(સચોટ જ્યોતિષીય માર્ગદર્શન અને ઉપાયો માટે સંપર્ક કરો.)
(જ્યોતિષાચાર્ય ડૉ. સંકેત પંડ્યા – 9825044244)
? મેષ (અ,લ,ઈ) ?
આજે કોઈ મહત્વની વ્યક્તિને મળતી વખતે આત્મવિશ્વાસ સભર વર્તન દાખવી શકશો. સફેદ વસ્તુઓના ધંધા સાથે સંકળાયેલા જાતકોને આજે લાભ થાય. અચાનક યાત્રા કરવી પડી શકે છે. જીવનસાથી સાથે ઝગડો થાય.
? વૃષભ (બ,વ,ઉ) ?
આજે ખાન – પાન પર વિશેષ ધ્યાન રાખવું જરૂરી. બેન્કને લગતી લેવડ દેવડમાં વિશેષ કાળજી રાખવી. કામકાજના ક્ષેત્રે કોઈ ત્રાહિત વ્યક્તિને કારણે અડચણ ભોગવવી પડી શકે છે. અફવાઓથી દૂર રહેવું.
? મિથુન (ક,છ,ધ) ?
આજનો દિવસ થોડી તકલીફો આપી શકે છે. સંબંધીઓનો સહકાર પ્રાપ્ત થાય તેવી શક્યતા. આજે નવા વિચારોને અમલમાં મુકવા માટે યોગ્ય સમય મળશે. જીવનસાથી સાથે જૂની ઘટનાની ચર્ચા ટાળવી.
? કર્ક (ડ,હ) ?
આજે આપના તન – મન પર આળસ છવાયેલી રહેશે. આજે ખર્ચા પર નિયંત્રણ રાખવું જરૂરી. કોઈ જૂના મિત્રની સાથે ઘણાં લાંબા સમય બાદ વાતચિત થાય. જીવનસાથી અપેક્ષા કરતાં સારું વર્તન કરશે.
? સિંહ (મ,ટ) ?
આજે આપના મનમૌજીલા સ્વભાવને કાબૂમાં રાખવો જરૂરી. આજે નાણાંની બચત અંગેના વિચારો મનમાં છવાયેલા રહેશે. બાળકો સાથે સારો સમય વિતે. જીવનસાથીને કારણે હેરાનગતિ ભોગવવી પડી શકે છે.
? કન્યા (પ,ઠ,ણ) ?
આજે સંતાન સાથે સમય વિતાવવાથી આનંદ અનુભવશો. પ્રભાવશાળી વ્યક્તિઓના સંપર્કમાં આવશો. આજે આપને લોકોને મળવા કરતાં એકાંતમાં સમય વિતાવવાનું વધું ગમશે. જીવનસાથી આપને આજે આનંદ આપે.
? તુલા (ર,ત) ?
આજે આપ તીર્થસ્થળની યાત્રા કરીને કે કોઈ સંતના આર્શિવાદ પ્રાપ્ત કરીને શાંતિ પ્રાપ્ત કરી શકશો. આજે લોકો આપની મદદ કરવા ઉત્સુક રહેશે. આજે ઉપરી અધિકારી આપના કાર્યમાં ગમે તેવી ખોડ કાઢશે.
? વૃશ્ચિક (ન,ય) ?
આજે માનસિક તાણ ભોગવવી પડી શકે છે. પરિવારજનો સાથે સમય વિતાવવાથી રાહત પ્રાપ્ત થાય. આજે પરિવારના કોઈ સદસ્યની તબિયત બગડવાને કારણે યોજનાઓ રદ કરવી પડી શકે છે.
? ધન (ભ,ફ,ઢ,ધ) ?
આજે કામકાજમાંથી નવરાશ કાઢીને પોતાના માટે સમય વિતાવવાનું પસંદ કરશો. નાણાંની કિંમત આજે સમજાશે. ટેક્નોલોજીને લગતાં કાર્યોમાં આજે સફળતા પ્રાપ્ત થાય. જીવનસાથી આજે નારાજ રહી શકે છે.
? મકર (ખ,જ) ?
આજે તબિયત નરમ ગરમ રહેશે. કોઈ કામમાં મન ના લાગે તેવી શક્યતા. પોતાની જાતને પ્રોત્સાહિત કરશો તો દિવસ આનંદસભર વિતે. આજે પોતાની ચીજવસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું જરૂરી. મધ્યમ દિવસ.
? કુંભ (ગ,શ,ષ,સ) ?
આજે આપ કોઈ અસાધારણ કાર્ય કરી શકો છો. કોઈ જૂનો મિત્ર આપની પાસે આર્થિક મદદ માંગી શકે છે. ચાલાકી ભર્યા કાર્યો આજે કરવાનું ટાળવું. જીવનસાથી સાથે સમય વિતાવવો આજે રાહત આપશે.
? મીન (દ,ચ,ઝ,થ) ?
આજે આપના સ્વભાવમાં બાળક જેવું ભોળપણ રહેશે. આજે નાણાંનો ખોટો ખર્ચો કરશો. આજે આપની કલાત્મક ક્ષમતાની પ્રશંસા થાય. અચાનક ધનલાભ થવાની શક્યતા. જીવનસાથી દિવસને ખાસ બનાવી શકે છે.