(સચોટ જ્યોતિષીય માર્ગદર્શન અને ઉપાયો માટે સંપર્ક કરો.)
(જ્યોતિષાચાર્ય ડૉ. સંકેત પંડ્યા – 9825044244)
(નોંધઃ ચંદ્ર અનુસાર રાશિફળ)
? મેષ (અ,લ,ઈ) ?
આજે આપનું કોઈ સ્વપ્ન હકીકતમાં ફેરવાઈ શકે છે. બપોર બાદ આર્થિક સમસ્યામાંથી છુટકારો પ્રાપ્ત થાય. અંગત વ્યક્તિ સાથે મતભેદ થવાની શક્યતા છે. જીવનસાથી તરફથી અનહદ પ્રેમ પ્રાપ્ત થવાની શક્યતા.
? વૃષભ (બ,વ,ઉ) ?
આજે આપના સ્વભાવમાં ઉદારતા રહેશે. શેર – સટ્ટા દ્વારા લાભ થવાની શક્યતા. પરિવારજનોના મત ખુલ્લા મનથી સાંભળશો. કામકાજમાં રાહત રહેશે. જીવનસાથીની કોઈક વાતે આનંદ પ્રાપ્ત થઈ શકે છે.
? મિથુન (ક,છ,ધ) ?
આજે મિત્રો સાથે અધિક સમય વિતાવી શકો છો. નશાકારક ચીજવસ્તુઓ છોડવાનો વિચાર કરી શકો છો. રિયલ એસ્ટેલને લગતું રોકાણ લાભદાયક રહે. આજે આપનું વ્યક્તિત્વ લોકોને આકર્ષિત કરે તેવી શક્યતા છે.
? કર્ક (ડ,હ) ?
આજે મનમાં નકારાત્મક વિચારો ખંખેરીને આગળ વધવું જરૂરી છે. ઝગડાખોર સ્વભાવ પર કાબૂ રાખશો. આર્થિક દ્રષ્ટિએ દિવસ મધ્યમ રહેશે. માતા – પિતાની સલાહ માનશો તો કોઈ મહત્વનો લાભ પ્રાપ્ત થાય.
? સિંહ (મ,ટ) ?
આજે સ્વાસ્થ્યમાં સુધારો લાવવા માટે વિચાર કરી શકો છો. આજે કોઈને પણ વગર વિચાર્યે કોઈ વાયદો કરવો નહીં. આજે નક્કામી બાબતોમાં સમય વેડફાય તેવી શક્યતા છે. જીવનસાથી તરફથી પ્રેમભર્યું વર્તન રહેશે.
? કન્યા (પ,ઠ,ણ) ?
આજે સારી બાબતોનો સ્વિકાર કરવા આપ મન – મગજથી ખુલ્લા રહેશો. ભવિષ્યની યોજનાઓ પર વિચાર કરી શકો છો. પ્રભાવશાળી વ્યક્તિઓના સંપર્કમાં આવશો. જીવનસાથી તરફથી સુખદ અનુભૂતિ પ્રાપ્ત થાય.
? તુલા (ર,ત) ?
આજે વિવાહિત જાતકે સંતાનના શિક્ષણ માટે મોટો ખર્ચો કરવો પડી શકે છે. જરૂરતના સમયે મિત્રોનો સહયોગ પ્રાપ્ત થશે. કામકાજના મોર્ચે ઉત્તમ દિવસ રહેશે. ઉતાવળમાં નિર્ણય લેવાનું આજે ટાળવું ખૂબ જ જરૂરી.
? વૃશ્ચિક (ન,ય) ?
આજે પોતાની જાતને આશાવાદી બનાવવાનો પ્રયાસ કરવો જરૂરી. ડર, ઈર્ષ્યા જેવા નકારાત્મક વિચારો મન પર છવાયેલા રહી શકે છે. આજે લોન મળી શકે છે. આજે એકાંતમાં સમય વિતાવીને શાંતિ પ્રાપ્ત કરશો.
? ધન (ભ,ફ,ઢ,ધ) ?
આજે આપને અનેક અડચણો અને મતભેદોનો સામનો કરવો પડી શકે છે. ઉતાવળે રોકાણ કરવાથી નુકસાન થઈ શકે છે. બીજાને પ્રભાવિત કરવાની આપની ક્ષમતાથી સકારાત્મક પરિણામ પ્રાપ્ત કરી શકો તેવી શક્યતા.
? મકર (ખ,જ) ?
આજે સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખવી જરૂરી. આજના દિવસે નાણાંની બચતના વિચારો કરી શકો છો. આજે કોઈ સારા સમાચાર પ્રાપ્ત થવાની પૂરી શક્યતા. જરૂરીયાતમંદની મદદ કરવાની તક આપને પ્રાપ્ત થાય.
? કુંભ (ગ,શ,ષ,સ) ?
આજે આપ અધિક લાગણીશીલ રહી શકો છો. જૂની વાતો યાદ કરીને દુઃખી થવાનુ ટાળવું જરૂરી. આજે વધારાની જવાબદારી આપને પ્રાપ્ત થઈ શકે છે. જીવનસાથી સાથે મળી કોઈ યોજના બનાવી શકો છો.
? મીન (દ,ચ,ઝ,થ) ?
આજે ધાર્મિક સ્થળોની યાત્રા કરશો અથવા તો કોઈ સંત પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરી શકો છો. આજે આત્મવિશ્વાસ ઉત્તમ રહેવાની પૂરી શક્યતા છે. જરૂરી ના હોય એવી બાબત પર ચર્ચા વિચારણા કરવાનું આજે ટાળવું જોઈએ.