વિક્રમ સંવત 2078 ફાગણ વદ – ત્રીજ
આજની ચંદ્ર રાશિ – તુલા
મેષ (અ,લ,ઈ)
આપવાનો તમારો સ્વભાવ છૂપા આશીર્વાદ સમાન સાબિત થશે કેમ કે શંકા, નાહિંમત થવું, શ્રદ્ધાનો અભાવ,લાલચ, જોડાણ,અહંકાર તથા ઈર્ષા જેવા દુર્ગુણોથી તમને મુક્ત કરશે. તમે જો બધું જ બરાબર કરશો તો આજે તમે વધારાના નાણાં કમાઈ શકશો. તમારૂં જિદ્દી વલણ ઘરના લોકોને તથા તમારા નિકટના મિત્રોને આહત કરશે.
વૃષભ (બ,વ,ઉ)
આશાવાદી બનો અને ઉજળી બાજુ જોવાનો પ્રયાસ કરો. આત્મવિશ્વાસસભર અપેક્ષાઓ તમારી આશાઓ અને ઈચ્છાઓની પૂર્તિના દ્વાર ખોલશે. તમે ધાર્યા ન હોય એવા સ્થળેથી થનારો આર્થિક લાભ તમારા દિવસને ઝળકાવશે. સંબંધીઓ-મિત્રો એક સુંદર સાંજ માટે તમને મળવા આવશે. એવા લોકો કે જેઓ અત્યાર સુધી એકલા છે, તે આજે કોઈ ખાસ વ્યક્તિ ને મળવા ની સંભાવના છે.
મિથુન (ક,છ,ધ)
તમારી પીવાની આદતથી મુક્ત થવા માટે આજે ખૂબ જ શુકનવંતો દિવસ છે. તમે તેજસ્વી નવા વિચારો સાથે સામે આવશો, એ વિચારો તમને આર્થિક લાભ આપવશે. તમારા પ્રિયપાત્ર સાથે દલીલો સર્જી શકે એવા વિવાદાસ્પદ મુદ્દાઓને છેડવાનું ટાળવું જોઈએ. ઊંડી લાગણી ધરાવતા પ્રેમનો અત્યાનંદ તમે આજે અનુભવશો. તેના માટે થોડો સમય ફાળવો.
કર્ક (ડ,હ)
તમારી શક્તિ પાછી મેળવવા માટે સંપૂર્ણ આરામ કરો. જો તમે પરિણીત છો તો આજે પોતાના બાળકો નું વિશેષ ખ્યાલ રાખો કેમકે જો તમે આવું નહિ કરો તો તેમની તબિયત બગડી શકે છે અને તમને તેમના સ્વાથ્ય પર તમારે ઘણા પૈસા ખર્ચ કરવા પડી શકે છે. તમારા વર્તનમાં અસ્થિર થતાં નહીં-ખાસ કરીને તમારા જીવનસાથી સાથે- અન્યથા તેનાથી તમારા ઘરની શાંતિ જોખમાઈ શકે છે.
સિંહ (મ,ટ)
તમારૂં મોહિત કરનારૂં વર્તન ધ્યાન આકર્ષિત કરશે. જે લોકો ઘણા સમય થી નાણાકીય મુશ્કેલી માં થી પસાર થયી રહ્યા હતા તેમને આજે ક્યાંક થી ધન પ્રાપ્ત થયી શકે છે જેથી જીવન માં ઘણી મુશ્કેલીઓ દૂર થયી જશે. લોકો તથા તેમના આશય વિશે ઝડપી અભિપ્રાય બાંધશો નહીં- તેઓ તાણ હેઠળ હોઈ શકે અને શક્ય છે કે તેમને તમારી સહાનુભૂતિ તથા સમજની જરૂર હોય.
કન્યા (પ,ઠ,ણ)
ભીડભરી બસમાં પ્રવાસ કરતી વખતે બ્લ્ડ પ્રૅશરના દરદીઓએ વધારે તકેદારી રાખવી. આ રાશિ ના પરિણીત જાતકો ને આજે સાસરાપક્ષ થી ધન લાભ થવા ની શક્યતા છે. બાળકો કેટલાક રોમાંચક સમાચાર લાવી શકે છે. આજે એકાએક રૉમેન્ટિક મેળાપની આગાહી છે. તમારી કારકિર્દીની શક્યતાઓને વધારવા માટે તમારી વ્યાવસાયિક શક્તિનો ઉપયોગ કરો.
