(સચોટ જ્યોતિષીય માર્ગદર્શન અને ઉપાયો માટે સંપર્ક કરો.)

(જ્યોતિષાચાર્ય ડૉ. સંકેત પંડ્યા – 9825044244)

? મેષ (અ,,ઈ) ?

આજે દિવસ ખૂબ જ વ્યસ્તતાભર્યો રહી શકે છે. સંતાનના શિક્ષણ માટે ખર્ચ કરવો પડી શકે છે. આજે મન પર તણાવ છવાયેલો રહી શકે છે. કામકાજમાં સહકર્મીઓનો સાથ સહકાર પ્રાપ્ત થાય તેવી પૂરી શક્યતા છે.

? વૃષભ (બ,,ઉ) ?

આજે સ્વાસ્થ્ય સારું રહેશે. ઘરને લગતી બાબતો પર આજે પૂરતું ધ્યાન આપવું પડી શકે છે. આજે પરિવારજનો માટે આપની પાસે સમયનો અભાવ રહી શકે છે. જીવનસાથી આપને પુછ્યા વગર કોઈ યોજના બનાવશે.

? મિથુન (ક,,ધ) ?

આજે આપ ઉર્જસભર રહેશો. ભૂતકાળની વાતો યાદ કરીને દુઃખી થઈ શકો છો. આજે ખોટી બાબતો પર ગુસ્સો કરી શકો છો. કોઈ નવા વ્યક્તિને મળીને નવા વિચારો પ્રાપ્ત કરી શકો છો. જીવનસાથી કોઈ ગિફ્ટ આપી શકે છે.

? કર્ક (ડ,હ) ?

તમે ભૂતકાળમાં કરેલી ભૂલોનું આજે પરિણામ ભોગવવું પડી શકે છે. તમારી અક્કડને કારણે તમને પ્રેમ કરતાં લોકો દુઃખી થશે. લોકોને છેતરવાની આપની વૃત્તિ આજે ખુલ્લી પડી શકે છે. જીવનસાથી સાથે સમય વિતી શકે છે.

? સિંહ (મ,ટ) ?

આજનો દિવસ આપના માટે ભારે દોડધામ ભર્યો રહી શકે છે. આપની વાતને સમજવામાં લોકોને તકલીફ પડી શકે છે. એકનું એક કામ અનેકવાર કરવાના યોગ સર્જાય છે. નાણાંભીડનો ઉકેલ પ્રાપ્ત થાય. જીવનસાથીનો સહકાર મળશે.

? કન્યા (પ,,ણ) ?

આજે જીવનસાથીની સાથે કરેલી છેતરપિડી આપના મન પર છવાયેલી રહી શકે છે. આજે કાર્યસ્થળ પર સહકાર ઓછો પ્રાપ્ત થાય. આપની લોભીવૃત્તિ આજે બળવતર રહેશે. જીવનસાથી આપને અરીસો બતાવી શકે છે.

? તુલા (ર,ત) ?

આજે આપે લોભવૃત્તિ પર નિયંત્રણ રાખવું જરૂરી છે. બાળકોને કારણે હેરાન થઈ શકો છો. સમય સાથ ના આપતો હોય તેવી લાગણી થઈ શકે છે. ભાઈ-ભાંડુનો સહકાર પ્રાપ્ત થાય. જીવનસાથી નારાજ રહી શકે છે.

? વૃશ્ચિક (ન,ય) ?

આજનો આપનો દિવસ સારો રહેશે. દિવસનો મધ્ય ભાગ ખૂબ જ આનંદ દાયક રહી શકે છે. કામકાજમાં લાભ પ્રાપ્ત થાય તેવી શક્યતા. આવેશમાં આજે કોઈ નિર્ણય લેવો નહીં. જીવનસાથી ખોટા વિચારોમાંથી બહાર કાઢી શકે.

? ધન (ભ,,,ધ) ?

આજે ગુસ્સાને કારણે આપ પોતાના અંગત સંબંધો બગાડી શકો છો. વેપાર ધંધામાં લાભ પ્રાપ્ત થાય તેવી શક્યતા. લોકોનાં વિચાર નહીં જાણવાનું વણલ આપને પસ્તાવો આપી શકે છે. જીવનાસાથી સાથે ચર્ચા કરી શકો છો.

? મકર (ખ,જ) ?

આજે આપને જૂનો પ્રેમી યાદ આવી શકે છે. આપ પોતાની નજીકના લોકોને દુઃખી કરી શકો છો. આધ્યાત્મિક કાર્યોમાં સંકળયેલા રહી શકો છો. આજે જીદનો ત્યાગ કરશો તો દિવસ ઉત્તમ રહેશે. જીવનસાથી ખટરાગની શક્યતા.

? કુંભ (ગ,,,સ) ?

આજે શક્ય હોય તો ઘરની બહાર ના નિકળશો, ભૂતકાળમાં કરેલી ભૂલોને કારણે આપની ફજેતી થવાની શક્યતા છે. આપની જીભ પર આપનો કાબૂ નહીં રહેવાને કારણે નજીકના મિત્રો આહત થાય તેવી પૂરી શક્યતા છે.

? મીન (દ,,,થ) ?

આજે આપ મોટા નુકસાનમાં પડી શકો છો. આપની લોભવૃત્તિ ઉંડા ખાડામાં પાડી શકે છે. આજે નકારાત્મક વિચારો મન પર છવાયેલા રહેશે. આજે ખૂબ સાવધાનીપૂર્વક વર્તવું જરૂરી. જીવનસાથી આપને દુઃખી કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *