વિક્રમ સંવત 2078 પોષ વદ – બીજ

આજની ચંદ્ર રાશિ – કર્ક

મેષ (અ,,ઈ)

આજે તળેલી ચીજવસ્તુઓ ના આરોગો તો વધું સારું. આપની મહેનત લોકોનું ધ્યાન ખેંચશે. આજે આર્થિક લાભના યોગ છે. આજે એવાં વસ્ત્ર ના પહેરવા જે આપના પ્રિયને પસંદ ના હોય. કોઈ બાળક કે વડિલના સ્વાસ્થ્ય અંગે ચિંતા થઈ શકે છે.

વૃષભ (બ,,ઉ)

આજે વ્યક્તિગત સમસ્યાઓને કારણે માનસિક શાંતિ ભંગ થઈ શકે છે. માનસિક શાંતિ માટે વાંચનનો સહારો લઈ શકો છો. આજે નાણાં કમાવાની તિવ્ર ઇચ્છા થઈ શકે છે. આજે બીજાની સલાહને ધ્યાનથી સાંભળશો તો લાભકારક રહેશે. આજનો દિવસ મધ્યમ રહી શકે છે.

મિથુન (ક,,ધ)

આજે આંખની તકલીફ જણાય તો તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી. આર્થિક બાબતોમાં ખૂબ સાવચેત રહેશો. આજે નજીકના સગાં સંબંધી આપને મુશ્કેલીમાં નાંખી શકે છે. જીવનસાથીની ભૂલો પર ધ્યાન આપવાનું ટાળશો. બહુ વિચારીને વાત કરવી.

કર્ક (ડ,હ)

આજે મિત્રો તરફથી મદદ પ્રાપ્ત થઈ શકે છે. સૌભાગ્યપૂર્ણ દિવસ છે. પ્રાર્થનાનું ફળ પ્રાપ્ત થઈ શકે છે. આજે સ્વયંને ઉર્જાવાન અનુભવશો. આજે જીવનસાથી સાથે પોતાની અંગત વાતો કહેવાથી બચવું. પોતાની લાગણીનો દેખાડો કરવામાં હેરાન થઈ શકો.

સિંહ (મ,ટ)

આજે ઘરમાં કામ કરતી વખતે સાવધાન રહેશો. નવા કરાર લાભ પહોંચાડી શકે છે. રોકાણ કરતાં પહેલાં ખૂબ ચીવટપૂર્વક વિચાર કરશો. આજે આપને પહેલી નજરનો પ્રેમ થઈ શકે છે. જીવનસાથી આપને નીચું દેખાડવાનો પ્રયાસ કરે એવી શક્યતા.

કન્યા (પ,,ણ)

નાની નાની વાતોમાં ગુસ્સે થવાની વૃત્તિનો ત્યાગ કરવો જરૂરી. કેટલીક જરૂરી યોજનાઓ આગળ ધપવાથી લાભ થઈ શકે છે. આત્મિય જનો સાથે વાત કરતી વખતે સંયમ રાખશો. આંકડાકિય માહિતી સમજવામાં આજે મુશ્કેલી અનુભવી શકો છો. સ્વાસ્થ્ય સાચવશો.

તુલા (ર,ત)

આજે આર્થિક સ્થિતિ મજબૂત થવાના યોગ છે. જોકે, નાણાંનો ખર્ચ થઈ શકે છે. પોતાના ભાઈ ભાંડુની મદદ માટે આગળ આવી શકો છો. આજે કોઈ આપને છેતરે નહીં એનું ધ્યાન રાખશો. ભગવાનના આર્શિવાદથી આજે આપને સફળતા પ્રાપ્ત થાય.

વૃશ્ચિક (ન,ય)

આજે કામનું ભારણ રહેવાને કારણે માનસિક ઉથલ પાથલ અનુભવી શકો છો. પોતાના રોકાણ અને ભવિષ્ય અંગેની યોજના ગુપ્ત રાખવી. સફળતા પ્રાપ્ત કરવા માટે કામ પર એકાગ્રતા રાખવી જરૂરી છે. વાહન ચલાવતી વખતે ખૂબ જ સાવધાની રાખવી.

ધન (ભ,,,ધ)

આજે આપના વિચારો અને ઉર્જા પોતાના કામમાં જ લગાડશો. આપનો ઉર્જાવાન સ્વભાવ પરિવારનું વાતાવરણ ખુશનુમા બનાવશે. રચનાત્મક કામમાં સફળતા પ્રાપ્ત કરી શકશો. આજે આપને એ પ્રશંસા પ્રાપ્ત થઈ શકે જેની આપ ઇચ્છા રાખતા હતા.

મકર (ખ,જ)

આજે આપનું મગજ તિવ્ર રહેશે, કોઈપણ નવી બાબત સહેલાઈથી શીખી શકશો. પરિવારની શાંતિ અચાનક આવેલી સમસ્યાને કારણે ભંગ થઈ શકે છે. બાબતો અને લોકોને ઓળખવાની આપની ક્ષમતા આજે આપને કેટલીક તકલીફોમાંથી બચાવી શકે છે.

કુંભ (ગ,,,સ)

આજે દાંત અથવા તો પેટમાં દુઃખાવાની તકલીફ થઈ શકે છે. ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. આજે જીવનસાથી સાથે મતભેદ કરવો નહીં. પરિવારજનોની વાત માનશો તો લાભ થશે. દિવસનો અંત આપના માટે આરામદાયક રહી શકે છે.

મીન (દ,,,થ)

આજે આપના શુષ્ક સ્વભાવને કારણે જીવનસાથીનો મૂડ ખરાબ કરી શકે છે. આજે પોતાના મન પ્રમાણે વર્તવાથી નજીકના સંબંધોમાં તિરાડ પાડી શકો છો. નવી યોજનાઓ આકર્ષક હશે પરંતુ સાચવીને એમાં પડવું. બીજાની સલાહ શાંતિથી સાંભળવી જરૂરી.

🙂 (આજનો Funrang જોક) 🙂 

ટાઈગર – દોસ્ત, જો આ નાળિયેરીના ઝાડ પર ચડી જઈએ તો કોમર્સ કોલેજની છોકરીઓ જોવા મળે…

પકડું – નાળિયેરી પર ચડ્યા પછી હાથ છુટી જાય તો મેડિકલ કોલેજની છોકરીઓ પણ જોવા મળે…

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગેની માહિતી આપો.)

9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.

#funrang #funrangnews #jyotish #rashifal #Bhavishya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *