(સચોટ જ્યોતિષીય માર્ગદર્શન અને ઉપાયો માટે સંપર્ક કરો.)
(જ્યોતિષાચાર્ય ડૉ. સંકેત પંડ્યા – 9825044244)
? મેષ (અ,લ,ઈ) ?
આજે બાળકો સાથે સમય વિતાવવાથી અધિક આનંદ પ્રાપ્ત થાય. ભાઈ – બહેનની મદદથી ધન લાભની શક્યતા. ભાગીદાર આપનાં ભોળપણનો લાભ ઉઠાવી શકે છે. જીવનસાથી સાથે હસી મજાક કરી શકો છો.
? વૃષભ (બ,વ,ઉ) ?
આજે દાન – પુણ્યથી માનસિક શાંતિ પ્રાપ્ત થાય. આર્થિક સ્થિતિ મજબૂર રહેશે. કમાણીના નવા સ્રોત પ્રાપ્ત થાય. કોઈ સ્વજનને કારણે હેરાનગતિ ભોગવવી પડી શકે છે. જીવનસાથી સાથે ઉગ્ર ચર્ચા થાય તેવી શક્યતા.
? મિથુન (ક,છ,ધ) ?
આજે ખાન – પાનમાં વિશેષ કાળજી રાખવી જરૂરી. કાર્યક્ષેત્રમાં આપની કોઈ ભૂલના કારણે આર્થિક નુકસાન થઈ શકે છે. ધાર્મિક કાર્યોમાં સમય વિતી શકે છે. આજે કોઈની પણ સાથે વાદ – વિવાદ ટાળવો જરૂરી.
? કર્ક (ડ,હ) ?
આજે દરેક કાર્યોમાં અડચણ અનુભવી શકો છો, ઉગ્ર ચર્ચા કરવાનું ટાળવું અને ગુસ્સા પર ખાસ નિયંત્રણ રાખવું જરૂરી. આજે સહકર્મીઓ અને ભાગીદારોનો સારો સહકાર પ્રાપ્ત થાય. જીવનસાથી સાથે આનંદમય સમય વિતે.
? સિંહ (મ,ટ) ?
આજે શારીરિક અને માનસિક શાંતિ માટે ધ્યાન કરવું જરૂરી. નાણાંની બચત કરવા સક્ષમ બનશો. પ્રભાવશાળી વ્યક્તિઓના સંપર્કમાં આવી શકો છો. જીવનસાથી સાથે ખાટો – મીઠો દિવસ પસાર થાય તેવી શક્યતા.
? કન્યા (પ,ઠ,ણ) ?
આજે મનથી શાંત રહીને સ્વસ્થતા અનુભવી શકશો. આજે આપની મજાક મસ્તીથી આસપાસનું વાતાવરણ પ્રફૂલ્લિત કરી શકશો. કામની ગુણવત્તા આજે સારી રહેશે. જીવનસાથી અન્ય દિવસ કરતાં અધિક ધ્યાન આપે.
? તુલા (ર,ત) ?
આજે હસતાં રહો કારણકે એ બધી જ સમસ્યાઓનો ઉત્તમ ઇલાજ છે. પિતાની સલાહથી નાણાં રોકવાથી લાભ પ્રાપ્ત થાય. આજે એવો વાયદો કોઈને ના કરવો જે પૂરો ના કરી શકો. જીવનસાથી પર શંકા કરવાનું ટાળવું.
? વૃશ્ચિક (ન,ય) ?
આજે સફળતા કદમ વેંતમાં હોવા છતાં આપનું ઉર્જાસ્તર ઓછું રહી શકે છે. આજે ગમે તે મિત્ર કે પરિચિતને ઉધાર આપવાનું ટાળવું. પરિવારજનો માટે સમય નહીં હોવાથી મન ખિન્ન થઈ શકે છે. જીવનસાથી મન સમજે.
? ધન (ભ,ફ,ઢ,ધ) ?
આજે તળેલી ચીજવસ્તુઓ ખાવાનું ટાળવું. વેપારમાં લાભ થવાથી આનંદ છવાયેલો રહી શકે છે. ભાગીદારીને કારણે આજે લાભ પ્રાપ્ત થાય. કોઈ આપનાં સારા સ્વભાવનો ખોટો ફાયદો ઉઠાવી શકે છે. દિવસ ઉત્તમ રહેશે.
? મકર (ખ,જ) ?
આજે ઘર – પરિવારની તકલીફો તાણ આપી શકે છે. શેર – સટ્ટાથી અચાનક ધન લાભ થાય તેવી શક્યતા. આજે સ્નેહ અને ઉદારતાભર્યા વર્તનથી દિવસ ખાસ બનાવી શકો છો. જીવનસાથી આજે પ્રેમાળ રહેશે.
? કુંભ (ગ,શ,ષ,સ) ?
આજે નાના – મોટા અકસ્માત થાય તેવી શક્યતા હોવાથી સાવધાની રાખવી. કોઈની યોગ્ય સલાહ લીધા વગર નાણાંનું રોકાણ કરવું નહીં. આજે જીવનસાથી સાથે વૈવાહિક જીવનની સારી બાબતો યાદ કરીને ખુશ થશો.
? મીન (દ,ચ,ઝ,થ) ?
આજે સ્વાસ્થ્ય સારું રહેશે. કોઈ વ્યક્તિની દખલને કારણે કામ કાજમાં વિઘ્ન આવી શકે છે. આજે બને તેટલું મૌન જાળવવું લાભ કરાવે. જીવનસાથી સાથે પૈસાની કોઈ બાબત અંગે વિખવાદ થાય તેવી શક્યતા છે.