ સાંભળીને આગળ વધશો તો લાભ મળશે. પોઝિટીવ વિચારો કરવા જરૂરી છે, નેગેટીવ વિચારોથી ચિંતામાં વધારો થઈ શકે છે. જીવનસાથી સાથે સમય વિતાવવાથી આપને રાહતનો અનુભવ થઈ શકે છે.

રાશિફળ,આજનો દિવસ,મેષ,કન્યા,સિંહ,તુલા,વૃષભ,મીન

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગેના વિડીયો – ફોટોગ્રાફ્સ સાથેની માહિતી નીચેના નંબર પર વ્હોટ્સેપ કરો.)

9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz

#funrang #funrangnews #jyotish #rashifal #Bhavishya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *