(સચોટ જ્યોતિષીય માર્ગદર્શન અને ઉપાયો માટે સંપર્ક કરો.)
(જ્યોતિષાચાર્ય ડૉ. સંકેત પંડ્યા – 9825044244)
? મેષ (અ,લ,ઈ) ?
આજે સ્વાસ્થ્ય સારું રહેશે. જીવનશૈલી બદલવા અંગેના વિચારો મનમાં છવાયેલા રહી શકે છે. પ્રેમની બાબતમાં આજે આપ ખોટા સાબિત થઈ શકો છો. જીવનસાથી સાથે આજે કોઈપણ પ્રકારનો વિવાદ ટાળવો જરૂરી.
? વૃષભ (બ,વ,ઉ) ?
આજે આપ તન – મનથી સ્વસ્થતા અનુભવી શકો છો. આજે કોઈની સલાહ વગર કોઈ કાર્ય કે રોકાણ કરવું નહીં. આજે જૂના મિત્રોની મુલાકાત થવાની શક્યતા. ખોટા વિચારો કરવામાં સમય વેડફાઈ શકે છે.
? મિથુન (ક,છ,ધ) ?
આજે આપ ઉર્જાસભર રહેશો, જોકે કામના ભારણને કારણે – દોડધામને કારણે આપ ખિન્ન રહી શકો છો. આજે લાંબાગાળાની યોજના માટેનો પ્રવાસ શુભ રહેશે. ઘણાં સમય બાદ સારી નિંદ્રા પ્રાપ્ત કરી શકો છો.
? કર્ક (ડ,હ) ?
આજે પરિવારજનોના સ્વાસ્થ્ય પાછળ નાણાંનો ખર્ચ થઈ શકે તેવી પૂરી શક્યતા. પૂરો વિચાર કર્યા વગર આર્થિક યોજનામાં આગળ વધવું નહીં. આજે આપ એકાંતમાં સમય વિતાવવાનું પસંદ કરી શકો છો.
? સિંહ (મ,ટ) ?
આજે સ્વાસ્થ્યની કાળજી લેવી જરૂરી. અગાઉ બચત કરેલાં નાણાં આજે કામ આવી શકે છે. ખોટા ખર્ચને કારણે જીવનસાથી નારાજ થઈ શકે છે. આજે થોડાક પ્રયત્ન કરવાથી વૈવાહિક જીવનનો ઉત્તમ દિવસ વિતશે.
? કન્યા (પ,ઠ,ણ) ?
આજે ખોટા વિચારોમાં, ભયને કારણે કે લાગણીવશ સ્વાસ્થ્ય બગડી શકે છે. પરિવારજનોનું મનદુઃખ ના થાય તેનું ધ્યાન રાખવાથી આનંદિત રહેશો. આજે લીધેલો નિર્ણય ભવિષ્ય માટે ફાયદાકારક નિવડશે.
? તુલા (ર,ત) ?
આજે આપ અન્ય લોકોને પ્રોત્સાહિત કરી શકો છો. ઉતાવળમાં લીધેલાં નિર્ણયો આપને વ્યથા પહોંચાડી શકે છે. ઘણાં મહિનાઓથી જે મિત્રને ના મળ્યા હોય એ આજે મળી શકે છે. જીવનસાથીની હૂંફ પ્રાપ્ત થાય.
? વૃશ્ચિક (ન,ય) ?
આજે આપે ઘણી બાબતોમાં સ્પષ્ટ વિચાર સાથે નિર્ણય લેવો પડી શકે છે. અણધાર્યા ખર્ચ કરવા પડે તેવાં યોગ છે. આજે પ્રિયજન કે જીવનસાથી તરફથી કોઈ આનંદદાયક સમાચાર પ્રાપ્ત થાય. જૂની યાદો તાજી થાય.
? ધન (ભ,ફ,ઢ,ધ) ?
આજે આપ સકારાત્મક વર્તન અને આત્મવિશ્વાસથી આસપાસના લોકોને પ્રભાવિત કરી શકો છો. લાંબાગાળાના રોકાણથી લાભ થાય. આજે પરિવાર અને પ્રિયજન સાથે અધિક સમય વિતાવી શકો છો.
? મકર (ખ,જ) ?
આજે આપનો પ્રબળ આત્મવિશ્વાસ રહેશે. વિદેશના વેપારથી ધન હાનિ થાય તેવી શક્યતા જણાય છે. આજે આપ પ્રેમનો એકરાર કરી શકો છો. આજે ઘરમાંથી કોઈ જૂની વસ્તુ મળવાથી ખુશ થઈ શકો છો.
? કુંભ (ગ,શ,ષ,સ) ?
આજે જીવનસાથી કે પરિવારજનની તબિયત બગડી શકે છે. રિયલ એસ્ટેટ અને નાણાંકીય લેવડ દેવડ માટે યોગ્ય દિવસ. આજે અન્ય લોકો આપના માટે શું વિચારે છે? એ અંગે આપ નિશ્ચિંત થઈને વર્તશો.
? મીન (દ,ચ,ઝ,થ) ?
કાર્યક્ષેત્રમાં વરિષ્ઠોના દબાણ અને ઘરમાં ચકમક ઝરવાને કારણે તણાવનો સામનો કરવો પડી શકે છે. આજે કેટલાંક લોકો પોતાની મુસીબત લઈને આપની પાસે આવી શકે છે. જીવનસાથી સાથે વિવાદ ટાળવો.