(સચોટ જ્યોતિષીય માર્ગદર્શન અને ઉપાયો માટે સંપર્ક કરો.)

(જ્યોતિષાચાર્ય ડૉ. સંકેત પંડ્યા – 9825044244)

(નોંધઃ આ રાશિફળ ચંદ્રની સ્થિતિ પ્રમાણે છે.)

? મેષ (અ,,ઈ) ?

આજે કલ્પનાની દુનિયામાં ખુપેલા રહેશો. પરિવારજનોની આશાઓ પૂરી કરવા કંઈક કરી શકશો. જૂના રોકાણથી લાભ પ્રાપ્ત થઈ શકે. જીવનસાથી આપને સહકાર આપીને મદદગાર સાબિત થશે.

? વૃષભ (બ,,ઉ) ?

આજે કૂદાકૂદ કરવાને બદલે થોડો આરામ કરવો જરૂરી. આજે ધાર્મિક કાર્યો પાછળ નાણાં ખર્ચીને માનસિક શાંતિ પ્રાપ્ત થઈ શકશે. જીવનસાથી આજે શુષ્ક વર્તાવ રાખશે. કેટલીક તકલીફો આપને સહન કરવી પડી શકે.

? મિથુન (ક,,ધ) ?

આજે પોતાની ખુશીઓમાં અન્ય લોકોને સહભાગી કરી શકશો. નાના બાળકોનું ધ્યાન રાખવું પડી શકે છે. આજે કોઈની સાથે પહેલીનજરનો પ્રેમ થઈ શકે. આજે પરિવારજનો સાથે ખૂબ કિંમતી સમય પસાર કરી શકશો.

? કર્ક (ડ,હ) ?

આજે શારીરિક અને માનસિક લાભ માટે ધ્યાન – યોગ લાભદાયક રહેશે. આજે વાદ – વિવાદથી દૂર રહેવું જરૂરી. કોઈપણ ચર્ચામાં શાંતિપૂર્વક વર્તવું જરૂરી. આજે સગા સબંધીઓ સાથે સારો એવો સમય પસાર થશે.

? સિંહ (મ,ટ) ?

આજે પોતાના જીદ્દી સ્વભાવ પર નિયંત્રણ રાખવું જરૂરી. આજે કોઈ પ્રિય વ્યક્તિની કમી અનુભવી શકો છો. આજે આધ્યાત્મિકતા તરફ આપ ખેંચાણ અનુભવી શકો છો. આજે એકાંતમાં સમય વિતાવવું ગમશે.

? કન્યા (પ,,ણ) ?

આજે માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જરૂરી છે. આજે નકારાત્મક વિચારો મગજ પર છવાયેલા રહી શકે છે. આજે સંતાનની કોઈ બાબતે ગર્વ અનુભવશો. આજે મનપસંદ કામ કરવા માટે પર્યાપ્ત સમય મળી શકે.

? તુલા (ર,ત) ?

આજે કોઈ હસમુખા સબંધીને કારણે આપનો તણાવ દૂર થાય. આજે ધનને લગતી કોઈ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આજે કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત થાય તેવી શક્યતા જણાય છે.

? વૃશ્ચિક (ન,ય) ?

છેલ્લાં ઘણાં સમયથી હેરાન કરી રહેલી કોઈ બિમારીમાંથી આજે છુટકારો પ્રાપ્ત થાય. આજે પ્રિયજનોની મનઃસ્થિતિ પર ધ્યાન રાખવું જરૂરી, નહીંતર તકલીફ થઈ શકે. આજે તબિયત અચાનક બગડી શકે છે.

? ધન (ભ,,,ધ) ?

આજે નાનાં બાળકો સાથે સમય વિતાવવો આપને આનંદ આપી શકે છે. આજે નાણાં બચાવવાના વિચારો આપના મન પર છવાયેલા રહી શકે છે. આજે આપના વ્યક્તિત્વને કારણે નવા મિત્રો બની શકે તેવી શક્યતા.

? મકર (ખ,જ) ?

આજે જીવનનો પૂરતો આનંદ માણી શકશો. આજે ગુસ્સા પર નિયંત્રણ રાખવો. આજે પરિવારજનોથી દૂર સમય વિતાવી શકો છો. કોઈ અન્ય વ્યક્તિની દખલને પગલે જીવનસાથી સાથે કટકટ થાય તેવી શક્યતા જણાય છે.

? કુંભ (ગ,,,સ) ?

આજે પોતાની જાત સાથે સંવાદ કરશો. ઘરની કોઈ બાબત અંગે કંકાસ સહન કરવો પડી શકે છે. આજે કોઈ નવો વિચાર આપને મળી શકે છે. જીવનસાથીનું એકદમ માસૂમ સ્વરૂપ આપનો દિવસ ખુશનુમા બનાવશે.

? મીન (દ,,,થ) ?

આજે કોઈ મિત્રની મદદથી વેપાર – ધંધામાં લાભ પ્રાપ્ત થાય. પરિવારજનો સાથે આનંદમય દિવસ પસાર થાય. જરૂરીયાતમંદની મદદ કરી શકશો. જીવનસાથી આજે આપને ખૂબ જ સહયોગ આપશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *