➡ વિક્રમ સંવત 2078 પોષ સુદ – આઠમ

 ➡ આજની ચંદ્ર રાશિ – મીન (સવારે 8.48 સુધી) મેષ

મેષ (અ,,ઈ)

શારીરિક તંદુરસ્તી માટે ધુમ્રપાનની આદત છોડશો. અચાનક કોઈ નવા સ્રોતથી ધન પ્રાપ્ત થઈ શકે, જેના કારણે દિવસ આનંદમય વિતશે. આપની રચનાત્મકતાને કારણે ઘરનું વાતાવરણ સુખદ બનાવશે. પ્રિયજનની બીનજરૂરી માંગો પૂરી કરવાની જરૂર નથી. પરોપકાર કરી શકશો.

વૃષભ (બ,,ઉ)

આજે ક્યાંક અટકેલું ધન મળી શકવાથી આર્થિક હાલતમાં સુધારો થઈ શકે. પરિવાર સાથે સામાજીક કાર્યોમાં આનંદ પ્રાપ્ત કરી શકશો. આ રાશીના જાતકોને આજે લાંબી મુસાફરી કરવી પડશે, જે કષ્ટદાયક રહી શકે છે. આપની આકર્ષક વૃત્તિથી સારા પરિણામ પ્રાપ્ત કરી શકશો.

મિથુન (ક,,ધ)

આપના સ્વાસ્થ્યની કાળજી રાખશો. લાંબા સમયથી અટકેલાં ઉધાર આપેલાં નાણાં પરત મળી શકે છે. પ્રેમજીવનમાં આજનો દિવસ મુશ્કેલીભર્યો રહી શકે છે. કોઈની વાતો પર આંખો બંધ કરીને વિશ્વાસ કરવો નહીં. વાતની સત્યતાને પારખીને જ નિર્ણય કરવો.

કર્ક (ડ,હ)

આજે આઉટડોર રમતો તેમજ ધ્યાન – યોગમાં રત રહેવાથી ફાયદો થઈ શકે છે. શેર સટ્ટાથી લાભના યોગ છે. ભાઈ – ભાંડુ તરફથી અધિક મદદ પ્રાપ્ત થઈ શકે છે. ગેરસમજને કરાણે પ્રિયજન સાથે કચકચ થઈ શકે છે. કામની ચિંતા કર્યા વગર સમય કાઢીને આરામ કરવો જરૂરી.

સિંહ (મ,ટ)

આપની પાસેથી પરીવારજનોને ઘણી અપેક્ષાઓ છે, જેના કારણે સ્હેજ ગૂંગળામણ અનુભવી શકો છો. જીવનસાથી સાથે મતભેદ દૂર કરવાનો સારો સમય. આજે પોતાની ચીજવસ્તુઓની વિશેષ કાળજી રાખશો, અન્યથા ખોવાઈ કે ચોરી થવાની શક્યતાઓ છે.

કન્યા (પ,,ણ)

આજે આપની ઇચ્છા અને અન્ય લોકોની ઇચ્છાઓ વચ્ચે અસમંજસની સ્થિતિ સર્જાઈ શકે છે. તમારે એ કામ કરવું જોઈએ જે તમારો અંતરાત્મા કહે. લાંબાગાળાના રોકાણમાં આજે પડશો નહીં. બાળકો અને વડીલો પાછળ સારો એવો સમય વિતે. વાહન ચલાવતી વખતે ખાસ સાચવશો.

તુલા (ર,ત)

શારીરિક માનસિક લાભ માટે આજે ધ્યાન – યોગ અને આધ્યાત્મનો આસરો લેશો. હરવા ફરવા અને પૈસા ખર્ચવાના મૂડમાં હશો પરંતુ ખર્ચ પર કંટ્રોલ રાખવો જરૂરી. પરીવારની જવાબદારીઓ તરફ ધ્યાન આપવું જરૂરી. આજે યાત્રા – પ્રવાસની તક હાથમાંથી જવા દેવી નહીં.

વૃશ્ચિક (ન,ય)

આજે કોઈને નાણાં ઉધાર આપશો નહીં. આપના હિતશત્રુઓથી સાવધાન રહેવું જરૂરી. વ્યવસાયમાં નવા વિચારોનું પાલન ખુલ્લા મનથી કરવું જરૂરી. કામમાં રસ ઉત્પન્ન કરવા માટે મગજ શાંત રાખવું જરૂરી. વૈવાહિક જીવનમાં સર્જાયેલો વિવાદ ભવિષ્યમાં નકારાત્મક પરિણામ આપી શકે.

ધન (ભ,,,ધ)

આજે પોતાની જાત પર અધિક ભારણ નાંખશો નહીં, પૂરતો આરામ કરવો જરૂરી છે. કોઈ ઐતિહાસિક ઇમારત આસપાસ હરવા ફરવા જવાના યોગ છે. આજે અનુભવી લોકોની સલાહ લઈને કાર્ય કરવાથી લાભ પ્રાપ્ત થઈ શકશે. જીવન પ્રત્યે હકારાત્મક દ્રષ્ટિકાણો રાખવો જરૂરી.

મકર (ખ,જ)

આજે બોલતી વખતે કે નાણાંકિય લેવડ દેવડ કરતી વખતે અત્યંત સાવધાની રાખશો. પ્રેમની ભાવનાને સમજવાનો પ્રયાસ કરવો જરૂરી. આજે મિશ્ર દિવસ રહેશે. દિવસ ભરનો થાક અને કંટાળો સાંજના સમયે બાળકો સાથે વિતાવેલા સમયથી દૂર થશે. કોઈને વાયદો ના કરવો.

કુંભ (ગ,,,સ)

આજે નહીં ગમતાં વિચારોનું વાદળ આપના મન પર છવાયેલું રહેશે. શાંત અને તણાવમુક્ત રહેવાનો પ્રયાસ કરશો. નાણાંકિય અનિશ્ચિતતાને કારણે માનસિક તાણ રહી શકે. પરિવારજનો સાથે કોઈપણ પ્રકારનો વિવાદ કરવો નહીં. આજે કોઈની પર પણ આંખ બંધ કરી ભરોસો કરવો નહીં.

મીન (દ,,,થ)

આપનાં વાણી – વર્તનથી પરિવારજનો નારાજ થશે. માતા – પિતા સાથે કંકાશ થવાની શક્યતા છે. બોલતાં પહેલાં સો વાર વિચારવું જરૂરી. આપના કારણે પરિવારની પ્રતિષ્ઠાને આંચ આવી શકે છે. લોકો આપને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરશે, પરંતુ મહેનત કરવાથી જ સફળતા મળશે.

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગેની માહિતી આપો.)

9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz

#funrang #funrangnews #jyotish #rashifal #Bhavishya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *