(સચોટ જ્યોતિષીય માર્ગદર્શન અને ઉપાયો માટે સંપર્ક કરો.)

(જ્યોતિષાચાર્ય ડૉ. સંકેત પંડ્યા – 9825044244)

? મેષ (અ,લ,ઈ) ?

આજે માનસિક તણાવમાંથી રાહત પ્રાપ્ત થાય. કોઈ એવી વ્યક્તિની આજે મુલાકાત થાય જે આપના આર્થિક પક્ષને મજબૂત કરવાની મહત્વની સલાહ આપી શકે છે. જીવનસાથી સાથે ઉત્તમ સમય પસાર થાય.

? વૃષભ (બ,વ,ઉ) ?

આજે આપને વડીલ વર્ગ તરફથી નાણાંકીય સહાય પ્રાપ્ત થાય. આજે વાંચનમાં આપનું મન વધારે લાગી શકે છે. મનોરંજનની પ્રવૃત્તિમાં નાણાં ખર્ચ થઈ શકે છે. આજે એકાંતમાં સમય વિતાવવું ગમી શકે છે.

? મિથુન (ક,છ,ધ) ?

આજે આપના પર કામનું ભારણ રહેશે. આજના દિવસે ધનલાભ થાય તેવી પૂરી શક્યતા છે. પરિવારજનો સાથે શાંતિથી સમય પસાર કરી શકશો. મન પર રોમાંસ છવાયેલો રહેશે. ઘરમાં કોઈ પ્રસંગ ઉજવાય.

? કર્ક (ડ,હ) ?

પ્રભાવશાળી લોકોના સહયોગથી આજે આપ ઉત્સાહ અનુભવી શકો છો. આજે ધનહાની થવાની શક્યતા છે. બાળકોને લગતાં કાર્યોમાં સમય વિતી શકે છે. આજના દિવસે ફિલ્મ જોવામાં સમય વિતી શકે છે.

? સિંહ (મ,ટ) ?

આજે મનમાંથી નકારાત્મક વિચારો ખંખેરી નાંખવા જરૂરી. દાન-પુણ્યના કાર્યમાં જોડાવાથી માનસિક શાંતિ પ્રાપ્ત થાય. નાના ભાઈ બહેન આપની પાસે સલાહ માંગી શકે છે. જીવનસાથી મુશ્કેલીમાંથી બહાર કાઢે.

? કન્યા (પ,ઠ,ણ) ?

આજે જીવનસાથી સાથે ચકમક ઝરી શકે છે. આજે કંઈપણ બોલતાં પહેલાં ખૂબ વિચાર કરવો. આજે કોઈ અજ્ઞાત સ્ત્રોતથી નાણાં પ્રાપ્ત થાય. જીવનસાથી આજે કોઈ સરપ્રાઈઝ આપી શકે છે.

? તુલા (ર,ત) ?

આજે કામ કાજનું ભારણ વધારે રહેશે. આગંતુક મહેમાનોને કારણે આર્થિક લાભ થઈ શકે છે. જીવનસાથી આજે આપને દરેક કાર્યમાં મદદરૂપ થશે. આજે કોઈ ખોટી ચર્ચામાં સમય બગડી શકે છે.

? વૃશ્ચિક (ન,ય) ?

આજે ઉર્જાનું સ્તર ઉચું રહેશે. આજે વધારાના નાણાંને સુરક્ષિત કરી શકશો. આજે તબિતય નરમ ગરમ રહી શકે છે. વેપાર – ધંધા માટે અચાનક યાત્રા કરવી પડી શકે છે. જીવનસાથી સાથે ચકમક ઝરી શકે છે.

? ધન (ભ,ફ,ઢ,ધ) ?

આજે આપનો સ્વભાવ નાનાં બાળક જેવો ભોળો રહેશે. સંબંધીઓ સાથે મળીને વેપાર કરવાનો વિચાર કરી શકો છો. કામકાજમાં આપને દરેક ક્ષેત્રે સફળતા પ્રાપ્ત થઈ શકે છે. જીવનસાથી આપની પ્રશંસા કરી શકે છે.

? મકર (ખ,જ) ?

આજે આપનું વ્યક્તિત્વ ખૂબ ગંભીર રહી શકે છે. આપને નાણાંકીય સમસ્યા સતાવી શકે છે. પરિવારજનો સાથે ખૂબ ઉત્તમ સમય પસાર થાય. વૈવાહિક જીવનમાં નજીકતા અનુભવી શકો છો.

? કુંભ (ગ,શ,ષ,સ) ?

આજે પોતાની જાતને આશાવાદી બનાવવા પ્રેરીત કરશો. આજે કોઈની મદદ વગર નાણાં કમાવી શકો છો. કોઈના કારણે માનસિક શાંતિનો ભંગ થઈ શકે છે. જીવનસાથી સાથે સારો સમય વિતી શકે છે.

? મીન (દ,ચ,ઝ,થ) ?

આજનો દિવસ આપે આરામ કરવો જરૂરી. નોકરીયાત વર્ગને આજે નાણાંની જરૂરત ઉભી થઈ શકે છે. ખોટા ખર્ચા કરવી પડી શકે છે. વ્યસ્ત દિનચર્યાને કારણે જીવનસાથી આપના પર શંકા કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *