(સચોટ જ્યોતિષીય માર્ગદર્શન અને ઉપાયો માટે સંપર્ક કરો.)

(જ્યોતિષાચાર્ય ડૉ. સંકેત પંડ્યા – 9825044244)

? મેષ (અ,,ઈ) ?

આજે આપે સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખવી જરૂરી. કોઈ જૂના રોકાણને કારણે લાભ પ્રાપ્ત થાય તેવી શક્યતા. મિત્રો સાથે હરવા ફરવા જાવ તેવી શક્યતા. જીવનસાથી તરફથી આપને પૂરતો સમય નહીં મળે.

? વૃષભ (બ,,ઉ) ?

આજે આપના રૂપ રંગમાં જબરદસ્ત ફેરફાર કરી શકો છો. લોકોની મજાક કરવામાં આપ તેઓને દુઃખી કરી શકો છો. મનોરંજન પાછળ અધિક ખર્ચ થઈ શકે છે. આજે આપ પોતાનું ધાર્યું કાર્ય કરવામાં સફળ થઈ શકો છો.

? મિથુન (ક,,ધ) ?

આજે ખાન – પાનમાં વિશેષ ધ્યાન રાખવું જરૂરી. સાંજના સમયે આજે આપને અણધાર્યો ખર્ચ કરવો પડી શકે છે. પ્રિયજન સાથે ફરવા જવાની યોજના છેલ્લી ઘડીએ રદ કરવી પડે. કામકાજમાં દિવસ મધ્યમ રહેશે.

? કર્ક (ડ,હ) ?

આજે આપનો સ્વભાવ શુષ્ક રહેવાથી સ્વજનો દુઃખી થઈ શકે છે. લાલચને બાજુમાં રાખી કામ કરવા જરૂરી. આજે આપને અનેક સારી તક પ્રાપ્ત થઈ શકે છે. જીવનસાથી આજે આપના મનને સારી રીતે સમજશે.

? સિંહ (મ,ટ) ?

વેપાર – ધંધામા લાભ પ્રાપ્ત થાય તેવી શક્યતા. આજે નવા મિત્રો બની શકે છે. આજે પ્રિયજનના વિચારો સતત બદલાવાને કારણે તાલમેલ નહીં મેળવી શકો. આજે નેતૃત્વના ગુણ આપનામાં બળવતર રહેશે.

? કન્યા (પ,,ણ) ?

આજે ધીરજથી કામ કરવા. સમજદારીપૂર્વક પ્રયત્ન કરવાથી સફળતા પ્રાપ્ત થાય. આજે આર્થિક હાનિ થવાની શક્યતા જણાય છે. પારિવારીક જવાબદારીઓને કારણે તાણ અનુભવી શકો. કામકાજમાં રાહત રહેશે.

? તુલા (ર,ત) ?

આજે સ્વપ્નની દુનિયામાં રાચેલા રહેશો. પરિવારની આશાઓ પૂરી કરવામાં નિષ્ફળ રહી શકો છો. લાંબા ગાળાના રોકાણ માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. રચનાત્મક પ્રકૃતી આજે લાભદાયક રહેશે.

? વૃશ્ચિક (ન,ય) ?

આજે આશાવાદી બનવા માટે પોતાની જાતને પ્રેરીત કરશો. આત્મવિશ્વાસ સારો રહેશે. આજે કોઈની મદદ વગર આર્થિક ઉપાર્જન કરી શકશો. કાર્યક્ષેત્રમાં પ્રતિસ્પર્ધીઓને પછાડીને આગળ વધી શકશો.

? ધન (ભ,,,ધ) ?

આજે અન્ય લોકોની ઇચ્છાઓને પૂરી કરવામાં ખાસ્સી દોડધામ કરવી પડી શકે છે. આજે ગુસ્સા પર કાબૂ રાખશો. આજે પરિવારજનોની જરૂરીયાત પર વિશેષ ધ્યાન રાખી શકશો. જીવનસાથી ચર્ચા ટાળવી.

? મકર (ખ,જ) ?

આજે કોઈ વ્યક્તિને કારણે આપનો મૂડ ખરાબ થઈ શકે છે. વ્યર્થ ચિંતાઓ આપના શરીર પર નકારાત્મક પ્રભાવ પાડી શકે છે. આજે કોઈ આપની પાસે ઉધાર માંગી શકે છે. જીવનસાથી સાથે સુખમય સમય વિતે.

? કુંભ (ગ,,,સ) ?

આજે દિવસની શરૂઆત વ્યાયામ સાથે કરી શકશો. આકસ્મિક ધન લાભ થાય તેવી શક્યતા. આજે આપના પર કામનું અધિક ભારણ રહી શકે છે. પ્રભાવશાલી વ્યક્તિઓ સાથે હળવા મળવા થાય તેવી શક્યતા.

? મીન (દ,,,થ) ?

આજે રોકાણ કરવાનું ટાળવું. નાની – નાની વાતોમાં આપને હેરાનગતિ ભોગવવી પડી શકે છે. કાર્યક્ષેત્રમાં બદલાવ આવી શકે છે. આજે જીવનસાથી સાથે ઉત્તમ દિવસ પસાર થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *