😳 વિક્રમ સંવત 2078 પોષ સુદ – એકાદશી 😳
😳 આજની ચંદ્ર રાશિ – વૃષભ 😳
➡ મેષ (અ,લ,ઈ)
નશાકારક પદાર્થોથી મુક્તિ મેળવવા માટેનો શ્રેષ્ઠ દિવસ. નશાને કારણે આપનું સ્વાસ્થ્ય તેમજ પારીવારીક સંબંધો બગડતાં હોવાથી સાવધાન રહો. પ્રિયજનથી દૂર રહેવાનું થઈ શકે છે. આજના દિવસે આપની મરજી મુજબનું થાય નહીં. મધ્યમ દિવસ રહી શકે છે.
➡ વૃષભ (બ,વ,ઉ)
આજે મિત્રો તરફથી મદદ પ્રાપ્ત થાય, જેનાથી આપને ખુશી પ્રાપ્ત થાય. અટકેલાં કામો પૂરા નહીં થવાને કારણે મન પર ભારણ રહી શકે છે. પાડોશીઓ સાથે આજે વિખવાદ કરવો નહીં. વાણીમાં મીઠાશ રાખવી જરૂરી. ખોટા માર્ગે દોરી જતાં લોકોની સંગતિ ટાળવી.
➡ મિથુન (ક,છ,ધ)
આજે પોઝિટીવ વિચારધારા રાખીને ઉર્જા પ્રાપ્ત કરી શકશો. મનોરંજન અને સૌંદર્ય પાછળ જરૂર કરતાં વધુ ખર્ચ કરશો નહીં. આજે કોઈ આપનો વિશ્વાસુ વ્યક્તિ ભરોસો તોડી શકે છે. કામમાં ધીમી પ્રગતિને કારણે માનસિક તાણ અનુભવી શકો છો.
➡ કર્ક (ડ,હ)
આજે મન પરથી ઉદાસી ખંખેરી નાંખવી જરૂરી. કામનું ભારણ આપના મગજ પર છવાયેલું રહી શકે છે. કોઈની સાથે ભાગીદારીવાળા વ્યવસાયમાં પડવાનું ટાળશો. આપના વ્યક્તિત્વને સારું બનાવવામાં સમય કાઢવો જરૂરી. પરિવારજનો – મિત્રો માટે સમય નહીં કાઢી શકો.
➡ સિંહ (મ,ટ)
હસમુખા સંબંધીઓને કારણે આપનો તણાવ ઓછો થશે. આજે જરૂરી આરામ પણ મળી રહેશે. ત્રાહિત વ્યક્તિઓની વણજોઈતી ડખલને કારણે જીવનસાથી સાથે ચકમક ઝરી શકે છે. યાત્રા આપના માટે આનંદદાયક અને ફાયદાકારક નિવડી શકે છે.
➡ કન્યા (પ,ઠ,ણ)
આજે મનપસંદ કામ કરી શકશો. હસવા માટે કહેવાયેલી બાબત પર શંકા કરવાથી બચશો. ઘરમાં સાફ – સફાઈ કરવાની જરૂર છે. આજે વધારાની જવાબદારી આપના પર આવી શકે છે, જેનાથી આવક અને પ્રતિષ્ઠામાં વધારો થશે. શુભ દિવસ રહી શકે છે.
➡ તુલા (ર,ત)
આજે લાંબા સમયથી અનુભવાતાં થાક અને તણાવમાંથી રાહત પ્રાપ્ત થાય. દિનચર્યામાં ફેરફાર કરવા માટે શ્રેષ્ઠ દિવસ. સામાજીક ગતિવિધીઓમાં જોડાવું આનંદમય રહેશે. કોઈને આજે અંગત વાત કહેવાનું ટાળશો. પ્રિયજનો સાથે સારી રીતે વ્યવહાર કરવો જરૂરી છે.
➡ વૃશ્ચિક (ન,ય)
આજે વિવિધ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે, માટે મગજ શાંત રાખવું જરૂરી. ગુસ્સા પર કાબૂ રાખશો. અચાનક નવા સ્રોતથી ધન પ્રાપ્ત થઈ શકે છે. પરિવારજનોનો સહયોગ પ્રાપ્ત થશે. યાત્રા પ્રવાસ આજે ટાળવા. આજે પ્રિયજનની અધિક યાદ આવી શકે.
➡ ધન (ભ,ફ,ઢ,ધ)
આજે આપનું કોઈ મોટું સપનું સાકાર થઈ શકે છે. જોકે, ઉત્સાહ પર નિયંત્રણ રાખશો. આપની નજીકની કોઈ વ્યક્તિ આજે અજબ વર્તન કરશે, આપ એને સમજી નહીં શકો. કામ પૂરા નહીં થવાને કારણે આપ માનસિક તાણ અનુભવી શકો છો. પ્રેમજીવનમાં નવી દિશા પ્રાપ્ત થઈ શકે.
➡ મકર (ખ,જ)
આજે તમામ સમસ્યાઓનું નિરાકરણ આપ સ્મિતથી જ લાવી શકો છો. આજે નાણાંની આવક થઈ શકે છે, જોકે, ખર્ચા પર નિયંત્રણ નહીં રાખો તો બચત ના પણ થાય. આજે પ્રેમજીવનમાં વિવાદ સર્જાય તેવી શક્યતા છે. વિવાદોને સમજદારીપૂર્વક ઉકેલવા જરૂરી છે. મધ્યમ દિવસ રહી શકે.
➡ કુંભ (ગ,શ,ષ,સ)
આજે ઉર્જાથી ભરપૂર રહેશો અને અસાધારણ કામ કરી શકો છો. એક દિવસને ધ્યાનમાં રાખી જીવવાની આદત પર નિયંત્રણ રાખવું જરૂરી છે. મનોરંજન પાછળ ખર્ચ કાબૂમાં રાખશો. વડીલ વ્યક્તિઓની સલાહને નજર અંદાજ કરવી નહીં. મહિલાઓથી લાભ પ્રાપ્ત થાય.
➡ મીન (દ,ચ,ઝ,થ)
લાભ પ્રાપ્ત કરવા માટે પોઝિટીવ વિચારો સાથે મહેનત કરવી જરૂરી છે. અટકેલી બાબતોને કારણે માનસિક મૂંઝવણ અનુભવી શકો છો. નવી યોજનાઓમાં નાણાં રોકવા નહીં. આજે આપને ક્રિએટીવ વિચારો આવશે. એના પર અમલ કરવો જરૂરી. પરિવાર સાથે આનંદમય સમય વિતે.
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગેની માહિતી આપો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
#funrang #funrangnews #jyotish #rashifal #Bhavishya