(સચોટ જ્યોતિષીય માર્ગદર્શન અને ઉપાયો માટે સંપર્ક કરો.)
(જ્યોતિષાચાર્ય ડૉ. સંકેત પંડ્યા – 9825044244)
? મેષ (અ,લ,ઈ) ?
આજે સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખવી જરૂરી. આજે આપની કામ પ્રત્યેની નિષ્ઠાની અન્ય લોકો પ્રશંસા કરી શકે છે. આજે ભવિષ્ય અંગેની કોઈ યોજના બનાવી શકો છો. જીવનસાથી સ્વાદિષ્ટ ભોજન કરાવશે.
? વૃષભ (બ,વ,ઉ) ?
આજે કોઈ વ્યક્તિની વાત ધ્યાનથી સાંભળવાને કારણે આપને કોઈ સમસ્યાનું સમાધાન મળી શકે છે. આજે કોઈને નાણાં ઉધાર આપવા નહીં. પરિવારમાં કોઈ સમસ્યા સર્જાઈ શકે છે. જીવનસાથી ગિફ્ટ આપી શકે છે.
? મિથુન (ક,છ,ધ) ?
આજે આપ ઉર્જા સાથે અને નવા વિચારો સાથે કાર્ય કરી શકશો. આજે આપનામાં ધીરજની ઉણપ વર્તાય. આજે પરિવારજનોની સમસ્યાઓ આપને સાંભળવી પડી શકે છે. લાંબા સમય બાદ સારી એવી ઉંઘ કરી શકશો.
? કર્ક (ડ,હ) ?
આજે કોઈ નવા આર્થિક કરાર અંતિમ સ્વરૂપ લઈ શકે છે. આજે જરૂરી કામ કરતાં નક્કામા કામો વધારે સમય બગાડી શકે છે. દિવાસ્વપ્નમાં ખોવાયેલા રહેવાની આપની પ્રકૃતિ પર આજે અંકુશ લગાડવો જરૂરી જણાય છે.
? સિંહ (મ,ટ) ?
આજે ધન બચાવવાના આપના પ્રયત્નો અસફળ રહેશે. મિત્રો આપના અંગત જીવનમાં જરૂર કરતાં વધારે દખલ કરી શકે છે. સ્વાસ્થ્ય અંગે સાવચેત નહીં રહેવાને કારણે તાણ અનુભવી શકો તેવી શક્યતા છે.
? કન્યા (પ,ઠ,ણ) ?
આજે ઘરમાં કામ કરતી વખતે વિશેષ સાવધાની રાખવી જરૂરી. પરિવારજનો સાથે શાંતિ અને આનંદનો અનુભવ થશે. આજે જીવનસાથીનું આંતરિક સૌંદર્યા પણ આપ અનુભવી શકો તેવી શક્યતા જણાય છે.
? તુલા (ર,ત) ?
આજે ધ્યાન – યોગ કરવાથી આપને લાભ પ્રાપ્ત થાય. આજે બપોર બાદ કોઈક કારણસર ખર્ચ કરવો પીડ શકે છે. આજે પ્રિય વ્યક્તિઓ સાથે ખોટી ચર્ચાઓ કરવાનું ટાળવું. આજે બને તેટલું મૌન રાખવું જરૂરી.
? વૃશ્ચિક (ન,ય) ?
આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી. અચાનક ખર્ચની સ્થિતિ ઉત્પન્ન થવાથી આર્થિક ભારણ અનુભવી શકો છો. આજે કોઈની સાથે આંખો ચાર થાય તેવી શક્યતા છે. જીવનસાથી પર કોઈપણ પ્રકારની આશંકા કરવી નહીં.
? ધન (ભ,ફ,ઢ,ધ) ?
આજે શારીરિક સ્ફૂર્તિ માટે રમત ગમતમાં સમય વિતાવવો જરૂરી. આજે આપના આકર્ષણ અને વ્યક્તિત્વને કારણે નવા મિત્રો બનશે. આજે ફિલ્મ જોવામાં કિંમતી સમય વ્યતિત થાય તેવી શક્યતા જણાય છે.
? મકર (ખ,જ) ?
આજે તન મનથી સ્વસ્થ્ય રહેશો. માતા કે પિતાના સ્વાસ્થ્ય માટે ખર્ચ કરવો પડે તેવી શક્યતા. આજે આપ ઘણાં સમય બાદ કોઈ ખાસ મિત્રને મળી શકો છો. આજે આપ કોઈ ગુરુની સલાહ લેવા જાવ તેવી શક્યતા.
? કુંભ (ગ,શ,ષ,સ) ?
તાજેતરમાં બનેલી કોઈ ઘટનાને કારણે આજે આપનું મન બેચેન રહી શકે છે. આજે ઉધાર ગમે તે સંજોગોમાં ચુકવવું પડે તેવા સંજોગો ઉભા થાય. સાંજે ભાઈ – બહેનો સાથે ફિલ્મ જોવા જવાનો પ્લાન બની શકે છે.
? મીન (દ,ચ,ઝ,થ) ?
આજે હિમ્મત હાર્યા વગર મહેનત કરશો તો ઇચ્છિત પરિણામ પ્રાપ્ત કરી શકો છો. સંબંધીઓ સ્વજનો તરફથી સહકાર પ્રાપ્ત થાય. આજે ખોટા ખર્ચા અંગે આપને કોઈ સલાહ આપે તેવી શક્યતા જણાય છે.