(સચોટ જ્યોતિષીય માર્ગદર્શન અને ઉપાયો માટે સંપર્ક કરો.)
(જ્યોતિષાચાર્ય ડૉ. સંકેત પંડ્યા – 9825044244)
? મેષ (અ,લ,ઈ) ?
આજે ઘરને લગતી ચીજવસ્તુઓની ખરીદી કરવી પડી શકે છે. આર્થિક સમસ્યા અંગે ચિંતા રહી શકે છે. જીવનસાથી સાથે આજે હરવા ફરવા જઈ શકો છો. દિવસભર દોડધામ કરવી પડી શકે છે.
? વૃષભ (બ,વ,ઉ) ?
આજે આપનો દિવસ ખૂબ આનંદમય પસાર થાય. પૂરતો આરામ કરી શકશો. સંતાનો સાથે સારો સમય વિતાવી શકશો. આર્થિક સમસ્યાઓનું નિરાકરણ પ્રાપ્ત થાય. જીવનસાથી સાથે વિવાદ ટાળવો.
? મિથુન (ક,છ,ધ) ?
આજે આપના મન પર નિરાશાજનક વિચારો છવાયેલા રહેશે. આજે આપ પરિવારજનો સાથે ખૂબ સારો સમય વિતાવી શકશો. આજે જીવનસાથી સાથે સારો એવો સમય વિતાવી શકશો.
? કર્ક (ડ,હ) ?
આજે કોઈ કિંમતી ચીજવસ્તુની ખરીદી કરી શકો છો. પરિવારજનો આજે આપને સલાહ આપશે. વડીલોના આર્શિવાદ પ્રાપ્ત થાય. જીવનસાથીની નારાજગી દૂર કરી શકશો.
? સિંહ (મ,ટ) ?
આજે આપ તન – મનથી સુસ્તી અનુભવી શકો છો. કોઈપણ વિવાદાસ્પદ મુદ્દાઓની ચર્ચા ટાળવી. સંતાન સાથે સમય વિતાવી શકો છો. જીવનસાથી પ્રવાસ પર જાય તેવી શક્યતા છે.
? કન્યા (પ,ઠ,ણ) ?
આજે આપે હરવા – ફરવામાં ધ્યાન રાખવું. પ્રવાસ દરમિયાન કિંમતી ચીજવસ્તુ ખોવાઈ શકે છે. આધ્યાત્મિક વિચારો મન પર છવાયેલા રહેશે. ઈશ્વરીય કૃપા આપને આજે પ્રાપ્ત થશે.
? તુલા (ર,ત) ?
આજે કામને બાજુ પર રાખી શાંતિ પૂર્વક વિતાવી શકશો. ગુસ્સા પર નિયંત્રણ રાખશો. કોઈની ભૂલો જોવાને બદલે પોતાની ભૂલો જોશો તો આરામ મળશે. જીવનસાથી સાથે ચર્ચા ટાળવી.
? વૃશ્ચિક (ન,ય) ?
આજે આપના મનમાં આનંદ છવાયેલો રહેશે. આપની વાતથી કોઈને નવો રસ્તો પ્રાપ્ત થશે. આપનું વ્યક્તિત્વ આકર્ષણનું કેન્દ્ર બનશે. જીવનસાથી આપને કોઈ ઠપકો આપી શકે છે.
? ધન (ભ,ફ,ઢ,ધ) ?
આજે કોઈ જૂના મિત્રના કારણે લાભ પ્રાપ્ત થાય. આજે બને તેટલું મૌન રાખશો તો રાહત રહેશે. કોઈ પ્રકારના લોભના કારણે મુસીબતમાં ફસાઈ શકો છો. સંતાનો સાથે રકઝક થઈ શકે છે.
? મકર (ખ,જ) ?
આજે આપ કોઈ અંગત વ્યક્તિનું દીલ દુભાવી શકો છો. આપના વિચારોમાં સકારાત્મકતા લાવશો તો રાહત રહેશે. આપની કોઈની સાથે ખોટી ચર્ચા થઈ શકે છે. જીવનસાથી સાથે આનંદ રહેશે.
? કુંભ (ગ,શ,ષ,સ) ?
આજે આપનો દિવસ ઘણાં પ્રશ્નો લઈને ઉગશે. એક સાંધશો ત્યાં તેર તૂટે તેવું બની શકે છે. આપના જીદ્દી સ્વભાવને કારણે સમસ્યાઓ મોટી થઈ શકે છે. જીવનસાથીની વાત માનશો તો રાહત રહેશે.
? મીન (દ,ચ,ઝ,થ) ?
આજે આપનો દિવસ ખૂબ જ દોડધામ ભર્યો રહી શકે છે. ભાગીદાર તરફથી દગો પ્રાપ્ત થાય તેવી શક્યતા. વડીલ તરફથી ઠપકો સાંભળવો પડી શકે છે. જીવનસાથી આપનું મન સમજશે.