(સચોટ જ્યોતિષીય માર્ગદર્શન અને ઉપાયો માટે સંપર્ક કરો.)
(જ્યોતિષાચાર્ય ડૉ. સંકેત પંડ્યા – 9825044244)
(નોંધઃ આ રાશિફળ ચંદ્રની સ્થિતિ પ્રમાણે છે.)
? મેષ (અ,લ,ઈ) ?
આજે રચનાત્મક કાર્યો કરવા માટે કામકાજમાંથી પોતાનો સમય કાઢી શકશો. પરિવારજનો અને મિત્રો સાથે સમય વિતાવી શકો છો. જીવનસાથી સાથે કોઈ જૂની વાતે વાદ વિવાદ થઈ શકે તેવી શક્યતા છે.
? વૃષભ (બ,વ,ઉ) ?
આજે આશા, સહાનુભૂતિ, નિષ્ઠા જેવી સકારાત્મક બાબતો માટે પોતાની જાતને પ્રોત્સાહિત કરશે. રોકાયેલું ધન આપને આજે મળી શકે છે. આજે કોઈ આધ્યાત્મિક વ્યક્તિને મળી શકો છો. જીવનસાથી સાથે આનંદ રહેશે.
? મિથુન (ક,છ,ધ) ?
આજે આપે દરેક નિર્ણય ખુબ વિચારીને લેવો પડી શકે છે. માતા – પિતા તરફથી લેક્ચર સાંભળવું પડી શકે છે. વ્યાવસાયિક લેવડ દેવડમાં ખાસ સાવધાની રાખવી જરૂરી. જીવનસાથી તરફથી સ્નેહ પ્રાપ્ત થશે.
? કર્ક (ડ,હ) ?
આજે દાંત કે પેટમાં દુઃખાવાની સમસ્યા હેરાન કરી શકે છે. આજે અગાઉ બચાવેલું ધન કામમાં લાગી શકે છે. આજે ઇન્ટર્વ્યૂ આપવા માટે સારો દિવસ. જીવનસાથીનું આંતરિક સૌંદર્ય જોવા મળી શકે છે.
? સિંહ (મ,ટ) ?
આજે આંખની ખાસ કાળજી રાખવી જરૂરી. આજે દરેક શબ્દ બહુ જ વિચારીને બોલવા જરૂરી. આજે નવા મિત્રો બને તેવી શક્યતા જણાય છે. સાચા અને પવિત્ર પ્રેમનો અનુભવ થાય. વૈવાહિક જીવનનો ખાસ દિવસ રહેશે.
? કન્યા (પ,ઠ,ણ) ?
આજે આપ એકાગ્રતાનો અભાવ રહેશે, સ્વાસ્થ્યમાં ગરબડ રહી શકે છે. ભાગીદારીવાળી બાબતોમાં સાવચેતી રાખવી જરૂરી છે. આજે આપના જ્ઞાનની પ્રશંસા થશે. જીવનસાથી આપના પર વિશેષ ધ્યાન રાખશે.
? તુલા (ર,ત) ?
આજે શારીરિક અને માનસિક લાભ માટે ધ્યાન – યોગનો સહારો લેવો જરૂરી. આજે આર્થિક તંગીને કારણે કોઈ કામ અટકી શકે છે. પરિવારજનો સાથે સમય વિતાવી શકો છો. જીવનસાથી સાથે શ્રેષ્ઠ સમય પસાર થશે.
? વૃશ્ચિક (ન,ય) ?
આજે વડીલોના આર્શિવાદ લઈને ઘરની બહાર નિકળશો તો લાભપ્રાપ્ત થશે. આજે દરેક કાર્ય નિયત સમય કરતાં વહેલાં પૂરા કરી શકો છો. આજે માનસિક શાંતિ માટે એકાંતમા રહેવાનું પસંદ કરી શકે છે.
? ધન (ભ,ફ,ઢ,ધ) ?
આજે શારીરિક બિમારીમાંથી છુટકારો પ્રાપ્ત થશે. કોઈ વડિલના સ્વાસ્થ્ય અંગે ચિંતા સહન કરવી પડી શકે છે. કામકાજની દ્રષ્ટિએ દિવસ ઉત્તમ રહેશે. આજે જીવનસાથી પર કોઈ કામ કરવા માટે દબાણ ના કરવું.
? મકર (ખ,જ) ?
આજે આર્થિક લાભ પ્રાપ્ત થવાની પ્રબળ સંભાવના છે. બીજાની જૂની ભૂલો ભુલીને કામને સરળ બનાવી શકો છો. કોઈપણ નિર્ણય કરતાં પહેલાં અન્ય લોકોનો વિચાર કરવો. જીવનસાથી સાથે સુખમય સમય વિતશે.
? કુંભ (ગ,શ,ષ,સ) ?
આજે આધ્યાત્મિક કે ધાર્મિક કાર્યોમાં સમય વિતાવી શકો છો. કોઈ આગંતુકનું ઘરમાં આગમન થઈ શકે છે. આજે આપને કોઈ કાર્યમાં સફળતા પ્રાપ્ત થઈ શકે છે. જીવનસાથી આજે કોઈ સરપ્રાઈઝ આપે તેવી શક્યતા.
? મીન (દ,ચ,ઝ,થ) ?
આજે આપનો સ્વભાવ ઉદાર રહેશે. આપને આર્થિક લાભ થવાની શક્યતા છે. કોઈ સંબંધીની તબિયત જોવા જવું પડી શકે છે. પરિવારજનો માટે સમય કાઢી શકો છો. જીવનસાથી આજે મજાક મસ્તીના મૂડમાં રહેશે.