(સચોટ જ્યોતિષીય માર્ગદર્શન અને ઉપાયો માટે સંપર્ક કરો.)

(જ્યોતિષાચાર્ય ડૉ. સંકેત પંડ્યા – 9825044244)

? મેષ (અ,,ઈ) ?

આજે દાન – પુણ્ય કરીને માનસિક શાંતિ પ્રાપ્ત કરી શકશો. ક્યાંક અટકેલું ધન પાછું મળવાથી આર્થિક સ્તરે સુધારો પ્રાપ્ત થાય. આજે કોઈ ખાસ રહસ્ય કોઈને કહેવાથી હેરાન થવું પડી શકે. એકાંતમાં સમય વિતાવશો.

? વૃષભ (બ,,ઉ) ?

આજે આપ સ્વાસ્થ્ય તેમજ દેખાવમાં સુધારો લાવવાનો પ્રયાસ કરશો. આજે વડિલોના આર્શિવાદથી લાભ પ્રાપ્ત થશે. નવી ચીજવસ્તુઓ શિખવામાં સમય વિતાવી શકો છો. આજે જીવનસાથી સાથે આનંદ રહેશે.

? મિથુન (ક,,ધ) ?

આજે આપ પોતાનું મન ગમતું કાર્ય કરી શકશો. આર્થિક સદ્ધરતાને કારણે ઉધાર ચુકાવી શકો તેવી શક્યતા. પ્રિયજનો પર શંકા કરવાનું ટાળવું જરૂરી. પરિવારજનો સાથે સમય વિતાવવો ખુશી આપશે.

? કર્ક (ડ,હ) ?

આજે મન મજબૂત કરીને બિમારીમાંથી છુટકારો પ્રાપ્ત કરશો. આજે કરવામાં આવેલું રોકાણ ભવિષ્ય માટે સારું સાબિત થઈ શકે છે. વેપાર – ધંધામાં લાભ પ્રાપ્ત થઈ શકે છે. જીવનસાથી તરફથી સરપ્રાઈઝ પ્રાપ્ત થશે.

? સિંહ (મ,ટ) ?

આજે જીવનની તકલીફોને હસીને સહન કરવાની ક્ષમતા આપ અન્ય વ્યક્તિને પ્રોત્સાહિત કરી શકો છો. મહત્વની વ્યકિત સાથે વાત કરતી વખતે આંખ – કાન ખુલ્લા રાખવા. જીવનસાથી સાથેનું બંધન મજબૂત થશે

? કન્યા (પ,,ણ) ?

આજે અન્ય લોકોની આલોચના કરવાને કારણે સ્વાસ્થ્ય બગડી શકે છે. ધન હાનિ થવાની શક્યતા છે. વડીલોના આર્શિવાદથી દિવસ ખુશનુમા થશે. જીવનસાથીનો કોઈ ખાસ અંદાજ જોવા મળી શકે છે.

? તુલા (ર,ત) ?

આજે એવા કાર્ય કરવા જે કરવાથી આપને સારી અનુભુતિ પ્રાપ્ત થાય. આજે રોકાણ કરતાં પહેલા ખૂબ વિચાર કરશો. મિત્રો અને પરિવારજનો સાથે આનંદમય સમય વિતશે. જીવનસાથીને રોમાંચક આંચકો આપશો.

? વૃશ્ચિક (ન,ય) ?

આજે ઉર્જા પ્રાપ્ત કરવા માટે આરામ કરવો જરૂરી છે. થાકને કારણે માનસિક અશાંતિ પ્રાપ્ત થઈ શકે છે. માતા – પિતાના સ્વાસ્થ્ય અંગે ચિંતા થાય તેવી શક્યતા. જીવનસાથી આપને સહકાર આપવા માટે પ્રયત્નો કરશે.

? ધન (ભ,,,ધ) ?

પરિવારના કોઈ સભ્યની ઈર્ષ્યાનો સામનો કરવો પડી શકે છે. ગુસ્સા પર નિયંત્રણ રાખશો તો પરિસ્થિતિમાંથી બહાર નિકળી શકશો. આજે ઘરમાં પડેલી કોઈ જૂની વસ્તુ મળવાને કારણે આનંદ પ્રાપ્ત કરી શકો છો.

? મકર (ખ,જ) ?

આજે ઘણાં સમય બાદ શાંતિ પ્રાપ્ત કરી શકો છો. જીવનશૈલીમાં પરિવર્તન લાવવાનો વિચાર હાવી રહેશે. મિત્રો તરફથી લાભ પ્રાપ્ત થાય. કોઈ જૂની વાતને લઈને ઝગડો કરવાથી બચવું. ખોટી ચર્ચા ટાળવી જરૂરી.

? કુંભ (ગ,,,સ) ?

આજે આપની પાસે પોતાની જાત માટે પૂરતો સમય હશે. આજે નાણાંની બચત અંગે કોઈ વડીલ ઠપકો આપી શકે છે. કામકાજના ક્ષેત્રે આંખો બંધ કરીને કોઈપણ નિર્ણય કરવો નહીં. જીવનસાથી સાથે સંયમપૂર્વક વર્તવું.

? મીન (દ,,,થ) ?

આજે નશાની આદતો છોડવાનો વિચારો કરી શકો છો. કોઈ મિત્ર આપની પાસે નાણાં ઉધાર માંગી શકે છે. આજે આપને ખુશ થવાના અનેક કારણો પ્રાપ્ત થઈ શકે છે. જીવનસાથી સાથે ચકમક થાય તેવી શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *