(સચોટ જ્યોતિષીય માર્ગદર્શન અને ઉપાયો માટે સંપર્ક કરો.)
(જ્યોતિષાચાર્ય ડૉ. સંકેત પંડ્યા – 9825044244)
(નોંધઃ ચંદ્ર અનુસાર રાશિફળ)
? મેષ (અ,લ,ઈ) ?
આજે પોતાની જાતને પ્રોત્સાહિત કરીને આશાવાદી બનવું જરૂરી છે. ડર, ઈર્ષ્યા જેવા નકારાત્મક વિચારોને ખંખેરી નાંખવા. ઉતાવળમાં કોઈ કામ કરવું આજે ટાળવું. જીવનસાથી આજે શુષ્ક વર્તન કરી શકે છે.
? વૃષભ (બ,વ,ઉ) ?
આજે વ્યસ્તતામાંથી સમય કાઢીને પોતાને ગમતું કાર્ય કરી શકો છો. આર્થિક પક્ષ સારો રહેશે પરંતુ ખોટા ખર્ચા પર નિયંત્રણ રાખવું જરૂરી. કોઈ ત્રાહિત વ્યક્તિના પ્રશ્નોમાં માંથુ ના મારવું. જીવનસાથી દિવસ ખાસ બનાવશે.
? મિથુન (ક,છ,ધ) ?
આજે ગુસ્સો અધિક રહી શકે છે. વેપાર – ધંધામાં લાભ પ્રાપ્ત થવાની પૂરી શક્યતા જણાય છે. અચાનક કોઈ સારો સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. મનની વાત સ્પષ્ટ રીતે કહેશો. જીવનસાથી સાથે જૂની વાતો યાદ કરશો.
? કર્ક (ડ,હ) ?
આજે કોઈ નવી વાત શિખવામાં સમય વિતાવી શકો છો. નાણાંના ખોટા વ્યય બાબતે વડીલોનો ઠપકો મળી શકે છે. ભાગીદારીમાં લાભ પ્રાપ્ત થાય તેવી શક્યતા. આજે જીવનસાથી સાથે તાલમેલ નહીં મેળવી શકો.
? સિંહ (મ,ટ) ?
આજે ઘરમાં કોઈ ઇલેક્ટ્રોનિક્સનો સામાન ખરાબ થવાથી ખર્ચો કરવો પડી શકે છે. કોઈ અટકેલું કાર્ય આગળ વધી શકે છે. આજે એકાંતમાં સમય વિતાવવો ગમશે. જીવનસાથી ઉર્જા અને પ્રેમથી ભરપૂર કરી શકે છે.
? કન્યા (પ,ઠ,ણ) ?
આજે મનોરંજનના કાર્યોમા સમય વિતાવશો. વેપારમાં આજે ખોટ જાય તેવી શક્યતા. આજે મનમાં કોઈ બાબતે શંકા રાખવાનું ટાળવું જરૂરી. જીવનસાથી સાથે ભરપૂર આનંદમય સમય વિતે, ઉત્તમ દિવસ રહેશે.
? તુલા (ર,ત) ?
આજે સ્વાસ્થ્ય સારું રહેશે. સફળતા પ્રાપ્ત થવાના પૂરા સંજોગ છે. નકારાત્મક બાબતોને ત્યજી દેવી જરૂરી. આજે કોઈ સામાજીક પ્રસંગમાં ઉપસ્થિત રહી શકો છો. જીવનસાથી કામમાં સહકાર આપી શકે છે.
? વૃશ્ચિક (ન,ય) ?
આજે ખાલી સમયમાં પોતાના શોખના કામ કરી શકો છો. રોકાયેલું ધન પાછું મળી શકે છે. કોઈ પણ જગ્યાએ રોકાણ કરવાનું ટાળવું. જીવનસાથી સાથે સારો સમય વિતે, કોઈ ઉપહાર પ્રાપ્ત થઈ શકે છે.
? ધન (ભ,ફ,ઢ,ધ) ?
લાંબા સમયથી અટકેલું કોઈ કામ આજે પૂરી થઈ શકે છે. જીવનશૈલીમાં પરિવર્તન લાવવાના વિચારો આવી શકે છે. આજે મૌન રાખી પોતાની જાત સાથે સંવાદ કરવો. વૈવાહિક સુખ પ્રાપ્ત થવાની પૂરી શક્યતા છે.
? મકર (ખ,જ) ?
આજે સ્વાસ્થ્ય સારું રહેશે. યાત્રા પ્રવાસ માટે થાક અને તણાવ આપી શકે છે. પારિવારીક મતભેદોનું નિરાકરણ મળી શકે છે. જીવનસાથી કે અન્ય કોઈ વ્યક્તિ સાથ વાદ વિવાદ ટાળવો જરૂરી.
? કુંભ (ગ,શ,ષ,સ) ?
આજે નાના બાળકો કે સંતાન સાથે સમય વિતાવીને આપ રાહત અનુભવી શકશો. નાણાંને લગતી કોઈ સમસ્યા મગજ પર છવાયેલી રહેશે. આજે આપનું ખોટું પકડાઈ જવાને કારણે તણાવ અનુભવશો.
? મીન (દ,ચ,ઝ,થ) ?
આજે ઝગડાખોર સ્વભાવને કારણે આપના અંગત સંબંધોમાં તિરાડ પડી શકે છે. આજે આર્થિક સ્તર પર હેરાનગતિ ભોગવવી પડી શકે છે. યાત્રા દરમિયાનમાં ચીજવસ્તુઓની કાળજી રાખવી જરૂરી છે.