(જ્યોતિષાચાર્ય ડૉ. સંકેત પંડ્યા – 9825044244)

(જ્યોતિષને લગતાં સચોટ ફળકથન માટે સંપર્ક કરો.)

કોઈની સાથે મતભેદ થવાને કારણે મન વ્યથિત રહી શકે છે. આજે આપના દેણદાર માંગ્યા વગર નાણાં પરત કરી શકે છે. પરીવારજનો સાથે કોઈપણ મુદ્દે ચર્ચા કરવાનું ટાળવું. શક્ય હોય તો આજે બાગ – બગીચામાં જઈને એંકાતમાં સમય વ્યતિત કરવો.

આજે ધીરજ રાખીને સમજદારીપૂર્વક કાર્ય કરશો તો કામકાજમાં સફળતા મળશે. પૈસા આવશે અને ખર્ચાઈ જશે. પરિવારજનો આપના માટે સકારાત્મક વિચાર ધરાવશે. પહેલી દ્રષ્ટિનો પ્રેમ થવાની શક્યતા છે. હવાઈ કિલ્લા બનાવવાને બદલે વાસ્તવિક થવું જરૂરી.

આજે પોતાની બિમારી અંગે વધુ ચર્ચા કરવાનું ટાળવું હિતાવહ રહેશે. સ્વાસ્થ્યમાં સુધાર માટે ધ્યાન – યોગનો સહારો ઉત્તમ રહેશે. આજે આપની પ્રિયજનની આંખમાં કોઈ ખાસ વાત જોવા મળશે. એના પર ધ્યાન આપવું. કોઈ જૂના રોકાણમાં નુકસાન પ્રાપ્ત થશે.

આપનો સ્પષ્ટ અને નિડર અભિગમ આપના મિત્રને આહત કરી શકે છે. આજે માતા – પિતાના સ્વાસ્થ્ય અંગે ચિંતા ઉદ્ભવી શકે છે. આજે નવી જાણકારી પ્રાપ્ત કરવામાં સમય આપશો તો એ લાભકારક રહી શકે છે. જીવનસાથી સાથે સમય સારો વિતે.

સૌને મદદ કરવાની આપની ઇચ્છા આજે આપને થકવી નાંખશે. પરિવારજનો સાથે મળીને આપ કોઈ ભવિષ્યની યોજના બનાવી શકો છો. આપની તકલીફ દૂર કરવામાં મિત્ર મદદ કરી શકે છે. કામ પ્રત્યેની આપની નિષ્ઠા અને સમર્પણની પ્રશંસા પ્રાપ્ત થાય.

આજે આપ કોઈ મિત્ર કે પરિવારજનની મદદ કરી શકશો. આપને જણાવ્યા વગર દેણદાર ખાતામાં નાણાં જમા કરાવી શકે છે. ભરપૂર ઉર્જા અને ઉત્સાહ સાથે સકારાત્મક વિચારધારાથી આપ દિવસભર આનંદ પ્રાપ્ત કરી શકશો. મિત્રો સાથે વિવાદ ટાળવો.

આજે આપનું કોઈ મોટું સ્વપ્ન હકીકતમાં રૂપાંતરીત થઈ શકે છે. જોકે, ઉત્સાહ પર નિયંત્રણ રાખશો. વેપાર – ધંધામાં લાભ પ્રાપ્ત થવાના યોગ. ઘરની કોઈ બાબત અંગે કલહ થવાની સંભાવના છે માટે મૌન રાખવું હિતાવહ. વરિષ્ઠોની મદદ લેવી જરૂરી.

આજે ગુસ્સા પર ખૂબ જ નિયંત્રણ રાખવું જરૂરી. રોકાણની યોજનાઓ લોભામણી લાગશે પરંતુ ખૂબ વિચાર કર્યા બાદ જ એમાં પડવું. ઘરની કોઈ સમસ્યાને કારણે કામકાજમાં આપનો જીવ ચોંટે નહીં. આપને હાનિ પહોંચાડી શકે તેવા ભાગીદારો – કર્મચારીઓ પર ધ્યાન રાખશો.

આજે આપ ઉત્સાહસભર હશો. રમત – ગમતમાં ભાગ લઈ શકો છો. રિયલ એસ્ટેટમાં રોકાણ ફાયદાકારક નિવડે. બહાદૂરીભર્યા નિર્ણય આપના હિતમાં રહે. આજે આપ લોકોથી દૂર એકાંતમાં સમય વિતાવવાનું ઇચ્છી શકો છો. જીવનસાથી સાથે આત્મિય વાતચીત થાય.

આજે ધ્યાન – યોગમાં સમય વિતાવવો આપના માટે હિતકર રહેશે. યાત્રા – પ્રવાસ આપને થકવી નાંખશે પરંતુ આર્થિક રીતે લાભકારક નિવડી શકે. આત્મવિશ્વાસમાં વૃદ્ધિને કારણે સફળતા પ્રાપ્ત કરી શકો છો. એવી વ્યક્તિ સાથે મુલાકાત થાય જેની સાથે ભૂતકાળમાં વિવાદ થયો હતો.

આજે આવકના નવા સ્રોત મળી શકે છે. મિત્રો અને પરિવારજનો સાથે સમય વ્યતિત કરવો આનંદદાયક નિવડશે. પ્રેમમાં નિરાશા પ્રાપ્ત થાય. કાર્યક્ષેત્રે નવા દરવાજા ખુલતાં હોય તેવી અનુભૂતિ થાય. કોઈના પ્રભાવમાં આવીને જીવનસાથી આપની સાથે ઝગડી શકે.

આજે ધન લાભની શક્યતા જણાય છે પરંતુ આપના ગુસ્સાવાળા સ્વભાવને કારણે પગ પર કૂહાડી મારો તેવી સંભાવના. આજે ના બોલ્યામાં નવગુણ આ ઉક્તિને અનુસરશો તો રાહત મળે. થોડાક પ્રયત્નથી જીવનસાથી સાથે ઉત્તમ દિવસ પસાર કરી શકશો.

? (ઓફિસ ભાડે – વેચાણ) ?

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. સંપર્ક – 91736 11111

? (સંપર્ક) ?

સામાજીક – ધાર્મિક કાર્યક્રમની માહિતી આપવા માટે સંપર્ક કરો 9978918796 અથવા funrangnews@gmail.com પર મેઈલ કરો

? (WhatsApp Group Link) ?

Funrang newsના વોટ્સએપ ગૃપમાં જોડાવા માટે આ લિન્ક પર ક્લિક કરો. https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz જેમને વોટ્સએપ ગૃપમાં એડ કરવા હોય એમને ન્યૂઝ ફોરવર્ડ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *