(જ્યોતિષને લગત સચોટ જાણકારી અને ઉપાયો માટે સંપર્ક કરો.)
(જ્યોતિષાચાર્ય ડૉ. સંકેત પંડ્યા – 9825044244)
આજે લોકોની મદદ કરવાની ભાવના બળવતર રહેશે. અણધાર્યા ખર્ચાઓ કરવા પડી શકે છે. આપની કોઈ વાતથી વડીલ વ્યક્તિ દુઃખી થઈ શકે છે. કોઈ નવી યોજના કે ભાગીદારી અંગે ચર્ચા કરવાનું આજે ટાળવું હિતાવહ રહેશે.
જૂની યોજનાઓ આજે સફળ થવાને કારણે આત્મવિશ્વાસમાં વધારો થાય. વડિલ વર્ગ તરફથી નાણાંની બચત અંગે સલાહ મળી શકે છે. આજે પરીવારજનો આપની મરજી વિરુદ્ધ કામ કરી શકે છે. ખરીદી કરવામાં ખાસ સાવચેત રહેવું જરૂરી.
આજે આપની કોઈ ઇચ્છા ફળીભૂત થવાની પૂરી શક્યતા છે. ઉત્સાહ પર નિયંત્રણ રાખવું જરૂરી. ભાગીદાર સાથે આજે ખટરાગ થઈ શકે છે. બાળકો સાથે સમય વિતાવી શકશો. કોઈ વૃદ્ધ વ્યક્તિના સ્વાસ્થ્ય અંગે હેરાન થવું પડી શકે છે.
આપનો ઉદાર સ્વભાવ આજે આર્શિવાદ સમાન બની રહેશે. વિદેશથી ધન લાભ થવાની શક્યતા જણાય છે. આજે કોઈ આપનો ખાસ વ્યક્તિ વિશ્વાસભંગ કરી શકે છે. કોઈ મહત્વની વ્યક્તિ સાથે આજે મુલાકાત થવાથી ખુશી પ્રાપ્ત થાય.
આજે આપના સ્વાસ્થ્ય અને દેખાવ અંગે સુધારો કરવાનો સમય મળી રહેશે. આજે ધાર્મિક કાર્યોમાં માનસિક શાંતિ પ્રાપ્ત થાય. આપના કાર્યની પ્રશંસા થાય. જીવનસાથી આજે આપના માટે કોઈ વિશેષ આયોજન કરી શકે છે. શુભ દિવસ.
આજે સ્વાસ્થ્યમાં સુધારો આવશે. કોઈ બીજાની વાતમાં આવીને રોકાણ કરશો તો આજે નુકસાન થવાની શક્યતા જણાય છે. બાળકો અને પોતાનાથી ઓછા અનુભવી લોકો સાથે ધીરજપૂર્વક વર્તવું. વૈવાહિક જીવનનો ભરપૂર આનંદ પ્રાપ્ત થાય.
આજે પોતાનાં સ્વાસ્થ્યમાં સુધારો લાવવાના પ્રયાસ કરવાનું શરૂ કરશો. આજે આર્થિક અને માનસિક શાંતિ રહેશે. કામકાજમાં કોઈ નવો વિચાર આપને પ્રશંસા અપાવી શકે છે. વૈવાહિક જીવન આનંદ દાયક અને પ્રેમાળ રહેશે.
આજના દિવસે પરિવારજનો સાથે નાણાંકીય બાબતે કચકચ થઈ શકે છે. આજે સફળતા પ્રાપ્ત કરવા માટે થોડી વધુ મહેનત કરવી પડશે. કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે ચર્ચા કરવી પડે જેનાથી મૂડ ખાબ થાય. જીવનસાથી સાથે આનંદ રહે.
આજે બ્લડપ્રેશરના દર્દીઓએ ખાસ ધ્યાન રાખવું. આર્થિક સ્તરે સુધારો આવવાથી લાંબા ગાળાથી નહીં ચુકવાયેલું ઉધાર ચુકવી શકશો. ક્યાંક ફરવા જવાની યોજના છેલ્લી ઘડીએ રદ થઈ શકે છે. જીવનસાથી આજે ઈશ્વરીયશક્તિ આપશે.
મિત્રોને કારણે આજે કોઈ વિશેષ આનંદ પ્રાપ્ત થશે. લાંબા સમયથી અટકેલા કાર્યો આજે પૂરા થાય તેવી પૂરી શક્યતા છે. આજે દરેક કાર્યમાં ઉર્જાસભર રહેશો. આજે આપનું મન એકદમ શાંત રહેશે અને એનો પૂરો લાભ પ્રાપ્ત થાય.
આજે લાંબા સમયથી હેરાન કરતી બિમારીમાંથી છુટકારો મળે તેવી શક્યતા જણાય છે. આપનાં નાણાં ધાર્મિક કાર્યોમાં વપરાઈ શકે છે. ભાઈ – બહેન તરફથી અણધાર્યો સહકાર પ્રાપ્ત થઈ શકે છે. રચનાત્મક લોકોને મળવાનું થઈ શકે.
આજે મનવગર પ્રવાસ કરવો પડી શકે છે જેના કારણે માનસિક અશાંતિ ભોગવવી પડે. આર્થિક ખેંચતાણને કારણે કોઈ કામ રોકાઈ શકે છે. આજે વિવાદોમાં પડવાનું ટાળવું. માતા – પિતાના આર્શિવાદથી જીવનમાં આજે આનંદ પ્રાપ્ત થાય.