તુલા (ર,ત)
તમે પરિસ્થિતિની કમાન સંભાળશો એટલે તમારી બેચેની દૂર થઈ જશે.તમને એ સમજાવાની શક્યતા છે કે બધું સાબુના પરપોટા જેવું ક્ષણભંગુર છે જ હિંમત સાથેના પ્રથમ સંપર્કથી જ ગાયબ થઈ જાય છે. આજે તમે તમારું ધન ધાર્મિક કાર્યો માં લગાવી શકો છો જેથી તમને માનસિક શાંતિ મળવા ની પુરી શક્યતા છે. તમારી અપેક્ષા કરતાં મિત્રો વધુ સહકાર આપશે.
વૃશ્ચિક (ન,ય)
તમારામાંના કેટલાકને આજે મહત્વના નિર્ણયો લેવાની ફરજ પડશે જે તમને તાણગ્રસ્ત અને ઉદ્દીગ્ન કરી મુકશે. તમે પ્રવાસ કરવાના તથા ખર્ચ કરવાના મૂડમાં હશો-પણ તમે જો એવું કરસો તો તમે પછીથી દિલગીરી અનુભવશો. ઘરમાં સુધારણા લાવવાની યોજના વિશે વિચારજો. નવો પ્રણય સંબંધ બંધાવવાની પ્રબળ શક્યતા છે, પણ અંગત તથા ગોપનીય હોય એવી માહિતી છતી ન કરતા.
ધન (ભ,ફ,ઢ,ધ)
માનસિક તથા મૂલ્ય શિક્ષણની સાથે શારીરિક શિક્ષણ લેશો તો જ તમારો સંપૂર્ણ વિકાસ શક્યા બનશે. યાદ રાખો એક સ્વસ્થ શરીરમાં જ એક સ્વસ્થ મગજ વસે છે. ધન તમારા માટે જરૂરી છે પરંતુ ધન ને લયીને એટલું ગંભીર પણ ના થયી જાઓ કે તે તમારા સંબંધો બગાડી દે. પરિવારમાં કોઈ મહિલા સભ્યની તબિયત ચિંતાનું કારણ બનશે. મિત્રતા ગાઢ બનતા તેનું રૂપાંતર પ્રેમમાં થશે.
મકર (ખ,જ)
પિતા તમને સંપત્તિના વારસામાંથી બેદખલ કરી શકે છે.પણ હિંમત હારતા નહીં. ઐશ્વર્ય મનને લાડ લડાવે છે જ્યારે અછત તેને મજબૂત બનાવે છે. જો તમે પોતાના ઘર ના કોઈ સભ્ય જોડે ઉધાર લીધું હોય તો તેને આજ ચૂકવી દો નહીંતર તે તમારી વિરુદ્ધ કાયદકીય પગલાં લયી શકે છે. પરિવાર,બાળકો તથા મિત્રો સાથે વિતાવેલો સમય તમારી શક્તિ પાછી મેળવવા માટે મહત્વનો છે.
કુંભ (ગ,શ,ષ,સ)
તમારી જાતે જ કોઈ દવા લેવાનું ટાળજો કેમ કે એવું કરવાથી ડ્રગ ડિપેન્ડન્સીની શક્યતા વધી શકે છે. પોતાના માટે પૈસા બચવાનો તમારો ખ્યાલ આજે પૂરો થયી શકે છે. આજે તમે સારી બચત કરવા માટે સમર્થ હશો. ઘરના બાકી રહેલા કાર્યો તમારો સમય લેશે. આજે તમે તમારા કોઈ વાયદા ને પૂરો નહિ કરી શકો જેના લીધે તમારો પ્રેમી ગુસ્સે થયી શકે છે.
મીન (દ,ચ,ઝ,થ)
તમારૂં સૌથી પ્રિય સપનું સાકાર થશે. પણ તમારો આવેશ કાબૂમાં રાખજો કેમ કે વધુ પડતી ખુશી કેટલીક સમસ્યાઓ સર્જી શકે છે. પોતાના જીવનસાથી જોડે ધન સંબંધી કોઈ બાબત ને લયી ઝગડો થયી શકે છે. જોકે તમે તમારા શાંત સ્વભાવ થી બધું ઠીક કરી દેશો। જરૂર પડશે તો તમારા મિત્ર તમારી મદદે આવશે. તમારૂં ધૂંધળું જીવન તમારા જીવનસાથીને ટૅન્શન આપશે.
(આજનો Funrang જોક)
ચમન – ભાઈ આજે કેક જોઈને મને વજન ઘટાડવાનો વિચાર આવ્યો…
અમન – અચ્છા, સારો વિચાર કર્યો… પણ, પછી શું થયું?
ચમન – મેં કેકની સામે જોયું… કેકે મારી સામે જોયું… અને પછી કેકનું વજન ઘટી ગયું…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગેની માહિતી આપો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
#funrang #funrangnews #jyotish #rashifal #Bhavishya