➡ વિક્રમ સંવત 2078 પોષ સુદ – છઠ

 ➡ આજની ચંદ્ર રાશિ – મીન

મેષ (અ,,ઈ)

આજના દિવસે હરવા ફરવાને કારણે આપને લાભ પ્રાપ્ત થઈ શકે છે. જીવનશૈલીમાં સુધારો લાવવો જરૂરી છે. અસુરક્ષાની ચિંતા તન – મનથી હેરાન કરી શકે છે. આજે બીજા કોઈની બાબતમાં દખલ કરવાનું ટાળશો. પ્રિયજનને આજે ફોન નહીં કરીને હેરાન કરી શકો છો. મુશ્કેલીમાંથી રસ્તો કાઢી શકશો.

વૃષભ (બ,,ઉ)

કંઈક રચનાત્મક કાર્ય કરવા માટે રોજીંદા કાર્યોમાંથી સમય કાઢી શકશો. માતાની બિમારીને કારણે હેરાનગતિ થઈ શકે છે. ઘરને લગતું રોકાણ આપને ફાયદાકારક રહી શકે છે. વિવાહોત્સુક લોકો માટે આજે માંગા આવી શકે છે. આજે સહકર્મીઓને સીધો જવાબ આપશો, વાંકો જવાબ આપવાથી માથાકૂટ થઈ શકે છે.

મિથુન (ક,,ધ)

ક્ષણિક આવેશમાં આજે કોઈપણ કાર્ય કરવું નહીં. ખર્ચો કરતી વખતે બહુ વિચાર નહીં કરો તો ખાલી ખિસ્સાએ ઘરે પધારશો. અન્ય લોકોની દખલગીરીને કારણે જીવનસાથી સાથે ચકમક ઝરી શકે છે. ગેરસમજ થવાના આજે યોગ છે માટે વિચારીને બોલવું હિતાવહ. આજે છેલ્લી ઘડીએ તમારા નિર્ણયમાં ફેરફાર આવશે.

કર્ક (ડ,હ)

આજનો દિવસ મોજમસ્તી કરવાનો અને આનંદમય રીતે પસાર કરવાનો છે. જે લોકોના વિચાર મૌલિક હોય એમની સલાહ લઈને નાણાંનું રોકાણ કરશો તો ફાયદાકારક રહેશે. પ્રિય વ્યક્તિની વાતો પ્રત્યે સંવેદનશીલ રહેવું જરૂરી છે. આજે એવી ઘણી બાબતો થશે કે જેની તરફ ધ્યાન રાખવું જરૂરી છે.

સિંહ (મ,ટ)

આપનો રૂશ્ક સ્વભાવ મિત્રોને હેરાન કરી શકે છે. બોલતી વખતે અને વિત્તીય લેવડ દેવડ ખાસ સાવધાની રાખવી જરૂરી છે. ઘર પર આજે મહેમાનોની આગમન આનંદીત કરી શકે છે. આપના મનમોજીલા સ્વભાવ પર નિયંત્રણ જરૂરી છે. કાયદાકીય સલાહ લેવા માટે આજનો દિવસ શુભ છે.

કન્યા (પ,,ણ)

આજે અનેક પ્રકારના વિઘ્નોનો સામનો કરવો પડી શકે છે, માટે મનને શાંત રાખવું અત્યંત જરૂરી છે. ખાસ કરીને પોતાના ગુસ્સા પર કાબૂ રાખશો. ગુસ્સાને કારણે આપ પોતાના નજીકના લોકોને જ દુઃખી કરી શકો છો. સાંજના સમયે ખરીદી કરવામાં વ્યસ્ત રહી શકો છો. આજે પોતાના ચીજવસ્તુની ખાસ કાળજી રાખશો.

તુલા (ર,ત)

આપની આસપાસ છવાયેલા ધુમ્મસના વાદળો વિખરવાનો આજે સમય છે. આર્થિક સોદાબાજી કરતી વખતે ઉતાવળે નિર્ણય ના લેશો. આજે કોઈ બહુ નજીકનો વ્યક્તિ ગજબ મૂડમાં હશે, આપ એને સમજી નહીં શકે. આજે આપની મુલાકાત કોઈ એવાં મિત્ર સાથે થશે જે આપને સારી રીતે સમજે છે.

વૃશ્ચિક (ન,ય)

આજે શારીરિક સમસ્યાને કારણે ડૉક્ટરને મળવા જવાનું થાય તેવી શક્યતા છે. બીજાને પ્રભાવિત કરવા મટે જરૂર કરતાં વધુ ખર્ચો કરવો નહીં. કામકાજનું ભારણ ઘરમાં લાવવું નહીં. મોટા ઉદ્યોગપતિ સાથેની ભાગીદારી ફાયદાકારક નિવડશે. હિતશત્રુઓ આપના માટે અફવા ફેલાવી શકે છે.

ધન (ભ,,,ધ)

આપની બૌદ્ધિક ક્ષમતા આજે તમારી કમજોરીઓ સાથે લડવામાં સહાયભૂત થઈ શકે છે. સકારાત્મક વિચાર કરીને જ આપ સમસ્યાનું સમાધાન મેળવી શકશો. સટ્ટેબાજીથી ફાયદો થઈ શકે છે. આજે લોકો આપની એ પ્રશંસા કરશે જે આપ સાંભળવા માંગો છો. ભાગીદારીના કામો પૂરા કરી શકો છો.

મકર (ખ,જ)

લાભ પ્રાપ્ત કરવા માટે વડીલ વ્યક્તિની સલાહ લેવી જરૂરી. મજાકીયાવૃત્તિ પર નિયંત્રણ રાખશો અને મનોરંજન પાછળ સમય અને નાણાંનો વ્યય થઈ શકે છે. કોઈ મિત્ર આપનો કિંમતી સમય વેડફી શકે છે. આજે કોઈને વાયદો કરતાં પહેલાં બહુ વિચારશો. સકારાત્મક વિચારધારા રાખશો તો શાંતિ રહેશે.

કુંભ (ગ,,,સ)

અસુરક્ષાની ભાવના આપના મનને ઘેરી વળશે. ઘરેલુ સુખ – સુવિધા માટે અધિક ખર્ચ થઈ શકે છે. આજે ઓફિસમાં વધારે સમય વિતાવશો તો ગૃહસ્થજીવનમાં વિખવાદ થઈ શકે છે. લોકો આજે આપની સલાહ માંગશે અને વિચાર્યા વિના એનું પાલન પણ કરી શકે છે. તમારા શબ્દો અને કાર્ય પર ધ્યાન આપશો.

મીન (દ,,,થ)

આજે ભૂતકાળમાં કરેલી ભુલો આપની માનસિક શાંતિ હણી શકે છે. આજે પોતાની જાતને એકલા અનુભવશો. સાચા – ખોટાનો નિર્ણય કરી નહી શકે. મહત્વની વાત કરતી વખતે મન મગજ ખુલ્લુ રાખશો. આજે શરૂ કરવામા આવેલું કાર્ય ભવિષ્યમાં સંતોષજનક પરિણામ આપશે.

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગેના વિડીયો – ફોટોગ્રાફ્સ સાથેની માહિતી નીચેના નંબર પર વ્હોટ્સેપ કરો.)

9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz

#funrang #funrangnews #jyotish #rashifal #Bhavishya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *