(સચોટ જ્યોતિષીય માર્ગદર્શન અને ઉપાયો માટે સંપર્ક કરો.)
(જ્યોતિષાચાર્ય ડૉ. સંકેત પંડ્યા – 9825044244)
(નોંધઃ ચંદ્ર અનુસાર રાશિફળ)
? મેષ (અ,લ,ઈ) ?
આજે આપ આત્મવિશ્વાસ સાથે પ્રગતિના પંથ પર આગળ વધી શકશો. નાણાંની અછતને કારણે કોઈ કાર્ય અધુરુ રહે તેવી શક્યતા. આજે એકાંતમાં સમય વિતાવવાનું પસંદ કરશો. જીવનસાથી સાથે ઉત્તમ સમય વિતે.
? વૃષભ (બ,વ,ઉ) ?
આજે કામકાજ માટે અધિક દોડધામ કરવી પડી શકે છે. આર્થિક સ્તરે રાહત રહેશે. સંબંધીઓ કે મિત્રો તરફથી કોઈ ભેટ સોગાદ પ્રાપ્ત થાય. આજે મિત્રો સાથે દિલ ખોલીને વાત કરી હળવાશ અનુભવી શકો તેવી શક્યતા.
? મિથુન (ક,છ,ધ) ?
આજે હરવા ફરવામાં આનંદ પ્રાપ્ત કરશો. આજે અણધાર્યા ખર્ચા કરવા પડી શકે છે. આજે આપના મનની વાત આસપાસના લોકો સમજશે નહીં જેથી હેરાન થવું પડે. કોઈની દખલથી જીવનસાથી સાથે તકરાર થાય.
? કર્ક (ડ,હ) ?
આજે આપે પોતાના તુંડમીજાજી સ્વભાવ પર નિયંત્રણ રાખવું જરૂરી. નાણાંના રોકાણ માટે સારો દિવસ. પરિવારજનો સાથે સારો એવો સમય વિતાવી શકો છો. જીવનસાથીનું આંતરીક સૌંદર્ય આજે જોવા મળી શકે છે.
? સિંહ (મ,ટ) ?
આજે શારીરિક – માનસિક લાભ માટે ધ્યાન કરવું જરૂરી છે. બપોર બાદ નાણાંકીય લાભ થવાની શક્યતા છે. આજે કોઈ જૂની ચીજવસ્તુ મળવાથી ખુશ થઈ શકો છો. જીવનસાથી સાથે હૃદયથી ચર્ચા કરીને મઝા મળશે.
? કન્યા (પ,ઠ,ણ) ?
આજે કોઈ એવી વ્યક્તિની મુલાકાત થાય જે આપને આર્થિક રીતે મજબૂત થવાની મહત્વની સલાહ આપે. ભરપૂર રચનાત્મક વિચારો અને ઉત્સાહ સાથે કાર્યો કરી શકશો. જીવનસાથી સાથે કચકચ થાય તેવી શક્યતા.
? તુલા (ર,ત) ?
આજે આપે આરામ કરવો જરૂરી. આજે આર્થિક દ્રષ્ટિએ લાભ થાય તેવી શક્યતા. અન્ય વ્યક્તિની દખલને કારણે કામમાં અડચણ અનુભવી શકો છો. જીવનસાથીની તબિયતને કારણે ચિંતા અનુભવી શકો તેવી શક્યતા.
? વૃશ્ચિક (ન,ય) ?
આજે વ્યર્થ ચિંતાને કારણે આપ માનસિક વ્યગ્રતા અનુભવી શકો છો. નાણાંકીય બાબતો અંગે તકરાત થવાની શક્યતા જણાય છે. આજે બાળકો માટે સમય કાઢવો જરૂરી. જીવનસાથી આપને હેરાન કરી શકે છે.
? ધન (ભ,ફ,ઢ,ધ) ?
આજે નફરતની ભાવના મુશ્કેલી આપી શકે છે. આજે રાતે કોઈ ધનલાભ થાય તેવી શક્યતા. બાળકો તરફથી આનંદ પ્રાપ્ત થાય. મિત્રો સાથે હરવા ફરવા જશો. જીવનસાથી આજે કોઈ મહત્વની ચર્ચા કરી શકે છે.
? મકર (ખ,જ) ?
આજના દિવસે નકારાત્મકતાને ત્યજી દેવી જરૂરી છે. આજે કોઈને ઉધાર નાણાં આપવાનું ટાળવું. મિત્રો સાથે આજે તકરાર થાય તેવી શક્યતા જણાય છે. જીવનસાથી આજે આપનું વિશેષ ધ્યાન રાખશે.
? કુંભ (ગ,શ,ષ,સ) ?
આજે કોઈ ઇલેક્ટ્રોનિકનો સામાન બગડવાને કારણે નાણાં ખર્ચવા પડી શકે છે. આપના જ્ઞાનને કારણે અન્ય લોકો પ્રભાવિત થઈ શકે છે. કોઈ નાની અમથી વાતે જીવનસાથી સાથે તકરાર થાય તેવી શક્યતા જણાય છે.
? મીન (દ,ચ,ઝ,થ) ?
આજે કામકાજમાંથી દૂર રહી આરામ કરવો જરૂરી જણાય છે. લાંબા સમયથી આર્થિક તંગી અનુભવતાં જાતકોને રાહત પ્રાપ્ત થાય. આજે કોઈની મજાક કરવાનું ટાળવું. જીવનસાથી સાથે ખટ પટ થાય તેવી શક્યતા છે.