➡ વિક્રમ સંવત 2078 પોષ સુદ – સાતમ

 ➡ આજની ચંદ્ર રાશિ – મીન

મેષ (અ,,ઈ)

આજે સ્વાસ્થ્ય સારું રહેશે. આર્થિક તંગીથી બચવા માટે નિયત બજેટથી વધારોનો ખર્ચો કરવો નહીં. આજે પરીવારજનો કહે એમ નહીં કરી શકો. આજે ચારેય તરફથી પ્રેમ પ્રાપ્ત કરી શકશો. વૈવાહિક જીવનમાં સૌથી વધુ આનંદદાયક પળ વિતાવી શકશો.

વૃષભ (બ,,ઉ)

આજે સ્વભાવમાં જડતા રાખશો તો હાની થઈ શકે છે. કોઈને કટું વચન બોલશો નહીં. કહેવાની જરૂર જણાય તો સભ્ય અને મીઠી વાણીથી વાત કરવી જરૂરી. રોકાણ કરતાં પહેલાં બધી વિગતો સંપૂર્ણ રીતે ચકાસી લેવી જરૂરી. આજે તમે ઓર્ડર આપવાના મૂડમાં હશો પણ એનાથી વિખવાદ વધશે. નવી યોજનામાં હાથ ના નાખવો.

મિથુન (ક,,ધ)

આજે આપનો સ્વભાવ બાળક જેવો ભોળો અને મજાકીયો રહેશે. આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે છે, જોકે, ખર્ચા પણ વધી શકે છે. સાંજનો સમય મિત્રો સાથે વિતાવી શકો છો. નોકરી – ધંધામાં સહકર્મીઓથી હેરાનગતિ ભોગવવી પડી શકે છે.

કર્ક (ડ,હ)

આજે આરામ કરવો જરૂરી છે. કામમાં વ્યસ્ત રહેવાને બદલે થોડો આરામ પણ કરશો. રોકાણની તેમજ ભવિષ્યની યોજના કોઈને કહેશો નહીં. રોજીંદા કાર્યોમાંથી પરીવાર માટે સમય કાઢશો તો આનંદ મળશે. વાહન ચલાવતી વખતે ખાસ કાળજી લેશો.

સિંહ (મ,ટ)

ઘણાં સમયથી આપ જે થાક અને તણાવ અનુભવી રહ્યા છો એમાંથી આજે રાહત પ્રાપ્ત કરી શકશો. મુસીબતોનાં કાયમી ઉકેલ માટે જીવનશૈલીમાં બદલાવ લાવવાનો સારો સમય છે. મિત્રોનું અહિત કરવાની વૃત્તિ ના રાખશો. આજે છુપો શત્રુ આપને ખોટો સાબિત કરવાનો ભરપૂર પ્રયાસ કરશે.

કન્યા (પ,,ણ)

મિત્રો – પાડોશીઓ સાથે ખુશી વહેચવાથી સ્વાસ્થ્યમાં સારું રહેશે. આર્થિક તંગીને કારણે કોઈ કામ અટકી શકે છે. જૂના મિત્રો મદદગાર અને સહયોગી સાબિત થઈ શકે છે. કોઈ સારા સમાચાર અથવા તો જીવનસાથી તરફથી મળેલાં સમાચાર આનંદ આપશે. યાત્રા સકારાત્મક પરિણામ આપશે.

તુલા (ર,ત)

આજે કામને બાજુ પર રાખી આરામ કરી તણાવ અને થાકમાંથી મુક્તિ મેળવી શકશો. કોઈ નજીકનાં સગાં અથવા મિત્ર તરફથી મળેલી સારી જાણકારીથી આપનો દિવસ શરૂ થશે. જીવનસાથીને પસંદ ના હોય એવા કપડાં આજે ના પહેરો, નહીંતર ખોટો વિખવાદ થઈ શકે છે.

વૃશ્ચિક (ન,ય)

આજે આપનો આત્મવિશ્વાસ ઉચ્ચસ્તરે રહેશે. ભવિષ્યને ધ્યાનમાં રાખીને રોકાણ કરી શકો છો. પરિવારના સભ્યો આજે આપને સમર્થન આપશે. કોઈ અન્ય વ્યક્તિની દખલને કારણે પ્રિયજન સાથે મતભેદ સર્જાઈ શકે છે. આજે બીજાની સલાહને ધ્યાનથી સાંભળશો તો લાભ થશે.

ધન (ભ,,,ધ)

આજે આપના મન પર મજાક મસ્તી અને ભોળપણ સવાર રહેશે. બીજાની વાત માનીને નાણાંનું રોકાણ કરશો તો નુકસાન થઈ શકે છે. આપનું સ્મિત જીવનસાથીની નારાજગી દૂર કરી દેશે. આજે કોઈપણ બાબતમાં સત્વરે નિર્ણય લેવો નહીં. દરેક કાર્યમાં પૂરી ચીવટ રાખશો.

મકર (ખ,જ)

આજે આપને થાકનો અનુભવ થઈ શકે છે. નાની – નાની વાતમાં દુઃખી થવાના યોગ છે. આજે સમજદારીપૂર્વક વર્તશો તો આનંદમય દિવસ પસાર કરી શકશો. બાળકોને લગતી સમસ્યાનું સમાધાન પ્રાપ્ત કરવામાં સમય વિતી શકે. ખોટા માર્ગ પર લઈ જનાર લોકો પર ધ્યાન રાખશો.

કુંભ (ગ,,,સ)

આજે નિરાશા મન પર છવાયેલી રહી શકે છે. આપનો વિશ્વાસ અને આશા જ આગળ વધવાનો માર્ગ બતાવી શકશે. આજે આપની સમક્ષ નવી નવી આર્થિક યોજનાઓ આવશે. સાંજના સમયે બાળકો સાથે મઝાનો સમય વિતશે. પોતાની વાતમાં મૌલિકતા રાખશો. બનાવટીપણું નુકસાન પહોંચાડી શકે છે.

મીન (દ,,,થ)

આજનો દિવસ આપના માટે ખાસ લાભદાયક રહેશે નહીં. નાણાંનો ખર્ચ થવાના યોગ છે. અણધાર્યું આકર્ષણ આપને વ્યથિત કરી શકે છે. પોતાના કામ અને શબ્દો પર ધ્યાન રાખશો કારણકે, આંકડાની માયાજાળ સમજવામાં તકલીફ થઈ શકે છે. રચનાત્મક કાર્યમાં મન પરોવશો તો શાંતિ મળશે.

 ➡ (દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

 ➡ (ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગેની માહીત આપો.)

9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.

 ➡ (ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *