(સચોટ જ્યોતિષીય માર્ગદર્શન અને ઉપાયો માટે સંપર્ક કરો.)

(જ્યોતિષાચાર્ય ડૉ. સંકેત પંડ્યા – 9825044244)

? મેષ (અ,,ઈ) ?

આજે માનસિક તણાવ આપે તેવી બાબતોથી આપે બચવું જરૂરી રહેશે. આજે આપની કોઈ કલ્પના સત્ય સાબિત થાય તેવી પૂરી શક્યતા. આજે કામકાજના ક્ષેત્રે વિવિધ તક પ્રાપ્ત થાય. જીવનસાથી સાથે દિવસ ખુશનુમા રહેશે.

? વૃષભ (બ,,ઉ) ?

આજે વેપાર ધંધામાં લાભ થવાની શક્યતા જણાય છે. આજે આપનું મન આધ્યાત્મીક વિચારોમાં પરોવાયેલું રહેશે. મનગમતું કામ કરી શકશો. સાસરી પક્ષ તરફથી કોઈ અશુભ સમાચાર પ્રાપ્ત થાય. જીવનસાથી આપને સમજશે.

? મિથુન (ક,,ધ) ?

આપનો સ્વભાવ આજે ઉદાર રહેશે. આર્થિક સ્તરે આજે આપને ખાસ્સી સફળતા પ્રાપ્ત થાય તેવી પૂરી શક્યતા છે. સાંજના સમયે આગંતુક મહેમાનોની ઘરે અવર જવર થાય. જીવનસાથી તકલીફમાંથી બહાર નિકળવામાં મદદ કરે.

? કર્ક (ડ,હ) ?

આજે દિવસભર ભારે દોડધામ રહી શકે છે. ગુસ્સા પર નિયંત્રણ રાખવું જરૂરી. આવક વધારવાના અન્ય સ્રોત પ્રાપ્ત થાય. પરિવારની જરૂરતો પર ધ્યાન આપી શકશો. વીમો – ટેક્સ વગેરેના કાર્યો કરવા પર આજે ધ્યાન આપી શકો.

? સિંહ (મ,ટ) ?

આજે શારીરિક રીતે અસ્વસ્થતા અનુભવી શકો છો. દાગીના કે એન્ટિક ચીજવસ્તુઓમાં રોકાણ ફાયદાકારક નિવડી શકે. આપનું સ્મિત પરિવારની તમામ ફરિયાદોનું નિરાકરણ લાવશે. બાળકો સાથે સમય વિતાવવાનું આજે ગમશે.

? કન્યા (પ,,ણ) ?

આજે સ્વાસ્થ્ય અંગે આપને ચિંતા રહી શકે છે. કોઈ અટકેલા કાર્યો અને ધન બાબતે મન ખચવાટ અનુભવી શકે છે. વ્યાવસાયિક મિટિંગમાં બોલ બચ્ચન કરવાનું ટાળવું જરૂરી. જીવનસાથી સાથે કોઈ નવી યોજનાની ચર્ચા કરશો.

? તુલા (ર,ત) ?

આજે આપ પોતાના રંગ રૂપમાં અલગ નિખાર લાવવાનો પ્રયાસ કરશો. મૌલિક વિચારો ધરાવતી વ્યક્તિની સલાહ પર રોકાણ કરશો તો લાભ પ્રાપ્ત થાય. પ્રિયજન સાથે આજે ચકમક ઝરે તેવી શક્યતા. ભાવનાઓ પર કાબૂ રાખવો જરૂરી.

? વૃશ્ચિક (ન,ય) ?

આજે તન – મનથી આહત રહી શકો છો. કોઈ પરિવારજનની પાછળ ખર્ચો કરવો પડી શકે છે. સહકર્મીઓનો આજે સારો સાથ પ્રાપ્ત થાય. આજે જીવનસાથી તરફથી આપને નકારાત્મક પ્રતિક્રિયા મળે તેવી શક્યતા જણાય છે.

? ધન (ભ,,,ધ) ?

આજે મિત્રો સાથે ક્યાંક હરવા ફરવા જાવ તો ખૂબ વિચાર કરીને ખર્ચ કરવો, નહિંતર ધનહાનિ થઈ શકે છે. શક્ય છે કે કોઈ આજે આપને પ્રેમનો પ્રસ્તાવ આપે. કાર્યક્ષેત્રે આપનો દિવસ શુભ રહેશે. જીવનસાથી આપને કોઈ ભેટ આપી શકે.

? મકર (ખ,જ) ?

આજે ગુસ્સાવાળા અને સ્વાર્થી વ્યક્તિથી બચવું, એના કારણે તણાવ પ્રાપ્ત થઈ શકે છે. સંતાન પક્ષ તરફથી આર્થિક લાભ થાય તેવી શક્યતા. પરિવારની જરૂરતો પૂરી કરી શકશો. જીવનસાથી આપની તકલીફોને સારી રીતે સમજશે.

? કુંભ (ગ,,,સ) ?

આજે કમિશન કે રોયલ્ટી દ્વારા ફાયદો પ્રાપ્ત થાય તેવી શક્યતા છે. આજે આપ લોકોના ધ્યાનનું કેન્દ્ર રહેશો. જૂની ભૂલોને ભૂલીને નવા વિચારો સાથે કાર્ય કરશો તો સફળતા પ્રાપ્ત થશે. જીવનસાથી સાથે સારો એવો સમય પસાર કરી શકો છો.

? મીન (દ,,,થ) ?

આજે ઘર – પરિવારમાં કોઈ નાનાં બાળકની તબિયતને કારણે હેરાન થવું પડી શકે છે. આજે આપે કોઈની પણ સાથે વાત કરતી વખતે વિચારીને શબ્દો બોલવા જરૂરી. આજે હરવા ફરવા જવાનું થાય તેવી શક્યતા,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *