વિક્રમ સંવત 2078 પોષ વદ – ત્રીજ

આજની ચંદ્ર રાશિ – સિંહ

મેષ (અ,,ઈ)

આજે આપ નવિન શક્તિનો સંચાર થયેલો અનુભવશો. પરંતુ, એના કારણે અહંકારી બની શકો છો. પોતાના ધ્યેયને પ્રાપ્ત કરવામાં અહંકાર આડે આવવા દેવો નહીં. વડીલોના આર્શિવાદથી પરિવારજનોને ખુશ રાખી શકશો. દિવસ શુભ રહેશે.

વૃષભ (બ,,ઉ)

આજે તમારા હાથ નીચે કામ કરતાં લોકો પર તાનાશાહી કરવાનું ટાળવું. વ્યવસાયિક સંબંધોમાં ખૂબ સાવધાની રાખવી. આજે આપે બીજા લોકોની વિચાર અને વ્યવહારને ધ્યાનમાં રાખી પોતાનું મંતવ્ય વ્યક્ત કરવું જરૂરી છે. દિવસ મધ્યમ રહેશે.

મિથુન (ક,,ધ)

આજે રોજીંદા કાર્યોમાંથી છૂટકારો મેળવીને કોઈ નવું કાર્ય કરવાની ઈચ્છા થઈ શકે છે. આજે હરવા ફરવા જવાથી આનંદ પ્રાપ્ત કરી શકશો. પરિવારજનો અને પાડોશીઓ સાથે આજે શાલિનતાપૂર્વક વાતચીત કરવી જરૂરી છે. અન્યથા મૂડ ખરાબ થઈ શેક છે.

કર્ક (ડ,હ)

આજે આપને સગાં સંબંધીઓ તેમજ મિત્રો સમક્ષ પોતાની પ્રતિષ્ઠા બતાવવાનો ઉન્માદ મગજ પર છવાયેલો રહેશે. જોકે, એની મોટી કિંમત ભવિષ્યમાં ચુકવવી પડશે. ભૂતકાળની ઘટનાઓથી આપ સમજ નહીં કેળવો તો આજનો દિવસ મધ્યમ રહેશે.

સિંહ (મ,ટ)

આજે દૈનિક ક્રમમાં બદલાવ થઈ શકે છે. કોઈ નવી યોજના અથવા તો નોકરી શરૂ કરવા માટે શુભ દિવસ છે. પોતાના વ્યક્તિત્વને સુધારવાનું ચૂકવું નહીં. જન્મજાત કુશળતા આજે આપ પ્રગટ કરી શકો છો. વેપારમાં લાભ પ્રાપ્ત થઈ શકે છે.

કન્યા (પ,,ણ)

આજે પ્રણયજીવનનો ઉત્તમ અનુભવ કરી શકશો. દામ્પત્યજીવનમાં અવિસ્મરણીય રોમાંચનો આનંદ પ્રાપ્ત થશે. સામાજીક પ્રસંગોમાં હાજરી આપી શકો છો. આજનો દિવસ મનોરંજક રહેશે.

તુલા (ર,ત)

આજે દરેક કાર્ય બહું સારી રીતે કરી શકશો. આજે આપની કુશાગ્ર બુદ્ધિનો સારો ઉપયોગ કરી શકશો. પરિવારજનો આપને પ્રોત્સાહિત કરશે. પોતાની સફળતામાં પરિવારજનોના સહકારનું મુલ્ય સાચવવું.

વૃશ્ચિક (ન,ય)

આજે હતાશા અને ઉદાસીનતા અનુભવ થઈ શકે છે. આપને આંતરીક શક્તિને કારણે આપને સારો લાભ થઈ શકે છે.

ધન (ભ,,,ધ)

આર્થિક લાભદાયક દિવસ છે. મિલ્કત સંબંધી બાબતોમાં લાભ પ્રાપ્ત થઈ શેક છે આર્થિક લેવડ દેવડમાં ધ્યાન રાખશો.

મકર (ખ,જ)

આજે આપનું સ્વાસ્થ્ય સારું રહેશે. આજે દરેક બાબતોને ધ્યાનથી જોવી. મહત્વની બાબતોમાં

કુંભ (ગ,,,સ)

આજે દીવસ સામાન્ય રહેશે. દરેક કાર્ય કુશળતાપૂર્વક કરી શકશો. નાના – મોટા અવરોધ હેરાન કરી શકે છે. વાદ વિવાદ ટાળવો.

મીન (દ,,,થ)

આજે આપના વ્યવહારમાં સહાનુભૂતિ રહેશે. કરુણાપૂર્વક વ્યવહાર રાખશો. ઉપરી અધિકારી સાથે મન મોટાવ થઈ શકે છે.

(આજનો Funrang જોક)

પકડું – ટાઈગર સિગરેટ પીવું બહુ જ હાનિકારક છે… ફેફસા ખરાબ થઈ જાય એનાથી…

ટાઈગર – એમ વાત છે, તો પછી મારે મારા રૂમમાં સિગરેટ સળગાવવી પડશે.

પકડું – કેમ ભાઈ?

ટાઈગર – મચ્છરનો બહુ ત્રાસ છે, સિગરેટ સળગાવી બધાં મચ્છરના ફેફસાં બગાડી નાંખીશ…

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગેની માહિતી આપો.)

9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.

#funrang #funrangnews #jyotish #rashifal #Bhavishya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *