(સચોટ જ્યોતિષીય માર્ગદર્શન અને ઉપાયો માટે સંપર્ક કરો.)
(જ્યોતિષાચાર્ય ડૉ. સંકેત પંડ્યા – 9825044244)
? મેષ (અ,લ,ઈ) ?
આજે મિત્રો આપનાથી નારાજ થઈ શકે છે. નાણાંકીય લાભ થાય તેવી શક્યતા. આજે કોઈ મહત્વની વ્યક્તિ સાથે ચર્ચા થઈ શકે છે. પ્રયત્ન કરશો તો જીવનસાથી સાથે આજનો દિવસ ઉત્તમ રીતે વિતાવી શકશો.
? વૃષભ (બ,વ,ઉ) ?
આજે આપનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહેશે. આજે વડીલ વર્ગ તરફથી નાણાંકીય સહાય પ્રાપ્ત થાય તેવી સંભાવના. આજે ઉતાવળે નિર્ણય લેવાને કારણે પસ્તાવો કરવો પડી શકે છે. નાણાં કમાવવાના વિચારો વધશે.
? મિથુન (ક,છ,ધ) ?
આજે પડવા – વાગવાથી સંભાળવું. આર્થિક સ્તર પર સુધારો પ્રાપ્ત કરી શકશો. પાડોશી સાથે ઝગડો થવાથી મૂડ ખરાબ થઈ શકે છે. નોકરીયાત વર્ગને પ્રશંસા પ્રાપ્ત થાય. જીવનસાથીની સારી હૂંફ પ્રાપ્ત થશે.
? કર્ક (ડ,હ) ?
આજે કોઈ મોટી યોજનાઓ અને વિચારો આપનું ધ્યાન ખેંચી શકે છે. કોઈપણ વ્યક્તિના કામમાં દખલ કરવાની વૃત્તિ કાબૂમાં રાખવી. કલાત્મક અને રચનાત્મક કાર્ય કરશો તો પ્રશંસા પ્રાપ્ત થશે.
? સિંહ (મ,ટ) ?
આજે તન – મનથી સ્વસ્થતા અનુભવશો. આજે આપ્તજનો આપનાથી નારાજ રહેશે, તમે એમના માટે ગમે તેટલું સારું કર્યું હશે, એ તમારા વાંક શોધી શોધીને કાઢશે. જીવનસાથી આજે કોઈ સરપ્રાઈઝ આપી શકે છે.
? કન્યા (પ,ઠ,ણ) ?
આજે આપનો શુષ્ક વર્તાવ જીવનસાથી અને પરિવારજનોનો મૂડ ખરાબ કરી શકે છે. આજે નવી આર્થિક યોજનાઓ આપની સામે આવી શકે છે. વેપાર વૃદ્ધિ કરવા અંગે અનુભવી લોકો પાસેથી સલાહ મળશે.
? તુલા (ર,ત) ?
આપની ઇચ્છાઓ મહત્વાકાંક્ષાઓ પર ભયનો પડછાયો છવાયેલો રહેશે. અગાઉ કરેલી મહેનતના આજે શુભ ફળ પ્રાપ્ત થઈ શકે છે. આજે પથારીમાંથી ઉભા થવાની ઇચ્છા નહીં થાય. જીવનસાથી સાથે આનંદ રહેશે.
? વૃશ્ચિક (ન,ય) ?
આજનો દિવસ મોજ મસ્તી ભર્યો રહેશે. પારિવારીક સમારોહમાં નવા દોસ્ત બની શકે છે. આજે ભાગીદારી કરતાં પહેલા ખૂબ ગહન વિચાર કરવો જરૂરી. કોઈ ગુરુ કે વડિલના આર્શિવાદ પ્રાપ્ત થશે.
? ધન (ભ,ફ,ઢ,ધ) ?
આજે સંતાનને કારણે આપને આર્થિક લાભ થવાની પૂરી શક્યતા જણાય છે. દોસ્તો મદદ કરવા હાથ લંબાવશે. મહત્વની વ્યક્તિ સાથે વાત કરતી વખતે આંખ – કાન ખુલ્લા રાખશો તો લાભ. જીવનસાથીનું સ્વાસ્થ્ય બગડી શકે.
? મકર (ખ,જ) ?
આજે પરિવારજનો સાથે ખટપટ થવાની શક્યતા છે. આજે આપનું લક્ષ્ય પ્રાપ્ત કરવાની તક પ્રાપ્ત થઈ શકે છે. રમત ગમતમાં દુર્ઘટના થવાની શક્યતા હોવાથી સાવધાની રાખવી. એકાગ્રતા રાખીને કાર્ય કરવા.
? કુંભ (ગ,શ,ષ,સ) ?
આજે સકારાત્મકતા સાથે ઘરની બહાર નિકળશો. કિમતી સામાનનું ખાસ ધ્યાન રાખવું જરૂરી. પરિવારજનો સાથેના મતભેદોનું નિરાકારણ લાવી શકો છો. જીવનસાથી સાથે તકરાર થાય તેવી શક્યતા જણાય છે.
? મીન (દ,ચ,ઝ,થ) ?
આજે આપ મન ગમતું કાર્ય કરી શકશો. નાનાં બાળકોને સમય આપવો પડી શકે છે. ઓફિસમાં પોતાના સ્થાનને અનુકૂળ વ્યવહાર કરવો જરૂરી. બોલવાની જરૂર ના હોય તો ચૂપ રહેવું હિતાવહ નિવડશે.