(સચોટ જ્યોતિષીય માર્ગદર્શન અને ઉપાયો માટે સંપર્ક કરો.)
(જ્યોતિષાચાર્ય ડૉ. સંકેત પંડ્યા – 9825044244)
? મેષ (અ,લ,ઈ) ?
આજે અન્ય લોકોની મદદ કરવામાં આપ થાક અનુભવી શકો છો. આજે કોઈને ઉધાર નાણાં આપવા નહીં. આજે બીજાને સલાહ સૂચન આપવાની વૃત્તિ પર કાબૂ રાખવો. જીવનસાથી સાથે પ્રેમભર્યો દિવસ વિતશે.
? વૃષભ (બ,વ,ઉ) ?
આજે ધ્યાન – યોગથી આપ ઉર્જા પ્રાપ્ત કરી શકશો. આજે સંતાન કે કોઈ બાળક પાછળ ખર્ચ કરવો પડી શકે છે. આજે પરિવારજનો માટે સમય કાઢવો મુશ્કેલ રહી શકે છે. મનમાં સન્યાસ લેવાની ભાવના જાગી શકે છે.
? મિથુન (ક,છ,ધ) ?
આજે આપના વ્યક્તિત્વ લોકોનું ધ્યાન ખેંચી શકે છે. આજે ગુસ્સાવાળા સ્વભાવને કારણે આર્થિક નુકસાન થઈ શકે છે. આજે ઘરમાં કોઈ પાર્ટીનું આયોજન થઈ શકે છે. જીવનસાથી આજે પ્રેમ વ્યક્ત કરી શકે છે.
? કર્ક (ડ,હ) ?
આજે રમત ગમતમાં ભાગ લઈને તંદુરસ્તી પ્રાપ્ત કરી શકો છો. આજે માતા – પિતા કે વડિલને પોતાના મનના વિચારો જણાવી શકો છો. ધાર્મિક સ્થળમાં સમય વિતાવી શકો છો. જીવનસાથી સાથે ચકમક ઝરી શકે.
? સિંહ (મ,ટ) ?
આજે વિચિત્ર સંજોગોમાં આપ ફસાઈ શકો છો. આજે વેપાર ધંધામાં બહુ વિચારીને પગલાં ભરવા જરૂરી છે. આજે મિત્ર તરફથી સહકાર પ્રાપ્ત થાય. આજે કોઈ રચનાત્મક વિચાર મળી શકે છે. જીવનસાથી પ્રેમ આપે.
? કન્યા (પ,ઠ,ણ) ?
આજે મિત્રો આપને મદદ કરવા આગળ આવશે. નાણાંકીય બાબતો અંગે હેરાન થઈ શકો છો. આજે પરિવારજનો સાથે સારો એવો સમય વ્યતિત થાય. જીવનસાથી સાથે આજે ફરી પ્રેમ થાય તેવી શક્યતા.
? તુલા (ર,ત) ?
આજે અચાનક ખર્ચ કરવા પડે છે. પરિવારની કોઈ મહિલા સભ્યનાં સ્વાસ્થ્ય અંગે ચિંતા સર્જાઈ શકે છે. પાડોશીઓ કે અન્ય વ્યક્તિની દખલને કારણે જીવનસાથી કોઈ ખટરાગ થવાની સંભાવના જણાય છે.
? વૃશ્ચિક (ન,ય) ?
આજે આપનો સ્વભાવ બાળક જેવો મજાકીયો રહી શકે છે. આજે મનમાં નાણાંની બચતના વિચારો છવાયેલા રહી શકે છે. વેપાર – ધંધામાં કે નોકરીમાં વધુ સમય વિતાવવાથી ઘરમાં કંકાસ થવાની શક્યતા જણાય છે.
? ધન (ભ,ફ,ઢ,ધ) ?
કામકાજમાં ઉપરીવર્ગનું દબાણ અને ઘરમાં કચકચ થવાને કારણે તાણ અનુભવી શકો છો. આજે કોઈને ઉધાર આપશો તો એ નાણાં પરત આવે તેવી શક્યતા ઓછી છે. જીવનસાથીના સ્વાસ્થ્યની ચિંતા થઈ શકે છે.
? મકર (ખ,જ) ?
આજે નાણાંકીય બાબતમાં પડેલી ગૂંચ ઉકેલાઈ શકે છે. અંગત મિત્ર કે ભાગીદાર આપના કોઈ કામથી દુઃખી થઈ શકે છે. ખર્ચ વધી જવાને કારણે જીવનસાથી આપની સાથે આજે ખટ પટ કરી શકે છે.
? કુંભ (ગ,શ,ષ,સ) ?
આજે શક્ય હોય તો યાત્રા પ્રવાસ ટાળવો. આજે અચાનક નાણાંની જરૂરીયાત ઉભી થઈ શકે છે. જીવનસાથીના સ્વાસ્થ્ય અંગે દોડધામ કરવી પડી શકે છે. આજે કોઈ બિનઉપજાઉં કાર્યમાં વ્યસ્ત રહેવું પડી શકે છે.
? મીન (દ,ચ,ઝ,થ) ?
આજે સફળતા હાથ વેંતમાં હોવા છતાં ઉર્જા સ્તરમાં ઘટાડો જોવા મળી શકે. પરિવારજનો આજે આપને ખુશ રાખવાના પ્રયત્ન કરતાં જોવા મળી શકે છે. આજે આપ પોતાને ગમતી રમત રમી શકો તેવી શક્યતા છે.