(સચોટ જ્યોતિષીય માર્ગદર્શન અને ઉપાયો માટે સંપર્ક કરો.)
(જ્યોતિષાચાર્ય ડૉ. સંકેત પંડ્યા – 9825044244)
(નોંધઃ ચંદ્ર અનુસાર રાશિફળ)
? મેષ (અ,લ,ઈ) ?
આજે તન – મનથી આળસનો અનુભવ કરી શકો છો. કોઈ સંબંધીને કારણે કાર્યક્ષેત્રે સારું કાર્ય થઈ શકે છે. કલા અને રંગમંચ સાથે સંકળાયેલા જાતકોને પ્રતિભા બતાવવાનો મોકો મળે. વાંચનમાં સમય વિતાવી શકો.
? વૃષભ (બ,વ,ઉ) ?
આજે તન – મનથી સ્વસ્થતા અનુભવશો. લઘુ ઉદ્યોગ સાથે સંકળાયેલા જાતકોને આર્થિક લાભ થઈ શકે છે. પિતાની સાથે ચર્ચા કરવાનું ટાળવું જરૂરી. સાંજનો સમય પરિવાર અને જીવનસાથી સાથે વિતાવી શકો છો.
? મિથુન (ક,છ,ધ) ?
આજે ભાઈ – બહેન તરફથી નાણાં માંગવામાં આવી શકે છે. જૂની વાતોને છોડીને આગળ વધવાનો વિચાર કરી શકો છો. આજે સ્વાસ્થ્ય સુધારવા વિચારો કરશો. જીવનસાથી સાથે આત્મિયતા પ્રાપ્ત થવાની શક્યતા.
? કર્ક (ડ,હ) ?
આજે ખાન – પાનમાં વિશેષ કાળજી રાખવી આપના માટે હિતાવહ રહેશે. મનોરંજનના કાર્યોમાં જરૂર કરતાં અધિક નાણાં ખર્ચાઈ જશે. વિચારીને વાત કરવી. જીવનસાથી નાની વાતને મોટું સ્વરૂપ આપી શકે છે.
? સિંહ (મ,ટ) ?
આજે કોઈ મેળાવડા કે પાર્ટીમાં કોઈ મહત્વની વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે. લાંબા ગાળાથી અટકેલી કોઈ યોજના પૂરી કરી શકો છો. આજે મન પ્રમાણેનું કામ ના પણ કરી શકો. જીવનસાથી સાથે ચર્ચા કરી શકશો.
? કન્યા (પ,ઠ,ણ) ?
આજે આરામ કરવો જરૂરી છે. ઘરમાં વડિલો તરફથી નાણાંની બચત અંગે સૂચના મળી શકે છે. પ્રિયજનના કડવા શબ્દો મન દુઃખી કરી શકે છે. જીવનસાથીની કોઈ ભૂલના કારણે આપને શરમ અનુભવવી પડી શકે છે.
? તુલા (ર,ત) ?
આજે શેરબજારમાં પૈસા રોકવા નહીં. મિત્રો અને પરિવારજનો સાથે સારો સમય વિતે. કોઈની પણ સાથે ખોટા વિચારો સાથે વ્યવહાર ના કરવો. જીવનસાથી આજે આપના પ્રત્યે શુષ્ક વર્તન દાખવી શકે છે.
? વૃશ્ચિક (ન,ય) ?
આજે તન – મનથી ઉત્તમ અનુભુતી પ્રાપ્ત કરશો. કોઈની પણ ઉપર પોતાના વિચારો થોપવાનું આજે ટાળવું જરૂરી. ધીરજના ફળ મીઠાં છે એ વાત સમજાય. જીવનસાથી સાથે મન ખોલીને વાત કરી શકો તેવી શક્યતા.
? ધન (ભ,ફ,ઢ,ધ) ?
આજે જમીન કે કોઈ પ્રોપર્ટીમાં રોકાણ કરવું ભવિષ્યમાં ઘાતક સાબિત થાય તેવી શક્યતા. મિત્રો કે અંગત લોકો સાથે સમય વિતાવવો ગમશે. આજે એકાંતમાં સમય વિતાવશો. જીવનસાથી મઝાની પળો વિતાવી શકો છો.
? મકર (ખ,જ) ?
આજે આપના મન પર નાણાંની બચત અંગેના વિચારો છવાયેલા રહેશે. પરિવારજનો કે જીવનસાથીને કારણે તાણનો ભોગ બનવું પડી શકે છે. આજે શક્ય હોય ત્યાં સુધી મૌન રાખવું આપના માટે હિતાવહ જણાય છે.
? કુંભ (ગ,શ,ષ,સ) ?
આજે ઘર – પરિવારને લગતાં પ્રશ્નોને કારણે માનસિક અશાંતિ ભોગવવી પડી શકે છે. આજે દરેક ડગલું ખૂબ વિચારીને વધારવું, દિલથી નહીં પણ મગજથી વિચારવું. જીવનસાથી મનદુઃખી કરી શકે તેવી શક્યતા છે.
? મીન (દ,ચ,ઝ,થ) ?
આજે મિત્રો સાથે સારો સમય વિતે. લોકોની વચ્ચે હસી હસીને વાતો કરશો પરંતુ આપના મનમાં કોઈ દુઃખ શૂળની માફક ખૂંચે તેવી શક્યતા. આજે જીવનસાથી આપની દરેક બાબતોને માફ કરીને પ્રેમપૂર્વક વર્તશે.