(સચોટ જ્યોતિષીય માર્ગદર્શન અને ઉપાયો માટે સંપર્ક કરો.)
(જ્યોતિષાચાર્ય ડૉ. સંકેત પંડ્યા – 9825044244)
? મેષ (અ,લ,ઈ) ?
આજે યાત્રા – પ્રવાસથી લાભ પ્રાપ્ત થશે. આજનો દિવસ વ્યસ્તતાભર્યો રહે તેવી પૂરી શક્યતા. આજે નાણાંનો વ્યય કરવો પડી શકે છે. બાળકોને કારણે હેરાન થવું પડી શકે છે. જીવનસાથી આપને સહકાર આપી શકે.
? વૃષભ (બ,વ,ઉ) ?
આજે રોકાણ કરવા માટે યોગ્ય દિવસ. ભાગીદારની વાત માનવામાં અડચણ અનુભવી શકો છો. સંતાનોને કારણે આનંદ પ્રાપ્ત થાય. આજે વાંચન મનને શાંતિ આપશે. જીવનસાથી નારાજ થાય તેવી શક્યતા છે.
? મિથુન (ક,છ,ધ) ?
આજે આપ દરેક વ્યક્તિ સાથે વિનમ્રતાપૂર્વક વર્તાવ કરશો. કોઈ જૂની બિમારી ઉથલો મારે તેવી શક્યતા છે. પરિવારજનોનો પૂરતો સહકાર પ્રાપ્ત થાય. જીવનસાથી તરફથી આજે પૂરતી હૂંફ પ્રાપ્ત થાય.
? કર્ક (ડ,હ) ?
આજે આપનો આકર્ષક વર્તાવ લોકોનું ધ્યાન આપની તરફ ખેંચશે. નાણાંની બચત કરવામાં સક્ષમ બની શકો છો. આજે વેપાર – ધંધામાં આપ કોઈ મહત્વનું પગલું ભરી શકો છો. જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત થાય.
? સિંહ (મ,ટ) ?
આજે કોઈની પણ સાથે ઝગડો કરવો નહીં. આજે મનપસંદ કાર્ય કરી શકશો. આજે કોઈ અંગત મિત્ર સાથે સુખદ સાંજ પસાર કરો તેવી શક્યતા. જીવનસાથી તરફથી અધિક પ્રેમ પ્રાપ્ત થાય તેવી પૂરી શક્યતા છે.
? કન્યા (પ,ઠ,ણ) ?
આજે આપે ખાવા – પીવામાં વિશેષ કાળજી રાખવી જરૂરી છે. આજે આપની કમ્યુનિકેશન સ્કિલથી લાભ પ્રાપ્ત થાય. જીવનસાથીની કોઈ ભૂલના કારણે આપની પ્રતિભાને આંચ આવે તેવી શક્યતા છે. દિવસ મધ્યમ રહેશે.
? તુલા (ર,ત) ?
આજે કારણવગર માનસિક તણાવને સામેથી આમંત્રણ આપશો. લાંબાગાળાનું રોકાણ આજે લાભ અપાવશે. મનોરંજનના કાર્યોમાં સમય વ્યતિત કરશો. પરિવારનો પૂરતો સાથ મળશે. જીવનસાથી સાથે આનંદ રહે.
? વૃશ્ચિક (ન,ય) ?
આજે એક એક રૂપિયો ખર્ચતા પહેલા પૂરતું ધ્યાન રાખવું જરૂરી છે. પરિવારજનો સાથે કોઈ વાતે મતભેદ થવાની શક્યતા છે. આજે આપ અન્ય વ્યક્તિઓની મદદ કરશો. ખોટી આદતો આપના પર આજે હાવી રહે.
? ધન (ભ,ફ,ઢ,ધ) ?
આજે આપે પૂરતો આરામ કરવો જરૂરી છે. માતા – પિતા કે વડીલ વ્યક્તિ નાણાંની બચત કરવા માટે સલાહ આપી શકે છે. આજે આપના પ્રેમને કોઈ વ્યક્તિ ખોટી રીતે લઈ શકે છે. જીવનસાથી સાથે તકરાર શક્ય છે.
? મકર (ખ,જ) ?
આજે ખોટા ખર્ચાઓ કરો તેવી શક્યતા જણાય છે. આજે આપનો સ્વભાવ થોડો ઉગ્ર રહી શકે છે. પ્રિયજનો સાથેની ચર્ચામાં ખોટો શબ્દ વાપરવો નહીં. જીવનસાથી આપની સાથે ઝગડો કરી શકે તેવી શક્યતા છે.
? કુંભ (ગ,શ,ષ,સ) ?
આજે ખૂબ અંગત વ્યક્તિઓ અથવા પરિવારજનો સાથે સમય વિતાવવો આપ પસંદ કરી શકો છો. નાણાંનું રોકાણ કરવાનું આજે શક્ય હોય તો ટાળવું. આપના તાબા હેઠળના કર્મચારીઓની સાથે પાર્ટી કરી શકો છો.
? મીન (દ,ચ,ઝ,થ) ?
આજે આપને પોતાની ભૂલો અંગેના વિચારો આવી શકે છે. ઘરમાં માતા – પિતા તરફથી ઠપકો પ્રાપ્ત થાય તેવી શક્યતા. આજે એકાદ ખોટા નિર્ણયને કારણે દિવસ બગડી શકે છે. જીવનસાથી દુઃખી કરી શકે છે.