(સચોટ જ્યોતિષીય માર્ગદર્શન અને ઉપાયો માટે સંપર્ક કરો.)
(જ્યોતિષાચાર્ય ડૉ. સંકેત પંડ્યા – 9825044244)
? મેષ (અ,લ,ઈ) ?
આજે આપના જીવનસાથીનાં સ્વાસ્થ્ય અંગે ચિંતા થઈ શકે છે. નાણાંકીય સમસ્યાઓ અંગે હેરાનગતિ સહન કરવી પડી શકે છે. મિત્રો અને પરિવારનો સહયોગ પ્રાપ્ત થશે. કોઈ ધાર્મિક સ્થળે હરવા ફરવા જવાની શક્યતા છે.
? વૃષભ (બ,વ,ઉ) ?
આજે ખાવા – પીવામાં સાવધાન રહેવું. બેદરકારીને કારણે બિમાર પડી શકો તેવી શક્યતા. ખાસ મિત્રો અને ભાગીદાર આપનાં વર્તનથી નારાજ થાય તેવી શક્યતા. સમય નહીં આપવાને કારણે અંગત વ્યક્તિ નારાજ થઈ શકે છે.
? મિથુન (ક,છ,ધ) ?
આજે આપ સ્ફૂર્તિ અનુભવશો. આર્થિક દ્રષ્ટિએ દિવસ મધ્યમ રહેશે. આજે ગુસ્સાને કારણે કોઈ અંગત વ્યક્તિની ભાવનાઓને ઠેસ પહોંચશે. અચાનક લાભ પ્રાપ્ત થાય તેવી શક્યતા. જીવનસાથીને વાગવાના યોગ છે.
? કર્ક (ડ,હ) ?
આજે આપની પાસે નાણાંની જરૂરીયાત પ્રમાણે મળી રહેવાથી માનસિંક શાંતિ પ્રાપ્ત થશે. આજે પરિવારજનો આપને પોતાની તકલીફો અંગે જણાવી શકે છે. જીવનસાથી આપના મનને પૂરી રીતે સમજે તેવી પૂરી શક્યતા.
? સિંહ (મ,ટ) ?
આજે રમત ગમતમાં ભાગ લેવાની જરૂરત છે. આજે નાણાંનું નુકસાન થાય તેવી શક્યતા છે. માતા – પિતાના ગુસ્સાનો શિકાર બની શકો છો. આજે મનમગજમાં નવા વિચારો છવાયેલા રહેશે. જીવનસાથી સાથે આનંદમય સમય વિતશે.
? કન્યા (પ,ઠ,ણ) ?
આજે સ્વાસ્થ્યની કાળજી રાખવી જરૂરી. લાંબા સમયને ધ્યાનમાં રાખી રોકાણ કરવું જરૂરી. આજે પહેલી નજરમાં કોઈની સાથે પ્રેમ થઈ શકે છે. જીવનસાથી આપની પ્રશંસા કરશે. યાત્રા – પ્રવાસમાં જાવ તો જરૂરી ચીજોનું ધ્યાન રાખવું.
? તુલા (ર,ત) ?
આળસને કારણે આજે કેટલાક કામ બગડી શકે છે. આજે સર્જનાત્મક કાર્યોમાં પોતાની જાતને વ્યસ્ત રાખી શકશો. આજે કોઈ છુપો વિરોધી આપને ખોટા સાબિત કરી શકે છે. પરિવારજનોની સમસ્યાઓમાં છૂટકારો પ્રાપ્ત થાય.
? વૃશ્ચિક (ન,ય) ?
આજે કોઈ જૂની વાતો આપને હેરાન કરી શકે છે. આજે કામનું ભારણ અધિક રહેવાથી ખિન્ન થઈ શકો છો. આજે રોજીંદા કાર્યોમાંથી પોતાના માટે સમય કાઢી શકશો. જીવનસાથી આજે ઘણાં સમય બાદ આપની પ્રશંસા કરી શકે છે.
? ધન (ભ,ફ,ઢ,ધ) ?
આજે દાંત કે પેટની સમસ્યાને કારણે હેરાન થવું પડી શકે છે. ડોક્ટરની સલાહ લેવી જરૂરી. એન્ટિકમાં રોકાણ ફાયદાકારક રહેશે. સાંજનો સમય મિત્રો સાથે વિતાવી શકો છો. આજે જીવનસાથી આપની કોઈ વાતે નારાજ થઈ શકે છે.
? મકર (ખ,જ) ?
આજે નાણાંકિય બાબતો અંગે સમાધાન પ્રાપ્ત થાય, અને નાણાં મળે તેવી શક્યતા. આપને કોઈ અંગત વ્યક્તિ તરફથી ભેટસોગાદ પ્રાપ્ત થાય. કામકાજ માટે મુસાફરી કરવી પડી શકે છે. જીવનસાથી સાથે સાચ્ચા પ્રેમનો અનુભવ થશે.
? કુંભ (ગ,શ,ષ,સ) ?
આજે તન – મનથી સ્વસ્થ રહેશો. મનમાં નાણાં કમાવવાની તીવ્ર ઇચ્છા રહી શકે છે. આજે કોઈ એવા વ્યક્તિને મળવાનું થાય જે આપના મનને સારી રીતે સમજતું હોય. યાત્રા – પ્રવાસના યોગ છે. જીવનસાથી સાથે સુખમય દિવસ વિતે.
? મીન (દ,ચ,ઝ,થ) ?
આજે આપે વડિલોની કાળજી લેવી પડે તેવી શક્યતા છે. આપના સંતાનને પુરસ્કાર પ્રાપ્ત થાય. મિત્રો તરફથી આજે પ્રશંસા પ્રાપ્ત થાય. આજે આપને અનુભવ થશે કે વિવાહના સંબંધ સ્વર્ગમાં બંધાતા હોય છે. એકંદરે દિવસ શુભ.