(સચોટ જ્યોતિષીય માર્ગદર્શન અને ઉપાયો માટે સંપર્ક કરો.)
(જ્યોતિષાચાર્ય ડૉ. સંકેત પંડ્યા – 9825044244)
? મેષ (અ,લ,ઈ) ?
આજે આપ આશાવાદી રહેશો. રિયલ એસ્ટેટ અને નાણાંકિય લેવડ દેવડ માટે સારો દિવસ. વિદેશથી સારા સમાચાર પ્રાપ્ત થાય. વિવાદીત મુદ્દાઓની ચર્ચાઓથી દૂર રહેવું. જીવનસાથી સાથે ચકમક ઝરી શકે.
? વૃષભ (બ,વ,ઉ) ?
આજે મિત્રને કારણે કોઈ મહત્વની વ્યક્તિ સાથે પરિચય થાય. આજે અજ્ઞાત સ્રોતથી આર્થિક લાભ પ્રાપ્ત થાય તેવી શક્યતા. બાળકોને લગતી સમસ્યાઓમાં ધ્યાન આપવું પડી શકે. જીવનસાથી ધીરજની કસોટી કરે.
? મિથુન (ક,છ,ધ) ?
આજે પૂરતો આરામ કરવો જરૂરી. સર્જનાત્મક વિચારોથી અધિક આવક પ્રાપ્ત કરી શકશો. બાળકોની ઉપલબ્ધિથી ગર્વ અનુભવશો. માતા – પિતાની આજે વિશેષ કાળજી રાખવી પડી શકે છે.
? કર્ક (ડ,હ) ?
આજે ખાન – પાનમાં વિશેષ કાળજી રાખવી જરૂરી. જીવનસાથીનાં સ્વાસ્થ્ય માટે ખર્ચ કરવો પડી શકે છે. સાંજના સમયે મિત્રો સાથે મોજ મસ્તી કરી શકશો. પરિવારજનોની વાત ધ્યાનથી સાંભળવી જરૂરી.
? સિંહ (મ,ટ) ?
આજે યાત્રા પ્રવાસ થાકજનક રહી શકે છે. અચાનક નફો પ્રાપ્ત થાય તેવી શક્યતા. સાંજના સમયે ઘરે મહેમાનો આવી શકે છે. રાજનૈતિક મુદ્દાઓ અંગેની ચર્ચાઓ ટાળવી. જીવનસાથી સાથે વિવાદ ટાળવો.
? કન્યા (પ,ઠ,ણ) ?
આજે આપનો સ્વભાવ જીદ્દી રહેવાને કારણે હેરાન થવું પડી શકે છે. વેપાર ધંધામાં નુકસાન થાય તેવી શક્યતા. આજે કોઈ પણ પ્રકારના વાયદા આપવાનું ટાળવું. કલાત્મક અભિગમ રહેશે. જીવનસાથીનો સાથ મળશે.
? તુલા (ર,ત) ?
પ્રેમ, આશા, સહાનુભૂતિ, આશાવાદી જેવી સકારાત્મક ભાવનાઓ આજે મન પર છવાયેલી રહેશે. કોઈ મોટી યોજના અંગે વિચાર કરવો પડી શકે છે. આજે રોકાણ કરવાનું ટાળવું. દરેક શબ્દ જોખી જોખીને બોલવો.
? વૃશ્ચિક (ન,ય) ?
આજે આપનું કોઈ મોટું સ્વપ્ન સત્ય સાબિત થઈ શકે છે. ઘરે આગંતુક મહેમાનોને કારણે આર્થિક લાભ થવાની શક્યતા છે. કોઈ પ્રેમાળ વ્યક્તિ સાથે મુલાકાત થાય. જીવનસાથી સાથે મતભેદ થાય તેવી શક્યતા.
? ધન (ભ,ફ,ઢ,ધ) ?
આજે શાંત અને તણાવ રહિત રહેવું જરૂરી. ખર્ચા વધી શકે છે. મિત્રો અને પરિવારજનો સાથે સમય વ્યતિત થાય. અન્ય લોકોને ટોક ટોક કરવાથી મૂડ ખરાબ થઈ શકે છે. જીવનસાથી આજે આપનું મન જાણી લેશે.
? મકર (ખ,જ) ?
આજે આ રાશિના વિવાહીત જાતકોને સાસરી પક્ષથી લાભ થાય તેવી શક્યતા છે. આજે કોઈને પણ પોતાના મનની વાત જણાવવી નહીં. આજે ભવિષ્યને લગતી યોજના બનાવી શકો. જીવનસાથી ગિફ્ટ આપી શકે.
? કુંભ (ગ,શ,ષ,સ) ?
આજે લાંબા ગાળાથી હેરાન કરતી બિમારીમાંથી છૂટકારો મળી શકે છે. પરિવારજનો સાથે તાલમેળ સાધવામાં તકલીફ પડી શકે. સંબંધીઓની દખલને કારણે જીવનસાથી સાથે ખટ પટ થાય તેવી સંભાવના છે.
? મીન (દ,ચ,ઝ,થ) ?
આજે કામનું ભારણ અધિક રહેવાથી તણાવ અનુભવી શકો છો. ઘરમાં કોઈ ધાર્મિક કાર્યનું આયોજન થઈ શકે છે. આજે લાગણીસભર વાતો કરવાનું ટાળવું. જીવનસાથી આત્મીયતાપૂર્વક મનની વાત જણાવી શકે છે.