(સચોટ જ્યોતિષીય માર્ગદર્શન અને ઉપાયો માટે સંપર્ક કરો.)
(જ્યોતિષાચાર્ય ડૉ. સંકેત પંડ્યા – 9825044244)
? મેષ (અ,લ,ઈ) ?
આજે કમર કે ગળામાં દુઃખાવો રહી શકે છે. આજે આપે આરામ કરવો જરૂરી છે. અચાનક કોઈ એવી જવાબદારી આપના શિરે આવી શકે છે જેના કારણે આપની યોજનાઓ બદલવી પડી શકે છે.
? વૃષભ (બ,વ,ઉ) ?
આજે કોઈ મિત્ર સાથે ગેરસમય થવાને કારણે અપ્રિય ઘટના બની શકે છે. આજે મનમાં નાણાંકિય બાબતો અંગે ચિંતા રહી શકે છે. જેમને ખૂબ પ્રેમ કરતા હોવ એમની નાની – મોટી ભૂલોને માફ કરશો તો રાહત રહેશે.
? મિથુન (ક,છ,ધ) ?
આજે ખાન – પાનમાં વિશેષ કાળજી રાખવી જરૂરી. આજે વડીલોન આર્શિવાદ લઈને ઘરની બહાર નિકળવું. આજે કેટલાંક નવા મિત્રો બની શકે છે. પોતાની ક્ષમતા કરતાં વધુ વચન આપવાનું આજે ટાળશો.
? કર્ક (ડ,હ) ?
આજે કોઈ નજીકના સંબંધીને કારણે લાભ પ્રાપ્ત થાય તેવી શક્યતા. આજે પ્રિયજનના સ્વભાવને સમજવાનો પ્રયાસ કરશો. જીવનસાથી સાથે ખૂબ જ ઉત્તમ સમય પસાર થાય. ઉધાર પરત મળી શકે છે.
? સિંહ (મ,ટ) ?
આજે એકાંતમાં સમય વિતાવવાનું પસંદ કરશો. કામનું ભારણ અધિક રહેશે. મિત્રો સાથે સાંજનો ઉત્તમ સમય પસાર કરી શકશો. જીવનસાથી તરફથી કોઈ ભેટ સોગાદ પ્રાપ્ત થઈ શકે છે. ગુસ્સો ટાળવો.
? કન્યા (પ,ઠ,ણ) ?
આજે એવા કામ કરવામાં સમય વિતાવશો જેમાં આપને આનંદ પ્રાપ્ત થાય. વધારાનું ધન રિયલ એસ્ટેટમાં રોકાણ કરી શકો છો. સંતાનના ઉદાર વર્તનનો ખોટો ફાયદો ઉઠાવવો નહીં. ગુસ્સા પર નિયંત્રણ જરૂરી.
? તુલા (ર,ત) ?
આજે દાન-પુણ્ય કરીને માનસિક શાંતિ પ્રાપ્ત કરી શકશો. જે સંબંધોને મહત્વ આપતાં હોવ એના માટે આજે આપે સમય પણ કાઢવો પડશે. સારા મિત્રોનો સાથ છૂટવાનો આજે રંજ રહી શકે છે.
? વૃશ્ચિક (ન,ય) ?
આજે બીજાની સફળતાને પ્રોત્સાહન આપીને આનંદ પ્રાપ્ત કરી શકશો. નાણાંકિય લાભની અનેક તક પ્રાપ્ત થાય. યાત્રા – પ્રવાસના યોગ સર્જાય તેવી શક્યતા. જીવનસાથી કોઈ સરપ્રાઈઝ આપી શકે છે.
? ધન (ભ,ફ,ઢ,ધ) ?
આજે આપનો હસમુખો સ્વભાવ લોકોને આનંદ કરી શકશે. અણધાર્યા ખર્ચા કરવા પડી શકે છે. વિવાદાસ્પદ મુદ્દા અંગે ચર્ચા કરતા પહેલાં પૂર્ણ વિચાર કરવો. વૈવાહિક જીવનમાં સ્નેહ છવાયેલો રહેશે.
? મકર (ખ,જ) ?
આજે આપે કામકાજને બાજુમાં રાખી આરામ કરવો જરૂરી છે. આર્થિક લાભ થાય તેવી શક્યતા જણાય છે. આજે આપને પ્રેમ પ્રસ્તાવ મળી શકે છે. આજે કોઈ મિત્ર ખૂબ પ્રશંસા કરી શકે છે.
? કુંભ (ગ,શ,ષ,સ) ?
આજે એવા કાર્યોમાં રત રહી શકો છો જે આપને શાંતિ આપી શકે છે. વડીલોના આર્શિવાદથી સારો દિવસ પસાર થાય. મોબાઈલમાં સમય બગાડી શકો છો. તબિયત આજે થોડી નરમ ગરમ રહી શકે છે.
? મીન (દ,ચ,ઝ,થ) ?
આજે આપને ભાઈ કે બહેનના સહકારથી ધન લાભ થાય તેવી શક્યતા છે. સાંજનો સમય મિત્રો સાથે વિતાવી શકશો. જીવનસાથી સાથે તકરાર થાય તો જૂના દિવસો યાદ કરીને શાંતિ પ્રાપ્ત કરી શકશો.