➡ વિક્રમ સંવત 2078 પોષ વદ – એકમ
➡ આજની ચંદ્ર રાશિ – કર્ક
મેષ (અ,લ,ઈ)
આજનો દિવસ ખૂબ દોડધામ વાળો રહી શકે છે, જોકે, આપમાં ઉર્જા સારી રહેશે. આત્મવિશ્વાસમાં આજે વૃદ્ધિ જોવા મળશે. વડીલોપાર્જીત મિલકત અંગેના શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં સમજદારીપૂર્વક ડગલાં માંડવા. આજે રોકાણ કરવાનું ટાળવું.
વૃષભ (બ,વ,ઉ)
આજે આપની મનોદશા એવી રહેશે કે, શાંતિથી જીવનનો આનંદ માણી શકશો. અણધાર્યા ખર્ચને કારણે આર્થિક ભારણ વધી શકે છે. વડીલ સબંધીઓની વિચિત્ર વાતોથી આપને હેરાનગતિ થઈ શકે છે. જીવનસાથી સાથે અન્ય કોઈની વાત માની લડાઈ કરવી નહીં.
મિથુન (ક,છ,ધ)
સારા સ્વાસ્થ્ય માટે કસરતને જીવનનો અભિન્ન અંગ બનાવવાની આજે શરૂઆત કરી શકો છો. પ્રિયજનો સાથે વિવાદાસ્પદ મુદ્દા પર ચર્ચા કરવાનું ટાળવું. આ રાશિના કેટલાંક જાતકોને અચાનક યાત્રા પ્રવાસ પર જવાનું થઈ શકે છે. અન્ય લોકોની વાત સાંભળવાનું રાખવું.
કર્ક (ડ,હ)
આજે જીવનસાથી સાથે મતભેદ સર્જાય તેવી શક્યતાઓ છે. માટે વિવાદ કરવાને બદલે ભાવનાત્મક દ્રષ્ટિથી વિચાર કરવો. પરિવારમાં કોઈની તબિયત ખરાબ થઈ શકે છે. પરોપકારની ભાવના આજે બળવતર રહેશે. નાણાંકિય બાબતો અંગે ચિંતા અનુભવી શકો છો.
સિંહ (મ,ટ)
કુદરતે આપને આત્મવિશ્વાસ અને તેજ દિમાગ આપ્યું છે, એનો ભરપૂર ઉપયોગ કરવો. રોકાણ માટે સારો દિવસ છે, જોકે, સલાહ જરૂર લેવી. આપનો ભાઈ આપના માટે જરૂર કરતાં અધિક મદદગાર સાબિત થાય. આજે નવી ચીજ શિખવામાં રસ રહેશે.
કન્યા (પ,ઠ,ણ)
માનસિક અને નૈતિક શિક્ષાની સાથે શારિરિક શિક્ષા લેશો તો જ સર્વાંગી વિકાસ શક્ય છે. શરીરની પૂરતી કાળજી રાખવી જરૂરી. આપના અહંકારને કારણે ભૂતકાળની ઘટનાઓને વાગોળ્યા કરશો તો નવો રસ્તો નહીં મળે. વાહન ચલાવતી વખતે ખાસ સંભાળવું.
તુલા (ર,ત)
બાળકો સાથે સમય વિતાવીને માનસિક તાણમાંથી મુક્ત થઈ શકશો. પ્રોપર્ટી સંબંધીત લેવડ દેવડથી લાભ પ્રાપ્ત થવાના યોગ છે. પ્રિયજનો સાથે ગેરસમજ ટાળવી જરૂરી. આજે આપ લોકોના ધ્યાનના કેન્દ્રમાં હશો. સફળતા પ્રાપ્ત કરવાના યોગ છે.
વૃશ્ચિક (ન,ય)
કોઈ અંગત મિત્ર સાથે ગેરસમજ થવાથી અપ્રિય સ્થિતિમાં સપડાઈ શકો છો. પોતાની જાત પર નિયંત્રણ રાખીને નિર્ણય કરવો. પ્રિય વ્યક્તિની જૂની વાતોને દરકિનાર કરીને જીવનમાં સુધારો લાવી શકશો. આજે ચીજવસ્તુઓની ખાસ કાળજી રાખવી જરૂરી છે.
ધન (ભ,ફ,ઢ,ધ)
આજે કામનું ભારણ આપનો સ્વભાવ ચીડીયો બનાવી શકે છે. ખર્ચામાં વૃદ્ધિના યોગ છે. જે આપને નીચે પાડવા માંગતા હોય એવા લોકોથી સાચવવું. સમય પર ઝડપથી નિર્ણય લેવાથી તમે બીજાથી આગળ વધી શકશો. આજે હિતશત્રુઓ ખોટી ચડામણી કરી શકે છે.
મકર (ખ,જ)
આજે આપનો મિત્ર કોઈ એવી વ્યક્તિ સાથે મુલાકાત કરાવશે, જે આપના વિચારો પર ઉંડી છાપ છોડશે. આજે હરવા ફરવા અને ખર્ચા કરવાનો મૂડ રહી શકે છે. પરિવારજનો સાથે આજે થોડી તકલીફ થઈ શકે છે. આજે માનસિક શાંતિ માટે મૌન રાખવું હિતાવહ છે.
કુંભ (ગ,શ,ષ,સ)
આજે આસપાસના લોકોની સહાય આપને પ્રાપ્ત થઈ રહેશે. દિવસ અધિક લાભદાયક નથી માટે નાણાં ખર્ચતા પહેલાં વિચાર કરવો. બાળકોને પ્રોત્સાહન આપશો તો આનંદ પ્રાપ્ત થશે. આજે વિજાતીય વ્યક્તિનું આકર્ષણ રહેશે. યાત્રા કરવું ફાયદાકારક છતાં ખર્ચાળ સાબિત થાય.
મીન (દ,ચ,ઝ,થ)
આજે મગજમાં નકારાત્મક વિચારો છવાયેલા રહેશે. શાંત રહેવાનો પ્રયાસ કરશો તો જ કાર્યમાં મન પોરવી શકશો. અણધાર્યા ખર્ચા આવી શકે છે. રચનાત્મક કાર્યથી આસપાસના લોકોને પ્રભાવિત કરી શકશો. કોઈ આપનો ગેરલાભ ઉઠાવે તેવી શક્યતા છે.
➡ (દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
➡ (ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગેની માહિતી આપો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
#funrang #funrangnews #jyotish #rashifal #Bhavishya