(સચોટ જ્યોતિષીય માર્ગદર્શન અને ઉપાયો માટે સંપર્ક કરો.)
(જ્યોતિષાચાર્ય ડૉ. સંકેત પંડ્યા – 9825044244)
? મેષ (અ,લ,ઈ) ?
આજે તન – મનથી પ્રફૂલ્લિત રહેશો. આર્થિક લાભ થવાની શક્યતા. ભૂતકાળમાં કરેલી કોઈ ભૂલને કારણે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. નવી ભાગીદારી આજે લાભદાયક નિવડે. કામકાજમાં આજે અવરોધ ઉત્પન્ન થઈ શકે છે.
? વૃષભ (બ,વ,ઉ) ?
આજે સારા કર્મ અને વિચાર થકી જ મનોવાંચ્છિત કાર્ય પૂરું કરી શકશો. યોગ્ય સલાહ લીધા વગર આજે નાણાંનું રોકાણ કરવું નહીં. આજે પરિવારજનોને પૂરતો સમય આપી નહીં શકો. જીવનસાથી સાથે ચકમક ઝરે તેવી શક્યતા.
? મિથુન (ક,છ,ધ) ?
શક્ય હોય તો લાંબી મુસાફરી આજે ટાળવી. આજે પ્રભાવશાળી અને મહત્વપૂર્ણ વ્યક્તિઓ સાથે પરિચય વધે તેવા કાર્યક્રમમાં હાજર રહી શકો છો. કાર્યક્ષેત્રે આજે પ્રગતિકારક દિવસ રહેશે. જીવનસાથી સાથે સારો સમય વિતશે.
? કર્ક (ડ,હ) ?
આજે મનપસંદ કાર્ય કરવા માટે સારો દિવસ. આકર્ષક યોજનામાં રોકાણ કરતાં પહેલાં તજજ્ઞ વ્યક્તિની સલાહ લેવી જરૂરી. કોઈ નિર્ણય લેતાં પહેલાં અન્ય લોકોનો વિચાર કરવો આજે જરૂરી. જીવનસાથીનો સહકાર પ્રાપ્ત થાય.
? સિંહ (મ,ટ) ?
આજે આપનું ઉર્જા સ્તર ઉંચું રહેશે. અટકેલા કાર્યો પૂરા કરી શકશો. આજે કોઈ પણ વ્યક્તિને નાણાં ઉધાર આપવા નહીં. આજે નાણાંકીય લાભ થાય તેવી શક્યતા છે. આજના દિવસે જીવનસાથી આપના માટે સાચા અર્થમાં પૂરક સાબિત થાય.
? કન્યા (પ,ઠ,ણ) ?
આજે રચનાત્મક કાર્યો કરી શખશો. કોઈ નાણાંકીય બાબતનો આજે ઉકેલ પ્રાપ્ત થાય. ધન લાભ થાય તેવી શક્યતા. નવી ભાગીદારીમાં જોડાતા પહેલાં તમામ મુદ્દાઓ ચકાસી લેવા જરૂરી. જીવનસાથી સાથે આજે રકઝક થઈ શકે છે.
? તુલા (ર,ત) ?
આજે કોઈ તિર્થક્ષેત્રની મુલાકાત લઈ દૈવીય જ્ઞાન પ્રાપ્ત કરશો. ધનનું આગમન આપને આર્થિક પરિસ્થિતિમાં રાહત અપાવશે. વિદેશમાં સંપર્ક વધારવા માટે આજે ઉત્તમ સમય છે. જીવનસાથી સાથે મસ્તી મજાકભર્યો દિવસ રહેશે.
? વૃશ્ચિક (ન,ય) ?
આજે પડવા વાગવાના યોગ હોવાથી સાવધાન રહેવું જરૂરી. જે લોકોએ સંબંધી પાસેથી ઉછીના નાણાં લીધા હશે, તેમણે આજે એ નાણાં ગમે તેમ પરત કરવા પડી શખે છે. પરિવારજનો સાથે વાદ-વિવાદ ટાળવો. વડીલોના આર્શિવાદ મળશે.
? ધન (ભ,ફ,ઢ,ધ) ?
આજે ક્ષણિક આવેગમાં આવીને કોઈ નિર્ણય લેવો નહીં. દિર્ઘાવધિ લાભ માટે સ્ટોક અને મ્યુચલ ફંડમાં રોકાણ ફાયદાકારક રહેશે. કામકાજમાં સહકર્મીની મદદ પ્રાપ્ત થાય. આજે વૈવાહિક જીવનમાં ખૂબ જ આનંદ છવાયેલો રહેશે.
? મકર (ખ,જ) ?
સ્વાસ્થ્યને લગતી સમસ્યા હેરાન કરી શકે છે. વડીલો તરફથી બચત કરવા અંગેની સલાહ મળશે. સકારાત્મક મિત્રો સાથે સમય વિતાવવો. આજે પોતાનું મનપસંદ કાર્ય કરવા સમય કાઢી શકશો. જીવનસાથી સાથે વિવાદ કરવો નહીં.
? કુંભ (ગ,શ,ષ,સ) ?
આજે બેન્કને લગતાં લેવડ દેવડના કામોમાં વિશેષ કાળજી રાખવી જરૂરી છે. બાળકો આજે આપની પાસે મદદની અપેક્ષા રાખશે. આજે પ્રેમ પ્રસંગ વિશે ક્યાંય વાતો કરવી નહીં. આજે પરિસ્થિતિઓ આપની મરજી પ્રમાણે નહીં ચાલે.
? મીન (દ,ચ,ઝ,થ) ?
આજે બાળપણની યાદો મન પર છવાયેલી રહેશે. આપના ભાગીદાર સાથે આજે ઝગડો થઈ શકે છે. કાર્યક્ષેત્રે નામોશી પ્રાપ્ત થાય તેવી શક્યતા. આજે અચાનક વ્યવસાયિક બાબતો અંગે પ્રવાસ કરવો પડી શકે છે.