(સચોટ જ્યોતિષીય માર્ગદર્શન અને ઉપાયો માટે સંપર્ક કરો.)
(જ્યોતિષાચાર્ય ડૉ. સંકેત પંડ્યા – 9825044244)
(નોંધઃ ચંદ્ર અનુસાર રાશિફળ)
? મેષ (અ,લ,ઈ) ?
આજે અજાણ્યા વ્યક્તિને કારણે આપને કોઈ સુખદ અનુભવ પ્રાપ્ત થાય. વેપાર – ધંધામાં આજે અણધાર્યો લાભ પ્રાપ્ત થઈ શકે છે. સંતાનના આજે આપને કોઈ ફરિયાદ કરી શકે છે. જીવનસાથી તરફથી પ્રેમ મળશે.
? વૃષભ (બ,વ,ઉ) ?
આજે આપ દાન – પુણ્યના કાર્યો કરીને માનસિક શાંતિ પ્રાપ્ત કરી શકશો. શેર – સટ્ટામાં નુકસાન પહોંચે તેવી શક્યતા. આજે ભરપૂર રચનાત્મક વિચારો સાથે કામકાજ કરી શકશો. જીવનસાથી સાથે કચકચ થઈ શકે છે.
? મિથુન (ક,છ,ધ) ?
આજે આપ નવા વિચારો સાથે આર્થિક લાભ પ્રાપ્ત કરી શકશો. કોઈ પ્રિયજન સાથે ખુલ્લા મનથી વાતચિત કરશો. કોઈ કાર્ય અટકવાને કારણે હતાશ થશો. જીવનસાથી આપના મહત્વની ખાસીયત જણાવશે.
? કર્ક (ડ,હ) ?
આજે તન – મનથી સ્વસ્થતા અનુભવશો. આજે માતા – પિતા કે વડિલોની વાત ધ્યાનથી સાંભળશો તો કોઈ મહત્વની વાત સૂઝી શકે છે. પરિવારજનો સાથે નાણાં બાબતે ચકમક ઝરે. જીવનસાથી આનંદ આપશે.
? સિંહ (મ,ટ) ?
આજે રચનાત્મક કાર્યોમાં આનંદ પ્રાપ્ત કરી શકશો. નાણાંકીય બાબતો અંગેની ચર્ચામાં સાવધાની રાખવી જરૂરી. પરિવારની જરૂરતો પર ધ્યાન આપી શકશો. જીવનસાથી આજે આપને હૂંફ આપશે.
? કન્યા (પ,ઠ,ણ) ?
આજે રોમાંચક કલ્પનાઓ દ્વારા પોતાની જાતને ઉત્સાહિત કરી શકશો. આજે કરેલું રોકાણ લાભકારક રહેશે. પરિવારજનોના મનની વાત જાણવા મળે તેવી શક્યતા. આજે પોતાની કિંમતનું આંકલન કરશો.
? તુલા (ર,ત) ?
આજે આધ્યાત્મિક વિચારો મન પર છવાયેલા રહેશે. ભાગીદારીવાળા વ્યવસાયમાં પડવાનું આજે ટાળવું જરૂરી. આજે હિતશત્રુઓથી સાચવવું જરૂરી છે. જીવનસાથી આજે આપના માટે કોઈ વિશેષ કાર્ય કરી શકે છે.
? વૃશ્ચિક (ન,ય) ?
આજે આપ આશાસ્પદ વિચારોથી ભરપૂર રહેશો. સગા સંબંધીઓને કારણે ધન લાભ થવાની શક્યતા. પ્રિયજનો સાથે મતભેદ ટાળવો જરૂરી. અનુભવી વ્યક્તિ પાસેથી જ્ઞાન પ્રાપ્ત થશે. જીવનસાથી નકારાત્મક રહી શકે છે.
? ધન (ભ,ફ,ઢ,ધ) ?
આજે નાણાંનો ખર્ચ કરવાનું ટાળવું. ધન ચોરી થાય તેવી પણ શક્યતા છે. આજે જેની સાથે ઘણાં સમયથી વાત નથી કરી એની સાથે વાત કરશો. જીવનસાથી સાથે મળીને કોઈ મસ્તીભરી યોજનાનું આયોજન કરશો.
? મકર (ખ,જ) ?
આજે યાત્રા પ્રવાસમાં આનંદ પ્રાપ્ત કરશો. માતા – પિતાની મદદથી આર્થિક તંગીમાંથી બહાર નિકળી શકશો. કોઈ જૂના મિત્રને મળવાથી આનંદ પ્રાપ્ત થાય. આજે આપે પોતાના શબ્દો પર ખાસ નિયંત્રણ રાખવું જરૂરી.
? કુંભ (ગ,શ,ષ,સ) ?
આજે નાના બાળકો કે સંતાન સાથે સમય વિતાવીને આપ રાહત અનુભવી શકશો. નાણાંને લગતી કોઈ સમસ્યા મગજ પર છવાયેલી રહેશે. આજે આપનું ખોટું પકડાઈ જવાને કારણે તણાવ અનુભવશો.
? મીન (દ,ચ,ઝ,થ) ?
આજે ઝગડાખોર સ્વભાવને કારણે આપના અંગત સંબંધોમાં તિરાડ પડી શકે છે. આજે આર્થિક સ્તર પર હેરાનગતિ ભોગવવી પડી શકે છે. યાત્રા દરમિયાનમાં ચીજવસ્તુઓની કાળજી રાખવી જરૂરી છે.