(સચોટ જ્યોતિષીય માર્ગદર્શન અને ઉપાયો માટે સંપર્ક કરો.)
(જ્યોતિષાચાર્ય ડૉ. સંકેત પંડ્યા – 9825044244)
(નોંધઃ આ રાશિફળ ચંદ્રની સ્થિતિ પ્રમાણે છે.)
? મેષ (અ,લ,ઈ) ?
આજે વિચાર્યા વગર કોઈને નાણાં આપવાનું ટાળવું જરૂરી. કોઈ પત્ર કે ઇમેલ દ્વારા શુભ સમાચાર સાંભળવા મળી શકે છે. જરૂરીયાતમંદ વ્યક્તિની મદદ કરી શકશો. જીવનસાથી સાથે દિલ ખોલીને વાત કરી શકશો.
? વૃષભ (બ,વ,ઉ) ?
આજે કોઈ બાબતે મહત્વપૂર્ણ નિર્ણય લેવો પડે, જેના કારણે તણાવ અનુભવી શકો છો. આજે ખોટા ખર્ચા પર કાબૂ રાખશો. ક્ષણિક ઉન્માદમાં કોઈ વાત કરવી નહીં. વૈવાહીક જીવનમાં આજનો દિવસ સુખમય વિતી શકે છે.
? મિથુન (ક,છ,ધ) ?
આજે આપનો સ્વભાવ ઝગડાખોર રહેવાને કારણે શત્રુઓમાં વધારો થઈ શકે છે. નવા કરાર કરતાં પહેલાં અધિક વિચાર કરવો જરૂરી. આજે શક્ય છે કે પરિવારજનો સાથે સાંજનો સમય હરવા ફરવામાં વિતાવો.
? કર્ક (ડ,હ) ?
આજે આપે પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખવી જરૂરી. કોઈ જરૂરી યોજનાઓ આગળ વધે તેવી શક્યતા. આજે પોતાની જાત સાથે સમય વિતાવવાનું વધુ પસંદ કરી શકો. માતા – પિતાના આર્શિવાદ પ્રાપ્ત થશે.
? સિંહ (મ,ટ) ?
કામનું દબાણ અને ઘરેલું મતભેદને કારણે તણાવ અનુભવી શકો છો. ખોટી વાતોને ખોટા સમય પર કહેવાનું ટાળવું. મિત્રો સાથે અધિક સમય વિતે તેવી શક્યતા. જીવનસાથી તરફથી વિશેષ આનંદ પ્રાપ્ત થશે.
? કન્યા (પ,ઠ,ણ) ?
માનસિક સ્પષ્ટતા માટે ભ્રમ અને નિરાશાથી બચવું જરૂરી. આજે કોઈ કિંમતી વસ્તુ ખોવાઈ કે ચોરાઈ જાય તેવી શક્યતા છે. નકારાત્મક વિચારોને મન પર હાવી ના થવા દો. જીવનસાથીનો ઉજ્વળ પક્ષ જોવા મળશે
? તુલા (ર,ત) ?
આજે માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જરૂરી. વિચારોમાંથી નકારાત્મકતા ખંખેરી નાંખવી જરૂરી. સંતાનોને લગતી સમસ્યામાં હેરાન થવું પડી શકે છે. જીવનસાથી સાથે હરવા ફરવા જાવ તેવી શક્યતા જણાય છે.
? વૃશ્ચિક (ન,ય) ?
અસુરક્ષાની ભાવના આજે મન પર છવાયેલી રહી શકે છે. આર્થિક સ્તર પર શુભ દિવસ રહેશે. કોઈ જૂના મિત્ર કે સ્વજનને મળવાનું થઈ શકે છે. ભવિષ્યની યોજનાઓ પર વિચાર કરશો. જીવનસાથી તરફથી પ્રેમ મળશે.
? ધન (ભ,ફ,ઢ,ધ) ?
આજે હસમુખ સ્વજનને મળવાને કારણે તણાવમાંથી રાહત પ્રાપ્ત કરી શકો છો. આજે પરિવારજનો આપના સકારાત્મક અભિગમથી વિશેષ પ્રભાવિત થાય. કોઈ મિત્ર સાથે આજે મન હળવું કરી શકો તેવી શક્યતા છે.
? મકર (ખ,જ) ?
આજે અંગત લોકોની સાથે એવી વાત પર ચર્ચા કરવાનું ટાળવું જેના કારણે મતભેદ થઈ શકે. આજે હરવા ફરવાના યોગ છે. આર્થિક દ્રષ્ટિએ દિવસ ઉત્તમ રહેશે. બાળકો સાથે સમય વિતાવીને આનંદ પ્રાપ્ત કરી શકશો.
? કુંભ (ગ,શ,ષ,સ) ?
આજે નિડરતાનો ગુણ આપને માનસિક સક્ષમ બનાવશે. આજે આપને લોન કે ઉધાર મળી શકે છે. પરીવારમાં કોઈની તબીયત બગડે તેવી શક્યતા. જીવનસાથી આજે આપની ભૂલો કાઢીને ટોણાં મારી શકે તેવી શક્યતા.
? મીન (દ,ચ,ઝ,થ) ?
આજે તન – મનથી સ્વસ્થતા અનુભવી શકો છો. મિત્રો સાથે સાંજનો સમય ઉત્તમ રીતે પસાર કરી શકો છો. પરિવારજનોની જરૂરીયાત પર ધ્યાન આપવું જરૂરી. જીવનસાથી સાથે આજે પૂરતો સમય નહીં વિતાવી શકો.