(સચોટ જ્યોતિષીય માર્ગદર્શન અને ઉપાયો માટે સંપર્ક કરો.)
(જ્યોતિષાચાર્ય ડૉ. સંકેત પંડ્યા – 9825044244)
? મેષ (અ,લ,ઈ) ?
આજે પ્રોપર્ટી કે જમીનને લગતાં કાર્યોમાં આર્થિક લાભ થાય તેવી શક્યતા. આજે આપને કામકાજમાં બદલાવ થાય તેવી શક્યતા. દિવસની ભાગદોડમાં બાળકો માટે સમય કાઢી શકશો. જીવનસાથી સારો સમય વિતી શકે.
? વૃષભ (બ,વ,ઉ) ?
આજે કોઈની પણ સાથે ઉગ્રતા સાથે વાતચિત કરવી નહીં. ઘરમાં કોઈ સામાજીક પ્રસંગના આયોજનની શક્યતા. નાણાંનો અણધાર્યો ખર્ચ કરવો પડી શકે છે. વૈવાહિક જીવન માટે આજનો દિવસ કઠિનતાભર્યો રહે.
? મિથુન (ક,છ,ધ) ?
આજે ડર, શંકા અને લાલચ જેવી નકારાત્મક ભાવનાઓને ત્યજવી જરૂરી. આજે કોઈ જૂના મિત્રને કારણે કામકાજમાં લાભ પ્રાપ્ત થાય. આજે દરેક ચર્ચામાં બને ત્યાં સુધી શાંતિ જાળવવી જરૂરી. દિવસ મધ્યમ રહેશે.
? કર્ક (ડ,હ) ?
આજે શારીરિક ઉર્જા પ્રાપ્ત કરવા માટે પૂરતો આરામ કરવો જરૂરી. આજે કોર્ટ કચેરીમાં અટકેલો મામલે વિજય મળી શકે છે. આજે માતા – પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડે. જીવનસાથી આજે આપનું મન સમજશે.
? સિંહ (મ,ટ) ?
આજે ખાન – પાનમાં વિશેષ ધ્યાન રાખવું જરૂરી. આજે કોઈ રોમાંચક કાર્ય કરી શકો તેવી શક્યતા. આજે મિત્રો માટે સમય વ્યર્થ થાય. વેપાર – ધંધામાં લાભ. આજે જીવનસાથી સાથે સૌથી ખાસ સમય વિતાવી શકો છો.
? કન્યા (પ,ઠ,ણ) ?
આજે આપ શાંતિપૂર્વક દિવસ વિતાવી શકશો. વેપારમાં મજબૂતી માટે કોઈ મહત્વનું કદમ ઉઠાવી શકો છો. આજે કોઈ અંગત વ્યક્તિ આપને આર્થિક મદદ કરી શકે છે. જીવનસાથી સાથે આનંદમય દિવસ વિતશે.
? તુલા (ર,ત) ?
આજે આપ રમત ગમતમાં સમય વિતાવી શકો છો. ધન લાભ થવાથી આજે આપની કેટલીક તકલીફો દૂર થશે. આજે આપની પાસે પોતાના માટે સમય કાઢી શકો છો. કોઈ અજાણ્યાને કારણે જીવનસાથી સાથે રકઝક થાય.
? વૃશ્ચિક (ન,ય) ?
આજે કામનું ભારણ અધિક રહેશે. અન્ય લોકોની ભાવનાની આજે આપે ખાસ કાળજી રાખવી જરૂરી છે. આજે ઉતાવળમાં કોઈ રોકાણ કરવું નહીં. આજે આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય. જીવનસાથી આપને મહત્વ આપશે.
? ધન (ભ,ફ,ઢ,ધ) ?
આજે આપના ઝગડાખોર સ્વભાવને કારણે દુશ્મનોના લિસ્ટમાં વધારો થઈ શકે છે. આજે નવા આર્થિક કરાર અંતિમ સ્વરૂપ લઈ શકે છે. દિવસને રોમાંચક બનાવવા કોઈ જૂના મિત્ર કે પરિવારના સભ્ય સાથે સમય વિતાવો.
? મકર (ખ,જ) ?
આજે પેટ ભરીને જમવાની વૃત્તિ પર નિયંત્રણ રાખવું જરૂરી. આજે આપને ભાઈ – બહેનની નારાજગી સહન કરવી પડી શકે છે. આજે પોતાની ક્ષમતાઓ અંગે વિચાર કરી શકશો. જીવનસાથી પ્રેમ આપશે.
? કુંભ (ગ,શ,ષ,સ) ?
આજે આપને દરેક તરફથી સહયોગ પ્રાપ્ત થશે. આપનો મજાકીયો સ્વભાવ આસપાસનું વાતાવરણ ખુશનુમાં રહેશે. આજે એકાંતમાં સમય વિતાવવો આપને ગમશે. જીવનસાથી કહ્યા વગર આપના મનનું કામ કરી શકે છે.
? મીન (દ,ચ,ઝ,થ) ?
આજે પોતાની લાગણીઓ પર કાબૂ રાખવો ખૂબ જરૂરી. કોઈ અંગત વ્યક્તિને આર્થિક મદદ કરીને નાણાં ભીડ અનુભવી શકો છો. પોતાના નિર્ણયોની જવાબદારી બીજા પર ના થોપવી. જીવનસાથી સાથે મતભેદ થશે.